5 મિનિટમાં જ પોચા અને જાળીદાર ખમણ બનાવવા આટલું કરો

માઇક્રોવેવમાં ઈન્સ્ટન્ટ ખમણ બનાવવા આ સ્ટેપ અનુસરો

માઇક્રોવેવમાં ઈન્સ્ટન્ટ ખમણ બનાવવા આ સ્ટેપ અનુસરો

 • Share this:
  મહેમાન આવાના હોય ત્યારે અથવા તો અચાનકથી મહેનમાન આવી જાય ત્યારે આ રીતે તેમની સરળતાથી મહેમાનગતિ કરી શકાય છે. તો શીખી લો ઈન્સ્ટન્ટ માઇક્રોવેવ ખમણ બનાવવાની રીત...

  ઈન્સ્ટન્ટ માઇક્રોવેવ ખમણ માટેની સામગ્રી:

  ચણાનો ઝીણો લોટ - 2 કપ
  ખાવાનો સોડા - 1/2 ચમચી
  લીંબુના ફુલ - 1 ચમચી
  ખાંડ - 2 ચમચી
  મીઠું - સ્વાદ અનુસાર
  પાણી - 1 કપ

  વઘાર માટે:
  તેલ - 2 ચમચી
  હીંગ - 1 ચપટી
  રાઈ - 1/2 ચમચી
  લીલાં મરચા
  કોથમીર
  મીઠો લીમડો - 10 પાન
  તલ - 1 ચમચી
  ખાંડ - 3 ચમચી
  પાણી - દોઢ કપ

  ઈન્સ્ટન્ટ માઇક્રોવેવ ખમણ બનાવવાની રીત: સૌ પ્રથમ એક વાટકી લઈ તેમાં ખાવાનો સોડા અને 3 ચમચી પાણી નાખી તેને પલાળી સોડાનું દ્રાવણ તૈયાર કરી રાખવું. ત્યારબાદ એક માઇક્રોવેવ સેફ ચોરસ વાસણને તેલથી ગ્રીઝ કરી લો.
  હવે એક પહોળા વાસણમાં લીંબુ ના ફૂલ, મીઠું અને ખાંડ લઇ, તેમાં પોણો કપ પાણી ઉમેરી આ બધું પાણીમાં એકદમ ઓગળી જાય ત્યાં સુધી હલાવી લો. પછી તેમાં ચણાનો લોટ ઉમેરી લોટમાં ગઠ્ઠા ન રહે ત્યાં સુધી હલાવી લો, પછી તેમાં સોડાનું મિશ્રણ ઉમેરી એક જ દિશામાં ઝડપથી મિશ્રણને હલાવી લો. આ પ્રક્રિયાથી મિશ્રણ ફૂલીને ડબલ થઇ જશે, સોડા ઉમેર્યા પછી 1 મિનિટમાં જ મિશ્રણને માઇક્રોવેવ માં મુકી દો, નહિંતર ખમણ ફૂલશે નહીં. તેને તરત જ તેને ગ્રીસ કરેલા માઈક્રોવેવસેફ પાત્રમાં રેડી ફૂલ પાવરમાં 3 મિનીટ માટે મુકો. પછી ખમણ તૈયાર છે કે નહીં તેને ચેક કરવા માટે સળી કે છરી નાખી સાફ જ બહાર આવે તે ચેક કરી જોવો. જો કાચું લાગે તો ફરી 1 મિનીટ માઈક્રો કરી લો. પછી તેને કાઢી ચોરસ ટૂકડા કરી લો.

  આ પણ વાંચો -  મોંઢામાં આ ચીજ રાખવાથી મટી જશે જીદ્દી ઉધરસ

  આ પણ વાંચો -  લીંબુ-મરચાંની આ ખાટી-મીઠ્ઠી ચટણી 1 મહિના સુધી તાજી રહેશે

  ખમણ નો વઘાર કરવા માટે- એક વઘારિયામાં તેલ ગરમ કરી, તેમાં રાઈ, મીઠો લીમડો ,તલ, હીંગ, સમારેલા લીલાં મરચાં, ખાંડ, પાણી બધું ઉમેરી તેને ખાંડ ઓગળે ત્યાં સુધી ઉકાળી લો. આ વઘાર ને ખમણ પર એકસરખો રેડો. વઘાર ખમણમાં શોષાઈ જાય એટલે તેને કોથમીર અને લીલાં મરચાથી ગાર્નિશ કરી સર્વ કરો.
  Published by:Bansari Shah
  First published: