ફક્ત 5 મિનિટમાં બનાવો "શીંગ ભૂજીયા"

News18 Gujarati
Updated: April 29, 2018, 3:45 PM IST
ફક્ત 5 મિનિટમાં બનાવો

  • Share this:
દરેક નમકીનમાં દરેકના સૌથી વ્હાલા શીંગ ભુજીયા ? બજારના પેકેટ છોડો, જો ઓવન હોય તો મિનીટોમાં આ ભુજીયા ઘરે બનાવી શકો છો.  જાણો ફક્ત 5 મિનિટમાં "શીંગ ભૂજીયા" કેવી રીતે બનાવી શકાય

સામગ્રી:

અડધો કપ નમકીન શીંગદાણા

અડધો કપ ચણાનો લોટ
એક નાની ચમચી લાલ મરચુ
બે ચમચી વરિયાળી પાવડરદોઢ ચમચી મરી પાવડર
બે થી ત્રણ મોટી ચમચી પાણી
એક ચમચો તેલ

 

રીત:
શીંગદાણા સિવાયની બધી સામગ્રીને એક બાઉલમાં લઈ હલાવો. આ મિશ્રણમાં શીંગદાણા ઉમેરી હલાવો. પછી માઈક્રોવેવમાં મૂકવા માટેનો બીજો બાઉલ લઈ તેની અંદરની કિનારીએ બરબર તેલ લગાવી દો. હવે ભજીયા મૂકતા હોઈએ એમ છૂટ્ટા છૂટ્ટા(એક બીજાને અડે નહીં એ રીતે) શીંગદાણા મૂકો. એ વાતનું ધ્યાન રહે કે મિશ્રણમાંથી બહાર કાઢેલા શીંગદાણાની તમામ કિનારીએ મિશ્રણ લાગી ગયેલું હોવું જોઈએ.હવે તેને દોઢ મિનીટ માટે માઈક્રોવેવ કરો(જો શીંગદાણામાં ભેજ હોય તો દોઢ મિનીટથી થોડો વધુ સમય પણ થઈ શકે છે તેથી ચકાસતા રહેવું). તો તૈયાર છે સ્વાદિષ્ટ શીંગ ભુજીયા. ભુજીયા થોડા ઠંડા થઈ જાય પછી આપ તેનો આસ્વાદ લઈ શકશો .
First published: April 29, 2018, 3:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading