Home /News /lifestyle /

ઇન્સ્ટન્ટ મગની દાળનો શીરો આ રીતે બનાવો, જાણી લો તેની Recipe

ઇન્સ્ટન્ટ મગની દાળનો શીરો આ રીતે બનાવો, જાણી લો તેની Recipe

    જો હવે અચાનકથી મહેમાનને જમવા માટે નોંતરુ આપવાનું થાય, તો ચિંતા ન કરશો, આ શીરો ખરેખર દરેકને ખૂશ કરીને જ મોકલશે. ઇન્સ્ટન્ટ મગ ની દાળ નો શીરો બનાવવા માટેની રેસિપિ..

    શિરો બનાવવા માટે ની સામગ્રી:-

    2 કપ મગ ની મગની દાળ
    2 કપ ઘી
    2 કપ દૂધ
    1 કપ ખાંડ
    1/4 કપ કાજુ બદામ દ્રાક્ષ
    1/4 ચમચી ઈલાયચી પાવડર

    ઇન્સ્ટન્ટ મગની દાળનો શિરો બનાવની રીત:

    સૌ પ્રથમ મગની દાળને પર જે પાવડર હોય છે તેને સરખી રીતે સાફ કરી દૂર કરો. પછી ગેસ પર એક પેન મૂકી તેમાં મગ ની મગની દાળને લઈ શેકી લો. શેકાય જાય પછી તેને મિક્ષર માં અધકચરી પીસી લો. ત્યારબાદ એક પેનમાં ઘી લઈ તેમાં દાળ ઉમેરીને મિક્સ કરી દાળ ગોલ્ડન બ્રાઉન ના થાય ત્યાં સુધી હલાવતા રહી શેકો. ત્યાર બાદ તેમાં દૂધ ઉમેરી બરાબર મિકસ કરો. ત્યારબાદ તેમાંથી ઘી છૂટું ત્યાં મીડિયમ તાપે હલાવતા રહી શેકી લો. પછી તેમાં ખાંડ ઉમેરી બરાબર મિકસ કરી લો. ખાંડ ઓગળી ગયા બાદ તેમાં ઈલાયચી પાવડર અને ડ્રાયફ્રુટ ઉમેરી મિક્સ કરી લો. તો તૈયાર છે ગરમા ગરમ મગની દાળનો શીરો. આ ઇન્સ્ટન મગની દાળનો શીરો ખૂબ જ ટેસ્ટી લાગે છે તેમજ જલદી બની પણ જાય છે. તો જો હવે અચાનકથી મહેમાનને જમવા માટે નોંતરુ આપવાનું થાય, તો ચિંતા ન કરશો, આ શીરો ખરેખર દરેકને ખૂશ કરીને જ મોકલશે.
    Published by:Bansari Shah
    First published:

    Tags: Kitchen, ખોરાક, રેસીપી

    આગામી સમાચાર