જાણી લો ફરાળી હાંડવો બનાવવાની રીત, ભક્તિને શક્તિ આપે તેવી ફરાળી વાનગી

News18 Gujarati
Updated: August 12, 2019, 1:36 PM IST
જાણી લો ફરાળી હાંડવો બનાવવાની રીત, ભક્તિને શક્તિ આપે તેવી ફરાળી વાનગી

  • Share this:
શ્રાવણ મહિનો એટલે ભક્તિ કરવોનો ખાસ મહિનો. કહેવાય છે આ મહિનામાં ખાસ ફળની પ્રાપ્તિ કરી શકાય છે. તેથી ઘણાં તો આ આખો મહિનો ઉપવાસ કરે છે. અને જા આખો મહિનો ઉપવાસ ન કરી શકે તેમ હોય, તો પણ શ્રાવણિયો સોમવાર જરૂર કરે છે. તો ચાલો તમારી ભક્તિને શક્તિ આપે તેવી ફરાળી વાનગી પણ શીખી લઈએ. જાણી લો ફરાળી હાંડવો બનાવવાની રીત..

ફરાળી હાંડવો બનાવવા માટેની સામગ્રી :
1 કપ બટાકાની છીણ

1/2 કપ પલાળેલા સાબુદાણા
1/2 કપ રાજગરો
1/2 કપ શિંગોડાનો લોટ2 ચમચી સિંગદાણાનો ભૂકો
1 ચમચી આદુ-મરચાની પેસ્ટ
1 ચમચી દહીં
ખાંડ
1 ચમચી જીરું
1 ચમચી તલ
લાલ મરચું
તજ-લવિંગનો ભૂકો
સ્વાદાનુસાર મીઠું
તેલ

ફરાળી હાંડવો બનાવવાની રીત:

સૌ પ્રથમ 4-5 કલાક પહેલા સાબુદાણાને પલાળી લેવા.
ત્યારબાદ ઉપરની બધી જ સામગ્રીને મિક્સ કરી જરૂર મુજબ પાણી ઉમેરી જાડું ખીરું તૈયાર કરી લો. હવે કઢાઈમાં 2 ચમચી તેલ લઈ ગરમ થાય એટલે નાખી જીરું નાખવું. પછી તેમાં તલ અને મીઠા લીમડાનો વઘાર કરી બનાવેલા ખીરાને પુડલાની જેમ પાથરી લો. તેને ઢાંકીને ધીમો ગેસ પર 5 મિનિટ રાખો. પછી તેને પલટાવી ને 5 મિનિટ બીજી બાજુ સીજવા દો. થી જાય એટલે સર્વિંગ પ્લેટમાં કાઢી ગરમા ગરમ જ ચા સાથે અથવા દહીં સાથે સર્વ કરો. તો તૈયાર છે સરસ મજાનો ટેસ્ટી ફરાળી હાંડવો.

બકરી ઈદ પર કેમ આપવામાં આવે છે જાનવરોની કુરબાની?

#કામની વાતઃ સમાગમમાં સૌથી વધુ આનંદ સ્ત્રીને ક્યા આસનથી આપી શકાય?
First published: August 12, 2019
વધુ વાંચો
अगली ख़बर