ઉપવાસમાં કકડીને ભૂખ લાગે ત્યારે બનાવો ઈન્સ્ટન્ટ ફરાળી ઈડલી

News18 Gujarati
Updated: August 12, 2019, 5:43 PM IST
ઉપવાસમાં કકડીને ભૂખ લાગે ત્યારે બનાવો ઈન્સ્ટન્ટ ફરાળી ઈડલી

  • Share this:
આજે શ્રાવણ મહિનાના ઉપવાસ ચાલી રહ્યા છે? અને ભૂખ પણ કકડીને લાગી છે? તો ચાલો શીખી લો ટેસ્ટી ફરાળી ઈડલી બનાવવાની રીત..

સામગ્રી :

1 કપ મોરૈયો

3 ચમચી સાબુદાણા
1 કપ દહીં
1 ચમચી ઇનો
Loading...

1 ચમચી મરી પાવડર
1 ચમચી જીરૂ પાવડર
1 ચમચી તેલ
સ્વાદાનુસાર સિંધવ મીઠું

બનાવવાની રીત :

સૌ પ્રથમ સાબુદાણા અને મોરૈયાને મિક્સરમાં પીસી લો. પછી તેમાં દહીં ઉમેરી મિક્સ કરીને 20 મિનિટ માટે રેસ્ટ આપો. તે બાદ તેમા સિંધવ મીઠું, મરી પાવડર અને જીરૂ પાવડર મિક્સ કરી લો. છેલ્લે તેમાં ઇનો મિક્સ કરી એક દિશામાં સહેજ હલાવી લો. હવે ઈડલી બનાવવાની ડિશને તેલથી ગ્રીસ કરીને તેમાં બનાવેલું ખીરૂં ઉમેરી તેને સ્ટીમ કરી લો. તઈ જાય પછી આ ઇડલીને બહાર કાઢી ચારણીમાં સુતરાઉ કપડું પાથરી તેમાં કાઢો. તો તૈયાર છે ફરાળી ઈડલી. આ ઈડલીને સર્વિંગ પ્લેટમાં લઈ કોપરાની ચટણી સાથે સર્વ કરો.
First published: August 12, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...