Neeraj Chopra's Battle against Obesity: ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપડા ( Neeraj Chopra )નો પરિચય આપવાની હવે જરૂરિયાત નથી. નીરજે વિશ્વ સ્તરે ભારતનું નામ રોશન કર્યું છે. આજે દરેક ભારતીયને નિરજ ચોપડા પર ગર્વ છે. નિરજ ચોપડાની દેશી બોય ( Desi Boy )થી લઈને ગોલ્ડન બોય ( Golden Boy ) બનવાની સ્ટોરી ખૂબ જ રસપ્રદ છે. તેમણે ગોલ્ડન બોય બનવા માટે ખૂબ જ સંઘર્ષ કર્યો છે. ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympic)માં ભાલા ફેંક (Javelin Throw)માં ગોલ્ડ મેડલ (Gold Medal) જીતીને ઈતિહાસ રચનાર નીરજ ચોપડાની મોટિવેશનલ સ્ટોરી અહીં જણાવવામાં આવી છે. આવો જાણીએ તેમની ફેટ-ટૂ-ફીટ ( Neeraj Chopra Fat to Fit Story ) સુધીની સફર.
નીરજ હરિયાણાના પાનીપત ( Panipat in Haryana )માં સ્થિત ખાંદરા ગામ ( Khandra Village )ના રહેવાસી છે. નીરજ ચોપડા ગજબની સ્ફુર્તિ ધરાવે છે અને તેમની બોડી પણ એકદમ ફિટ (Fit Body) છે. એક સમયે તેઓ મેદસ્વીતાના શિકાર થઈ ગયા હતા. જાણકારી અનુસાર 12 વર્ષની ઉંમરે નીરજનું વજન 90 કિલો હતું. નીરજ દરરોજ ઘી, માખણ અને મલાઈ ખાતા હતા, પરંતુ આ ભારે ખોરાક પચાવવા માટે કસરત નહોતા કરતા. તેમના 16-17 લોકોના પરિવારને તેમના સ્વાસ્થ્યની ચિંતા થવા લાગી. તેમના પિતા તથા તેમના અંકલે નીરજને પાનીપતના એક જિમ અને સ્પોર્ટ્સ સ્ટેડિયમ ( Gymnasium and Sports Stadium )માં લઈ જવાનો નિર્ણય કર્યો.
જાણકારી અનુસાર અહીંયાથી નીરજની લાઈફની એક નવી શરૂઆત થઈ હતી. જિમમાં કસરત અને રમતગમતમાં શામેલ થયા બાદ નીરજે ભાલા ફેંકમાં રસ લેવાનું શરૂ કર્યું. નિયમિત કસરત અને પોષણયુક્ત ભોજન ( Right Nutrition in Right Portion )ની મદદથી નીરજ શારીરિક રીતે ફિટ થઈ ગયા.
ન્યૂઝ 18ને આપેલ એક ઈન્ટરવ્યૂ અનુસાર નીરજને પૂછવામાં આવ્યું હતું કે, બાળકોને તેઓ શું સંદેશ આપવા ઈચ્છે છે. તેમણે જણાવ્યું કે, “હું બાળકોને કહેવા માંગુ છું કે, તેઓ ખૂબ જ મહેનત કરે અને જે રમત તેમને પસંદ છે, તે રમે. સંપૂર્ણ સમર્પણ સાથે ખૂબ જ મહેનત કરો. તમે જીવનમાં કંઈક મેળવી શકશો.”
બાળકોની સાથે સાથે બોલીવુડ સેલેબ્સ પણ (Bollywood Celebrities) નીરજ ચોપડા પરથી પ્રેરણા મેળવે છે. બોલીવુડ અભિનેતા અર્જુન કપૂરે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી ( Arjun Kapoor on Instagram Story ) પર એથ્લીટ નીરજ ચોપડાએ ઓબેસિટીથી કેવી રીતે રાહત મેળવી તે અંગે ખૂબ જ વખાણ કર્યા છે. અર્જુન કપૂરે જણાવ્યું કે, નીરજ ચોપડા તેમના માટે અને દેશ માટે એક પ્રેરણા (Inspiration) છે.
— Tajinder Pal Singh Bagga (@TajinderBagga) August 9, 2021
23 વર્ષીય નીરજ તેમની લાઈફ ખૂબ જ મજાથી જીવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર નીરજના અનેક કૂલ વિડીયો જોવા મળી રહ્યા છે, જેમાં તેઓ ખુલીને ડાન્સ કરી રહ્યા છે અને લાઈફને ખુલીને જીવી રહ્યા છે.
તન અને મનને સ્વસ્થ રાખવા માટે કસરત કરવી અને રમતગમતમાં ભાગ લેવો ખૂબ જ જરૂરી છે. જો તમે ફિટ થવા માટે મોટિવેશન શોધી રહ્યા છો, તો તમે નીરજની સ્ટોરી પરથી પ્રેરણા લઈ શકો છો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર