Home /News /lifestyle /

International Beer Day 2021: શા માટે બીયર આરોગ્ય માટે હાનિકારક નથી? આ રહ્યા 10 કારણો

International Beer Day 2021: શા માટે બીયર આરોગ્ય માટે હાનિકારક નથી? આ રહ્યા 10 કારણો

(પ્રતીકાત્મક તસવીર-Shutterstock)

International Beer Day 2021: કેટલાક લોકો બીયર સ્વાસ્થ્ય લાભ માટે પણ પીવે છે, જાણો પથરી સહિત કઈ બીમારીઓમાં છે ઉપયોગી

ઓગસ્ટ મહિનામાં ઘણા તહેવારોની હારમાળા સર્જાય છે. આ મહિનામાં જ દેશભક્તિ સાથે જોડાયેલો અને મિત્રો માટેનો ખાસ દિવસ આવે છે. ફ્રેન્ડશીપ ડે (Friendship Day) દર વર્ષે ઓગસ્ટના પહેલા રવિવારે ઉજવવામાં આવે છે. જે મિત્રતાનો સૌથી ખાસ દિવસ છે. ત્યારે ઓગસ્ટના પહેલા શુક્રવારે આંતરરાષ્ટ્રીય બીયર દિવસ (International Beer Day) ઉજવવામાં આવે છે. કેટલાક લોકો તેમના મિત્રો સાથે ચા પીવી તો કેટલાકને બિયર (Beer) પીવી ગમે છે. આ દિવસ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. કેટલાક લોકો બીયર સ્વાસ્થ્ય લાભ (Health Benefits) માટે પણ પીવે છે. આજે અહીં બીયર પીવાથી થતા લાભની વિગતો આપવામાં આવી છે.

લાંબી ઉંમર (Longer Lifespan)

ઓછા પ્રમાણમાં બિયર પીવી (Moderate drinking) સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. મોડરેટ ડ્રિંકિંગ માટે બીયર સારો વિકલ્પ છે. દારૂનું વધુ પ્રમાણમાં સેવન નુકશાન કરે છે. તેનાથી અન્નનળીનું કેન્સર, સિરોસિસ અને અન્ય ગંભીર બીમારીઓ થાય છે. જોકે, દારૂ સાવ ન પીવો પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાનું મેડિકલ ડેટા પરથી ફલિત થાય છે. ઘણા રિસર્ચમાં ક્યારેય દારૂ ન પીતા અથવા ચિક્કાર દારૂ પીનારાની સરખામણીમાં માધ્યમ પ્રમાણમાં દારૂ પીનારા એટલે કે મોડરેટ ડ્રિન્કર્સ લાંબો સમય જીવતા હોવાનું સામે આવ્યું છે. બીયર મોડરેટ ડ્રિંકિંગ માટે આદર્શ છે. તેમાં આલ્કોહોલનું પ્રમાણ ઓછું હોય છે.

હૃદય રોગનું જોખમ ઘટાડે (Reduced Risk of Heart Disease)

અભ્યાસ મુજબ મધ્યમ પ્રમાણમાં બીયર પીનારાઓમાં હૃદયની ધમનીના રોગનું જોખમ 20થી 40% ઓછું હોય છે.

યાદશક્તિ વધે (Increased Memory)

બિયરનું એન્ટીઓક્સીડન્ટ મગજની કોશિકાઓને ઓક્સીડેશનથી બચાવે છે. જેના કારણે અલ્ઝાઇમરનું જોખમ ઓછું થઈ જાય છે.

આ પણ વાંચો, બાળકોમાં કોરોનાની અસરને લઈ મળ્યા રાહતના સમાચાર, અહીં જાણો શું કહે છે નવો અભ્યાસ

એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણ (Anti Inflammatory Properties)

બીયરમાં પ્રિનેલેટેડ પદાર્થ ઝેન્થોહુમોલ હોય છે. જે એન્ટી-ઇન્ફ્લેમેટરી અને એન્ટી ઇન્ફેક્શન ગુણ ધરાવે છે. જેથી જો તમને ઇજા થઇ હોય ત્યારે ઘણી બધી બીયર પીવો તો ગેંગરીન થતું નથી.

હાડકા મજબૂત કરે (Development of Strong Bones)

બીયરમાં સિલિકોન, વિટામિન બી અને બાયોએક્ટિવ પોલીફેનોલ્સ મળી આવે છે. આ તત્વો હાડકાના નિર્માણ સાથે સંકળાયેલા હોય છે.

પોષકતત્વોથી ભરપૂર (Mad Nutrients)

બીયરમાં ફાયબર અને લીપોપ્રોટીનનું ભરપૂર પ્રમાણ હોય છે. બિયર પીવાથી કોલેસ્ટ્રોલ પણ ઘટે છે. ધમનીઓની સફાઈમાં બીયર અસરકારક સાબિત થાય છે.

દારૂ કરતા ઓછું ડીહાઈડ્રેશન (Less Dehydration than booze)

દારૂનું વધુ પ્રમાણમાં સેવન કરવાથી સવારે હેંગઓવરની સમસ્યા સતાવે છે. જેના કારણે આખો દિવસ બગડે છે. જોકે, અન્ય કોઈ હાર્ડ ડ્રિન્કની સરખામણીમાં બીયર પીવાથી ઓછું ડીહાઈડ્રેશન થાય છે અને હેંગઓવરની શક્યતા ઓછી થઈ જાય છે.

આ પણ વાંચો, WhatsAppનું નવું ફીચર! સેન્ડ કરાયેલો ફોટો કે વીડિયો એક વાર જોયા પછી થઈ જશે ડીલીટ

કેન્સર સામે રક્ષણ આપે (Anti Cancer Properties)

ઝેન્થોહુમોલ નામનું ફ્લેવોનોઈડ માત્ર બીયરમાંથી જ મળે છે. આ તત્વ કેન્સર માટે કારણભૂત ઉત્સેચકોને રોકતું એન્ટીઓક્સિડન્ટ ગણાય છે.

ઓછી કેલેરી (Low in Calories)

હાર્ડ ડ્રિંક્સની સરખામણીએ બિયરમાં આલ્કોહોલનું સામાન્ય પ્રમાણ હોય છે. તેમાં માત્ર 4 થી 6% આલ્કોહોલ બાય વોલ્યુમ (ABV) રહે છે. જોકે, બ્રાન્ડ પ્રમાણે બિયરમાં દારૂનું પ્રમાણ બદલાય છે. એક બિયરમાં 208 કેલરી હોય છે.

કિડની સ્ટોનમાં રાહત આપે (Removes Kidney Stones)

કિડનીમાં પથરી હોય તેવા કિસ્સામાં કેટલાક ડોકટર પણ બીયર પીવાની સાલાહ આપે છે. બીયરના કારણે પથરી તૂટી જાય છે અને મૂત્ર વાટે નીકળી જાય છે. જોકે, આ બાબતે બીયર પીતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જોઈએ.
Published by:Mrunal Bhojak
First published:

Tags: Beer, Beer Day, Beer Health Tips, Health Tips, Health Updates, International Beer Day 2021, International Beer Day Celebration, International Beer Day History

આગામી સમાચાર