Home /News /lifestyle /

લ્યો બોલો! હવે બેક્ટેરિયાથી થશે સ્કિન ઈન્ફેક્શનનો ઈલાજ, ઉંદરો પર થયું સફળ પરિક્ષણ

લ્યો બોલો! હવે બેક્ટેરિયાથી થશે સ્કિન ઈન્ફેક્શનનો ઈલાજ, ઉંદરો પર થયું સફળ પરિક્ષણ

પ્રતિકાત્મક તસવીર-pexels.com

યૂનિવર્સિટી ઓફ કોલિફોર્નિયા સૈન ડિઆગો (university of California San Diego)ના રિસર્ચથી સ્વસ્થ બિલાડીમાં જોવા મળતા બેક્ટેરિયાથી ઉંદરના સ્કિન ઈન્ફેક્શન (skin infection)ના ઉપચારમાં સફળતા મળી છે.

Treating skin infection with Bacteria: દુનિયામાં ઘણી ગંભીર બિમારીઓના ઉપચાર શોધવા માટે રિસર્ચ કરવામાં આવતું હોય છે, જેમાં વિવિધ પ્રકારના પરિક્ષણ કરવામાં આવતા હોય છે. હાલમાં જ ઉંદર અને બિલાડીને લઈને એક રિસર્ચ કરવામાં આવ્યું છે. દૈનિક જાગરણના અહેવાલ અનુસાર, યૂનિવર્સિટી ઓફ કોલિફોર્નિયા સૈન ડિઆગો (university of California San Diego)ના રિસર્ચથી સ્વસ્થ બિલાડીમાં જોવા મળતા બેક્ટેરિયાથી ઉંદરના સ્કિન ઈન્ફેક્શન (skin infection)ના ઉપચારમાં સફળતા મળી છે. રિસર્ચર્સનું માનવું છે કે આ બેક્ટેરિયાની મદદથી કુતરા, બિલાડી અને માણસોના ગંભીર સ્કિન ઈન્ફેક્શન (severe skin infection)નો ઉપચાર કરી શકાય છે.

યૂનિવર્સિટી ઓફ કોલિફોર્નિયા સૈન ડિઆગો સ્કુલ ઓફ મેડિસિનમાં ત્વચા વિજ્ઞાન વિભાગના પ્રોફેસર રિચર્ડ એલ. ગાલો (Richard Gallo)ના નેતૃત્વ હેઠળ કરવામાં આવેલ રિસર્ચ ઈ-લાઈફ (eLife) જર્નલમાં પ્રકાશિત કરવામાં આવી છે. આ ટીમે બેક્ટેરિયાથી ઉપચારની વિવિધ રીતો અપનાવી અને તેમાં એક્સપર્ટાઈઝ મેળવી છે. આ વિશેષ પધ્ધતિ (special method)ને બેક્ટેરિયોથેરાપી (Bacteriotherapy) નામ આપવામાં આવ્યું છે.

સ્કિન બેક્ટેરિયાનું કામ

આપણી ત્વચા પર અસંખ્ય બેક્ટેરિયા હોય છે. તે સ્કિન હેલ્થ, ઈમ્યૂનિટી અને ઈન્ફેક્શન સામે રક્ષણમાં મહત્વની ભૂમિકા ભજવે છે. હેલ્ધી ત્વચા અને માઈક્રોબ્સ (microbes) સામે રક્ષણની ક્ષમતા માટે તેમાં વિવિધતાપૂર્ણ સંતુલન (diversified balance) જરૂરી છે.

આ પણ વાંચો: Jeera Water Benefits: ફટાફટ વજન ઘટાડવાથી લઇને ડાયાબિટીસ સુધોનો રામબાણ ઇલાજ છે જીરાનું પાણી

સારવાર સરળ બનાવવામાં મળશે મદદ

આ મામલો એમઆરએસપી એટલે કે મેથિસિલિન રેઝિસ્ટન્ટ સ્ટેફિલોકોકસ સ્ટૂડઈન્ટરમેડિયસ (Methicillin Resistant Staphylococcus Pseudiintermedius) સાથે પણ જોવા મળે છે. આ પાલતુ પશુઓમાં જોવા મળે છે. જ્યારે પશુ ઘાયલ અથવા બિમાર હોય તો તે સંક્રમિત થઈ જાય છે. એમઆરએસપી એવા રોગજન્ય બેક્ટેરિયા છે, જે એક પ્રજાતિથી બીજામાં બદલાઈને એટોપિક ડર્મેટાઈટિસ અથવા એક્ઝિમા પેદા કરી શકે છે. એમઆરએસપીના નામ પરથી જ એ બાબત સમજી શકાય છે કે તેના પર સામાન્ય એન્ટીબાયોટિકની અસર થતી નથી.

આ પણ વાંચો: દિવાળી પર ટ્રેડિશનલ લુક સાથે દેખાવું છે મોર્ડન, તો આ બોલિવુડ હસિનાઓ પાસેથી લો ટિપ્સ

શોધકર્તાઓએ બિલાડીમાં મળી આવતા એસ. ફેલિસ એટલે કે સ્ટેફિલોકોકસ ફેલિસ (staphylococcus felis) સ્ટ્રેનને ઓળખી કાઢ્યો છે, જે એમઆરએસપીને વધતો અટકાવવામાં અસરકારક છે. તેમણે એ પણ અનુભવ્યું છે કે એસ. ફેલિસનો આ પ્રાકૃતિક સ્ટ્રેન એવા ઘણા બધા એન્ટીબાયોટિક પેદા કરે છે, જે એમઆરએસપીના કોષોને નષ્ટ કરી તેને મારી નાંખે છે અને તેમની સાથે જ ટોક્સિક ફ્રી રેડિકલ્સનું પ્રોડક્શન કરે છે.

ડૉ. ગાલો જણાવે છે કે આ પ્રજાતિમાં માઈક્રોબ્સને મારવાની અદિભુત ક્ષમતા છે અને તે વિવિધ દિશાઓથી હુમલો કરે છે. આ જ કારણે આ એક સારો ઉપચાર સાબિત થઈ શકે છે.
Published by:kuldipsinh barot
First published:

Tags: Health News, Life care, Lifestyle tips, Skin care

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन