વરસાદી મોસમમાં બનાવો "ઇન્સ્ટન્ટ જલેબી"

 • Share this:
  ઇન્સ્ટન્ટ જલેબી બનાવવા માટેની સામગ્રી :

  ખીરુ બનાવવા :
  ૧ કપ મેંદો
  ૧ ટી સ્પૂન બેકીંગ પાવડર
  ૨ ટે સ્પૂન બેસન
  ૧/૪ કપ દહીં
  ચપટી યલો ફૂડ કલર

  ચાસણી માટે :
  ૧ કપ ખાંડ (જરૂર મૂજબ)
  ખાંડ ડૂબે એટલું પાણી
  ચપટી યલો ફૂડ કલર
  કેસર / ઇલાયચી (જે ફ્લેવર ગમતી હોય તે)
  તળવા માટે તેલ

  બનાવવાની રીત :

  • એક બાઉલ માં ખીરુ બનાવવા ની બધી સામગ્રી મિક્સ કરી જરૂર મૂજબ પાણી રેડી મિડિયમ પતલુ ખીરુ તૈયાર કરો.
  • બીજા બાઉલ માં ખાંડ અને પાણી લઇ એક તાર ની ચાસણી બનાવો. તેમાં ચપટી કલર ઉમેરી મનગમતી ફ્લેવર ઉમેરો.
  • જલેબી તળવા માટે ફ્લૅટ પેન લેવું. પેન માં તેલ લઇ ગરમ કરવા મૂકવું. ટૉમેટો કેેચપ ની બોટલ માં ખીરુ ભરી ગરમ તેલ માં જલેબી પાડવી. ક્રિસ્પી તળાય પછી તરત જ ચાસણી માં ડીપ કરવી. જલેબી માં ચાસણી ભરાય જાય એટલે પ્લેટ માં કાઢી લેવી. આ રીતે બધી જલેબી બનાવવી.નોંધ : એકવાર ની તળેલી જલેબી ચાસણી માં ડીપ કરી બીજી જલેબી ગરમ તેલ માં પાડવી ત્યાર પછી પહેલી ચાસણી માં મૂકેલી જલેબી કાઢી લેવી.
  Published by:Bansari Shah
  First published: