International Chef's Day: લિજ્જતદાર વાનગી બનાવતા શેફને માન આપવા ઉજવાય છે આ દિવસ, જાણો મહત્વ

આજે સગ્ર વિશ્વમાં શેફ ડે ની ઉજવણી કરવામાં આવે છે. (તસવીર: Shutterstoc)

દુનિયાભરના શેફનું તેમના કામ અને આવડત બદલ આભાર વ્યક્ત કરવા દરવર્ષે 20 ઓક્ટોબરે ઈન્ટરનેશનલ શેફ ડે (International Chefs’ Day) મનાવવામાં આવે છે.

  • Share this:
નવી દિલ્હી:  જ્યારે પણ આપણે ઘરનાં સ્વાદથી કંઈક અલગ ખાવાનો વિચાર કરીએ તો તરત જ હોટેલ કે રેસ્ટોરન્ટનો ખ્યાલ આવી જતો હોય છે. રેસ્ટોરન્ટના ફુડનો સ્વાદ અલગ જ લાગતો હોય છે. આપણે ઘણી વખત રેસ્ટોરન્ટના ટેસ્ટી ફુડનો સ્વાદ માણતા હોઈએ છીએ, તેના વખાણ પણ કરતા હોઈએ છીએ, પરંતુ તેને બનાવનાર વ્યક્તિ અને તેની મહેનતને વખાણવાનું મોટાભાગે ભૂલી જતા હોઈએ છીએ. રેસ્ટોરન્ટમાં મળતા ટેસ્ટી ફુડ પાછળ શેફનો જ હાથ હોય છે. શેફનુ કામ માત્ર ફુડ પ્રિપેર કરવાનું નહી પણ તેને યોગ્ય રીતે રજૂ કરવાનું પણ હોય છે. શેફના કામનાં જેટલાં વખાણ કરીએ તેટલા ઓછા જ છે.

દુનિયાભરના શેફનું તેમના કામ અને આવડત બદલ આભાર વ્યક્ત કરવા દરવર્ષે 20 ઓક્ટોબરે ઈન્ટરનેશનલ શેફ ડે (International Chefs’ Day) મનાવવામાં આવે છે. ગ્રાહકો અને ફુડ લવર્સને કાયમ ટેસ્ટી ટ્રીટ આપતા શેફના માનમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ મનાવવા પાછળનો એક ઉદ્દેશ વર્તમાન શેફ્સ તેમની કલા, જ્ઞાન અને કુકિંગ સ્કિલ્સ આવનારી પેઢીના શેફને આપે તે યાદ અપાવવું પણ છે.

આજે પણ મોટાભાગના લોકો એવા છે, જે તેમના બાળકોને કુકિંગ પ્રોફેશન્સમાં મોકલવા નથી માંગતા, એવામાં લોકો સમજે કે આ પણ એક સારો કરિયર ઓપ્શન છે, તે હેતુથી પણ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસની ઉજવણી થકી દુનિયાભરના બાળકો સારો અને હેલ્ધી ખોરાક ખાય તે સંદેશ આપવાનો પણ છે.

ઈન્ટરનેશનલ શેફ્સ ડે 2021ની થીમ

દર વર્ષે ઈન્ટરનેશનલ શેફ્સ ડેની ઉજવણી માટે અલગ અલગ થીમ રાખવામાં આવતી હોય છે. આ વર્ષની થીમ “એકસાથે આગળ વધવુ- ગરીબીનો અંત કરવો અને લોકો અને પૃથ્વીનો આદર” (Building Forward Together: Ending Persistent Poverty, Respecting all People and our Planet)રાખવામાં આવી છે. આ વર્ષની થીમ પ્રમાણે વિશ્વના શેફ્સ ફુડ પ્રોડક્શન અને કંઝપ્શન એટલે કે અનાજનાં ઉત્પાદન અને વપરાશની કેવી અસર થતી હોય છે તે અંગે સંદેશ આપશે અને જાગૃતી ફેલાવશે. ગત વર્ષની વાત કરવામાં આવે તો ગત વર્ષે શેફ્સ ડેની થીમ ભવિષ્ય માટે પોષક આહાર (Healthy Food for the Future) રાખવામાં આવી હતી.

આ પણ વાંચો: વૈજ્ઞાનિકોએ પણ માન્યું: ઉપવાસ કરવાથી શરીરને થાય છે અઢળક ફાયદાઓ, જાણો તમે પણ

ઈન્ટરનેશનલ શેફ્સ ડે 20121નું મહત્વ અને ઈતિહાસ

સૌ પ્રથમ વખત ઈન્ટરનેશલ શેફ્સ ડેની ઉજવણી વર્ષ 2004માં કરવામાં આવી હતી. આ દિવસ મનાવવાની શરુઆત જાણીતા શેફ અને વર્લ્ડ અસોસિએશન ઓફ શેફ સોસાયટી (World chefs)ના પ્રમુખ સ્વ. ડૉ. બીલ ગલ્લાગર દ્વારા કરવામાં આવી હતી. આ દિવસ મનાવવા પાછળનો મુખ્ય ઉદ્દેશ પૌષ્ટિક આહાર અંગે જાગૃતિ ફેલાવવાનું અને શેફના પ્રોફેશનનું બહુમાન કરવાનું હતું. Worldchefs લોકોને વિવિધ જાતનાં ખોરાક અને તેના ફાયદા અંગે માહિતગાર કરવાનું કામ કરે છે. છેલ્લા થોડા વર્ષોથી Worldchefsએ નેસ્લે પ્રોફેશનલ (Nestle Professional) સાથે હાથ મિલાવ્યો છે. નેસ્લે પ્રોફેશનલ બાળકો માટે ફન એક્ટિવિટી અને વર્ક શોપ્સનું આયોજન કરે છે. આ દરમિયાન બાળકોને પૌષ્ટિક આહાર વિશે માહિતી આપવામાં આવે છે.
Published by:kuldipsinh barot
First published: