કોરોના કાળ (Covid 19 Outbreak)માં લાંબા સમય બાદ સ્પાઇસ જેટ (Spice Jet), ઈન્ડિગો (Indigo) ઉપરાંત અન્ય એરલાઇન્સ કંપનીઓએ સપ્ટેમ્બરથી ફ્લાઇટ્સનું સંચાલન કરવાની વાત કહી છે. જોકે, કેટલીક ફ્લાઇટ્સ પહેલા જ ઓપરેટ થઈ ચૂકી છે. કોરોના કાળમાં જો તમે પણ એરટ્રાવેલ કરવા જઈ રહ્યા છો તો મુસાફરી દરમિયાન આપને અનેક બાબતો અગાઉ કરતાં ઘણી બદલાયેલી લાગશે. સંક્રમણથી બચવા માટે પ્લેનમાં સિટીંગ અરેજમેન્ટથી લઈને મુસાફરોને મળનારી અનેક સુવિધાઓમાં પણ મોટા પરિવર્તન કરવામાં આવ્યા છે. આવો જાણીએ કે કઈ ટિપ્સ અપનાવીને તમે સુરક્ષિત હવાઈ મુસાફરી કરી શકો છો...
માસ્ક અને હાઇજીનનું ધ્યાન રાખોઃ
હવાઈ મુસાફરી દરમિયાન માસ્ક પહેરેલું જ રાખો. અન્ય લોકોથી યોગ્ય અંતર રાખો અને હાથની ચોખ્ખાઈનું પૂરતું ધ્યાન રાખો.
વિન્ડો સીટ છે બેસ્ટઃ
હવાઈ મુસાફરી દરમિયાન સૌથી વધુ વિન્ડો સીટ સુરક્ષિત છે કારણ કે વિન્ડો સીટવાળા મુસાફરો અન્યની તુલનામાં વારંવાર ઊભા નથી થતા.
આ પણ વાંચો, વિદેશી બજારમાં સોનાના ભાવમાં ફરી મોટો કડાકો, જાણો ભારતમાં આજે કેટલું સસ્તું થશે Gold
એક-બીજાના સંપર્કમાં ન આવોઃ
WHO અનુસાર, હવાઈ મુસાફરી દરમિયાન વ્યક્તિની સીટની આગળ, પાછળ અને બાજુની સીટવાળા લોકો પ્રભાવિત થઈ શકે છે. પૂરું પ્લેન નહીં. હવાઈ મુસાફરીના નિયમ એ પ્રકારે બનાવવામાં આવ્યા છે જેથી લોકો એક-બીજાના સંપર્કમાં ન આવે અને કોરોનાનો ખતરો ન રહે.
સીટ બેલ્ટને સ્પર્શ કરવાનું ટાળોઃ
હવાઈ મુસાફરી દરમિયાન પ્લેનની સીટ બેલ્ટની બાકીની ચીજોને સ્પર્શ કરવાથી બચો કારણ કે આ ચીજો કોઈ કોરોના સંક્રમિતની ડ્રોપલેટ્સના કારણે પહેલાથી જ ઇન્ફેક્ટેડ થઈ હોય તો કોરોનાનો ખતરો રહે છે.
આ પણ વાંચો, જાણો શું છે NEET અને JEEની પરીક્ષાઓ માટે સરકારે જાહેર કરેલી ગાઇડલાઇન્સ
પોતાની સીટ પર જ રહોઃ
જો તમે પ્લેનમાં મુસાફરી કરી રહ્યા છો તો વારંવાર પોતાની સીટ છોડીને પ્લેનમાં ફરશો નહીં. આવું કરવું ખતરનાક હોઈ શકે છે.
એર ટ્રાવેલમાં પણ રાખો સોશિયલ ડિસ્ટન્સિંગઃ
પ્લેનમાં મુસાફરીના નિયમ એવા પ્રકારે બનાવવામાં આવ્યા છે જેથી એક-બીજાના સંપર્કમાં ન આવી શકો અને કોરોનાનો ખતર ન રહે.
Published by:Mrunal Bhojak
First published:August 28, 2020, 10:48 am