સહેજ પણ રાહ જોયા વગર જ બનાવો 'ઈન્સ્ટનટ મગની દાળનો શીરો'

 • Share this:
  ઝટપટ બનાવવા નોંધી લો આ Recipe. બનાવો ઈન્સ્ટનટ મગની દાળનો શીરો.

  સામગ્રી :-
  1 કપ શેકેલી મગની દાળનો પાવડર
  8 ટેબલ સ્પૂન ઘી
  1 કપ દૂધ
  1 કપ ખાંડ
  1/2 કપ પાણી
  ચપટી એલચી પાવડર
  ચપટી કેસર
  કાજુ બદામની કતરણ

  બનાવવાની રીત:- સૌ પ્રથમ એક જાડી કડાઈ લઇ તેમાં મગની દાળને ધીમા તાપે શેકી લો . ઠંડી પડે ત્યાર બાદ તેને મિક્ષ્ચર માં પીસીને તેનો પાવડર તૈયાર કરો. પછી એક કડાઈમાં ઘી લઈને મગની દાળનો પાવડર લઈને ધીમા તાપે શેકી લો. ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી શેકો.
  - ત્યાર બાદ તેમાં પાણી, દૂધ, કેસર, ખાંડ અને એલચી પાવડર તેમાં નાખીને મિક્ષ કરી ધીમી આંચ પર હલાવતા રહો. બધું એક સરખું મિક્ષ થઇ જાય અને દૂધ-પાણી બંને બળી જાય ત્યાં સુધી શેકતા રહો. કડાઈ છોડી દે ત્યાં સુધી જાય ત્યાં સુધી હલાવતા રહો. થઈ જાય એટલે કાજુ બદામની કતરણથી ગાર્નિશ કરી ગરમા ગરમ સર્વ કરો.
  Published by:Bansari Shah
  First published: