શું સેલિબ્રિટી કપલના છૂટાછેડાથી સમાન્ય લોકોના જીવન પર પણ થાય છે અસર? જાણો નિષ્ણાંતોનો મત

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના આ સેલિબ્રિટિના હાલમાંજ છુટાછેડા થયા છે.

કોઈ સ્ટાર દંપતિ છૂટું પડે તો તેમના ચાહકો પર કોઈ અસર થાય છે કે નહીં? તે જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને નિષ્ણાંતો (experts)ના મંતવ્યો જણાવાયા છે.

  • Share this:
નવી દિલ્હી:  બોલિવૂડમાં ખ્યાતનામ જોડીઓ તૂટી (Celebrity Separations) હોવાના સમાચાર અવારનવાર સામે આવે છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છૂટાછેડા લીધા હોય તેવા કપલ્સની સંખ્યા વધી રહી છે. આમિર ખાન અને કિરણ રાવ (Aamir Khan and Kiran Rao), કૃતિ કુલહરી અને સાહિલ સેહગલ, હૃતિક રોશન અને સુઝાન ખાન જેવા ઘણા દંપતિ છુટા પડ્યા હોવાના કિસ્સા પ્રકાશમાં આવ્યા હતા અને આ કિસ્સાઓ દેશભરમાં ચર્ચાનો વિષય બન્યા હતા. જે તે સ્ટાર્સના ચાહકો માટે આ ગંભીર બાબત હતી. ત્યારે કોઈ સ્ટાર દંપતિ છૂટું પડે તો તેમના ચાહકો પર કોઈ અસર થાય છે કે નહીં? તે જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને નિષ્ણાંતો (experts)ના મંતવ્યો જણાવાયા છે.

નીતા વી શેટ્ટી નામના રિલેશનશિપ એક્સપર્ટ સેલિબ્રિટીના જુદા પડવાના નિર્ણયથી ચાહકો પર અસર થતી હોવાનું માને છે. તેઓ કહે છે કે, આજની પેઢી સેલિબ્રિટી સાથે સોશિયલ મીડિયામાં જોડાયેલી અને તેમનાથી પ્રભાવિત હોય છે. જેથી સેલિબ્રિટીના અલગ થવાની આજની પેઢી પર સીધી અસર છે. આ પ્રકારના સમાચારથી તેમને એવો મેસેજ જાય છે કે, અલગ થવું એ જીવનનો એક ભાગ છે અને તેમાંથી પસાર થવું યોગ્ય છે. સોશિયલ મીડિયાના પ્રભાવના કારણે લોકો સેલિબ્રિટી જેવું જ જીવન જીવવા માંગે છે. જેથી સેલિબ્રિટીઝ અને સામાન્ય લોકોના જીવનને અલગ પાડતી ખૂબ જ પાતળી રેખા બચી છે.

આ પણ વાંચો: Health tips: હળદરનું પાણી પીવાના ફાયદા, આટલી તકલીફોમાં આપે છે રાહત

નિતા વી શેટ્ટી જેવો જ મત મનોવૈજ્ઞાનિક કવિતા મૂંગીનો છે. તેઓ કહે છે કે, ફિલ્મો સમાજથી પ્રભાવિત છે અને સમાજ ફિલ્મોથી પ્રભાવિત છે. સેલિબ્રિટીઝ મોટા સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સર છે અને તેમની જીવનશૈલી યુવા પેઢીને અસર કરે છે. યુવા પેઢી તેમને અનુસરે છે. સેલિબ્રિટી કાપડનું અલગ થવું પણ તેમને પ્રભાવિત કરી શકે છે. પરંતુ તે સામાજિક સંસ્કૃતિની સ્થિતિનું પ્રતિબિંબ પણ છે. જે બદલાતું રહે છે. અત્યારે એડજસ્ટમેન્ટના પ્રશ્નો, અહંકાર, અને નાણાકીય મુદ્દાઓના કારણે અલગ થવું સામાન્ય બની ગયું છે.

આ પણ વાંચો: Hair tips: ઘરમાં Coconut Milkથી હેર સ્પા કરવાથી વધશે વાળની લંબાઈ અને સુંદરતા

અન્ય એક રિલેશનશિપ નિષ્ણાંત શ્યામ મિથિત્યા કહે છે કે, લોકો સમાચાર અથવા સોશિયલ મીડિયામાં જે જોઈ રહ્યા છે તેના પર જ ખોટું અર્થઘટન કરે છે. સેલિબ્રિટીઝ પણ માણસ જ છે અને અન્ય માણસની જેમ તેમના ઘરમાં સામાન્ય જીવન જીવે છે. તેઓ જે રીતે અલગ થાય છે અને જે રીતે તેને સોશિયલ મીડિયામાં દેખાડવામાં આવે છે, તે લોકોને અસર કરે છે. બલિદાન અને અપેક્ષાઓ એ જીવનના બે નિર્ણાયક આધારસ્તંભ છે. પરંતુ ડિજિટલ મીડિયાના કારણે તે પડી ભાંગે છે. જેના કારણે વધુ અસંતોષ અને તણાવ ઉભો થાય છે.
Published by:kuldipsinh barot
First published: