કબજિયાત અને એસીડિટીથી કંટાળી ગયા છો? તો આ 5 Tipsથી જલદી આરામ મળશે

 • Share this:
  કબજિયાત એક એવી તકલીફ છે જે સાંભળવામાં નાની લાગે પણ જેને થાય તે જ સમજી શકે કે, કેટલી તકલીફોનો સામનો કરવો પડે છે. લોકો કલાકો સુધી હેરાન થતા રહે છે. પરંતુ આ ઉપાયથી ઘણી રાહત મળશે.

  જાણી લો હવેથી કબજિયાત કે એસીડિટી થાય ત્યારે કયા 5 Tips થી જલદી આરામ મળશે 

  - એક લવિંગ પણ કબજિયાતને દૂર કરી શકે છે. લવિંગ ખાવાથી પાચન થાય છે. જ્યારે પણ એસીડિટી થાય મોં માં લવિંગ મૂકી હળવેથી ચાવો. થોડીક વારમાં રાહત થશે.

  - વરિયાળીમાં રહેલા ફ્લેવોનોઈડના કારણે એક શ્રેષ્ઠ એન્ટી-અલ્સર છે. જ્યારે પણ એસીડિટી થાય ત્યારે વરિયાળીનું પાણી પીઓ. રાહત થશે.

  - ઈલાયચી ઠંડી તાસીરવાળી હોવાથી એસીડિટી સમયે રાહત અપાવે છે. તેથી તેને પાણીમાં ઉકાલી આ પાણી ઠંડુ પડે એટલે પીવો. રાહત થશે.

  -નિયમિત પણે કેળું ખાવાથી પેટમાં ઠંડક થવાથી એસીડિટીથી રાહત થાય છે. તેથી રોજ સવારે એક કેળું ખાવાની આદત પાડો. તેનાથી પાચન વ્સવસ્થિત થવાથી પેટની તકલીફો અને એસીડિટીથી ઘણી રાહત થઈ જશે.

  -તુલસીના પાન એસીડિટીથી રાહત થાય છે. તેના પાન પેટમાં એસિડનો પ્રભાવ ઓછો કરી ગેસ બનાવાથી અટકાવે છે. તેથી તેના પાન ચાવવાથી એસીડિટીથી ઝડપથી રાહત મળશે.

  તેમજ સાથે મસાલેદાર અને તળેલું ખાવાનું બને તેટલું જલદી બંધ કરો અથવા આજથી સાવ ઓછું કરી દો. જેટલો સુપાચ્ય ખોરાક લેશો તેટલો જ વધુ આરામ મળશે.
  Published by:Bansari Shah
  First published: