Home /News /lifestyle /ભારતીય લગ્નની આ 4 રમતો જે તમારા જીવનના સૌથી ખાસ દિવસને બનાવશે વધુ રોમાંચક

ભારતીય લગ્નની આ 4 રમતો જે તમારા જીવનના સૌથી ખાસ દિવસને બનાવશે વધુ રોમાંચક

વિશાળ, ભવ્ય ભારતીય લગ્નો માત્ર તેમના ઐશ્વર્ય માટે જ નહીં, પરંતુ તેમાં થતા આનંદ- પ્રમોદ માટે પણ પ્રખ્યાત છે (પ્રતિકાત્મક તસવીર)

Wedding games - લગ્નની આ રમતો દંપતીને એકબીજા સાથે સહજતાની અનુભૂતિ કરાવવામાં મદદ કરવાનો અને તમામ ધાર્મિક વિધિઓ અને રિવાજો વચ્ચે થોડી હળવાશની પળો આપવાનો એક સારો રસ્તો પણ છે

વિશાળ, ભવ્ય ભારતીય લગ્નો માત્ર તેમના ઐશ્વર્ય માટે જ નહીં, પરંતુ તેમાં થતા આનંદ- પ્રમોદ માટે પણ પ્રખ્યાત છે. વિશાળ ફૂડ મેનૂ, ઝાકઝમાળ લગ્ન રીસેપ્શન અને સૌથી પ્રખ્યાત લગ્નમાં થતી નોકઝોક કે જે થવી લગ્નપ્રસંગોમાં એકદમ બેઝિક વાત છે. લગ્ન (marriage)પ્રસંગોએ યુગલો અને તેમના પરિવારો તેમના મહેમાનોને ખુશ કરવા માટે હદપારના પ્રયાસો કરે છે. લગ્નની આ રમતો દંપતીને એકબીજા સાથે સહજતાની અનુભૂતિ કરાવવામાં મદદ કરવાનો અને તમામ ધાર્મિક વિધિઓ અને રિવાજો વચ્ચે થોડી હળવાશની પળો આપવાનો એક સારો રસ્તો પણ છે. તમારા મહત્વના દિવસને વધુ રોચક બનાવવા અને તેમાં થોડી ધમાલ ઉમેરવા અમે અહીં તમારા માટે 4 ભારતીય લગ્નની રમતો લાવ્યા છીએ.

જીજા-સાળીની જૂતા છુપાઈની રમત


દુલ્હનની બહેનપણીઓ અને બહેનો જૂતા ચોરીની પરંપરાગત રમત રમીને ખૂબ જ આનંદ માણી શકે છે. ભારતીય પરિવારોમાં આ પરંપરાગત અને રમૂજી રિવાજનું પાલન અવશ્ય થાય છે. આ પ્રથાનો ઉદ્દેશ્ય અનુસાર વરરાજાના પગરખાંની ચોરી કરવાનો છે, જે તે ભારતીય રિવાજ અનુસાર મંડપમાં જતા પહેલાં ઉતારે છે. કન્યાની બહેનોનું ગ્રુપ આ ચોરી કરેલા જૂતાના પાછા આપવાના બદલામાં રોકડ અથવા ભેટ આપવાની વિનંતી કરે છે.

દંપતિ માટેની શૂ ગેમ


તેનો ઉદ્દભવ પશ્ચિમની સંસ્કૃતિમાં થયો છે પણ આ રમત ભારતીય નવપરિણીત યુગલોમાં ઝડપથી પ્રિય બની રહી છે, કારણ કે તે તેમના સંબંધોને મજબૂત બનાવવામાં મદદ કરે છે. તેમના મહેમાનોની સામે, યુગલો પોતાના જૂતામાંથી એક અને તેમના પતિ કે પત્નીના એક જૂતાને એક પછી એક લઈને ખુરશીમાં બેસે છે. પછી જોડીને યજમાન દ્વારા તેમના સંબંધ વિશે કેટલાક પ્રશ્નો પૂછવામાં આવે છે અને ટિપ્પણીઓ કરવામાં આવે છે અને તેમને તેમના જવાબમાં સૌથી સારી રીતે બંધબેસતા જૂતાને હવામાં ઉછાળવાના હોય છે.

આ પણ વાંચો - મહેંદીમાં મિક્સ કરો આ વસ્તુ, ફટાફટ વધશે ગ્રોથ અને વાળ થશે સિલ્કી

કેરાઓકે નાઈટ (The Karaoke night)


કેરાઓકે નાઇટનું આયોજન કરીને લગ્નની સંગીત અને કોકટેલ ઇવેન્ટને વધુ મનોરંજક બનાવી શકાય છે. તમારા કેટલાક અતિથિઓને દિલથી ગીતો ગાતા હશે, જ્યારે કે અન્ય કેટલાક લોકો તેમના ડ્રિંક્સ પીતા પીતા તેમને પ્રોત્સાહિત કરતા હશે એ જોઈને તમને આનંદ થશે. વર-વધુના પરિવારો બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક સાથે ચાલતી સંગીતની ઇવેન્ટને મન ભરીને માણે છે. મહેમાનો માટે આ રમત એક આઇસબ્રેકર તરીકે પણ કામ કરી શકે છે. જેથી તેઓ એકબીજા સાથે આસાનીથી હળીભળી શકે.

ટગ ઓફ વોર(Tug-of-war)


તમારા લગ્નમાં કુટુંબ અને મિત્રો સાથે ટગ-ઓફ-વોરની ક્લાસિક રમતનું આયોજન કરો. વર અને વધૂના ગ્રુપ વચ્ચે હરીફાઈ કરીને આને કદાચ વધુ રમુજી અને મનોરંજક બનાવી શકાય છે. પ્રતિસ્પર્ધીઓ સામે તમારી ટીમની તાકાત ટકાવી રાખવી અને સામેની ટીમને ફિનિશ લાઇનથી બહાર ધકેલવાની ઘણી મજા આવશે. ભારતીય લગ્નો માટે આ એક જબરદસ્ત ગેમ છે, કારણ કે તે તમારા મિત્રો, બાળકો અને વડીલો સહિત લગભગ દરેક જણ દ્વારા રમી શકાય છે.

ઉપરોક્ત રમતોનો ઉપયોગ પરિવાર અને કુટુંબીજનોમાં સ્નેહ અને મિત્રતા વધારવા માટે પણ થઈ શકે છે.
First published:

Tags: Lifestyle, Lifestyle News

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन