વરસાદમાં આ રીતે બનાવો જલ્દી બની જતા 'ઈન્સ્ટન્ટ દાળવડા'

 • Share this:
  Recipe: ભૂખ લાગે ત્યારે ઈન્સ્ટન્ટ બનાવો 'પાલક દહીંવડા' ..  કેવી રીતે બનાવશો પાલક દહીંવડા?

  સામગ્રી :

  અડદનો કરકરો લોટ
  પાલક
  આદુ મરચાની પેસ્ટ
  મીઠું
  દહીં
  ખાંડ
  લાલ મરચું
  શેકેલું જીરું પાઉડર
  કોથમીર
  દાડમ
  સેવ

  બનાવવાની રીત :

  સૌ પ્રથમ દહીંમાં કોથમીર, દાડમ, મીઠું અને ખાંડ ઉમેરી હલાવી લેવું.અડદના લોટને ૫ ગ્લાસ / જરૂર મુજબ પાણીમાં કલાક માટે પલાળી લેવો. પછી કડાઈમાં તેલ મૂકી ગરમ કરવા મુકવું.
  તેલ ગરમ થાય ત્યાંસુધીમાં પાલક ઝીણી સમારી ધોઈ ખીરામાં મિક્ષ કરવી. હવે નાના નાના વડા તેલમાં મીડીયમ તાપે તળવા. પછી એક વાસણમાં પાણી ભરી તેમાં સીધા નાખવા.
  પછી બીજો ઘાણ તળાય ત્યારે પેલા પલાળેલા વડા હથેળીમાં દાબી પાણી નીકાળી લેવું. હવે એક સર્વિંગ બાઉલમાં પેલા થોડું દહીં લઇ પલાળેલા વડા મૂકી ઉપરથી પાછુ દહીં રેડી ઉપરથી લાલ મરચું, શેકેલ જીરું છાંટવું.
  ઉપરથી દાડમ, કોથમીર અને સેવ વડે ગાર્નીશ કરવું. તો તૈયાર છે ઠંડા ઠંડા પાલક દહીંવડા !

  વરસાદમાં આ રીતે બનાવો જલ્દી બની જતા 'ઈન્સ્ટન્ટ દાળવડા'

  નોંધ :
  અડદના લોટની બદલે અડદ પલાળી ઓછુ પાણી લઇ કરકરું પીસી લેવું.
  મસાલા શીંગ પણ નાખી શકાય
  Published by:Bansari Shah
  First published: