ઘરનું બજેટ ન બગડે તે માટે રાખો આ 4 વાતોનું ધ્યાન

બજેટ એક એવો શબ્દ છે જે, જેને જો આપણે સારી રીતે સમજી શકીએ અને મેનેજ કરી શકીએ તો ઘરમાં ક્યારેય પૈસાની તંગી નથી આવતી

News18 Gujarati
Updated: July 5, 2019, 4:05 PM IST
ઘરનું બજેટ ન બગડે તે માટે રાખો આ 4 વાતોનું ધ્યાન
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: July 5, 2019, 4:05 PM IST
ઘરનું બજેટ ન બગડે, તે માટે રાખો આ વાતોનું ધ્યાન

Indian Union Budget 2019 : કેન્દ્ર સરકારના બીજા કાર્યકાળનું આજે પ્રથમ બજેટ છે. ફાયનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમન દ્વારા આ આજે લોકસભામાં બજેટ રજૂ થઈ રહ્યું છે. આ બજારમાં ખેડૂતો અને મધ્યમ વર્ગના પરિવાર માટે ઘણા આનંદદાયક સમાચાર આવી શકે છે. જો સામાન્ય ભાષામાં સમજીયે તો બજેટનો અર્થ થાય છે આવક-ખર્ચ. 'બજેટ' એક એવો શબ્દ છે જેને જો આપણે સારી રીતે સમજી શકીએ અને મેનેજ કરી શકીએ તો ઘરમાં કદી પૈસાની તંગી નથી આવતી અને આપણે આપણા આગામી ભવિષ્યને પણ સુરક્ષિત રાખી શકીશું. તો આવો જાણીએ કેટલીક એવી વોતો જેનાથી તમારું બજેટ ન વિખેરાય..

રોકાણ કરો: લોકોનું સૌથી મોટું નુકસાન એ છે કે તે રોકાણનું મહત્વ નથી સમજી શકતા. ઘણી વાર લોકો રોકાણના નામ પર પોતાની સંપૂર્ણ જમાપૂંજી એક જ જગ્યા પર લગાવે છે, તેનાથી ઘણી વખત તેમને ભારે નુકસાન થાય છે. રોકાણ અલગ અલગ જગ્યાઓમાં કરવું જોઈએ. જેથી પૈસા સંપૂર્ણ રીતે ડૂબવાનો કે ભારે નુકસાનનો ભય ન રહે. શેરબજારની પૂરી માહિતી અને તેના જ્ઞાનીઓની સલાહથી તમે શેરબજારમાં પણ રોકાણ કરી શકો છો. પરંતુ સંપૂર્ણ પૈસા અહીં રોકવાનું ટાળો.

મૉલમાં શોપિંગથી બચો: મૉલમાં એક જ જગ્યાએથી બધી વસ્તુ સરળતાથી ઉપલબ્ધ થઈ જાય છે, પરંતુ જો આપણે ઘરની પાસેની કોઈ દુકાનમાંથી ખરીદી કરીશું તો તે વસ્તુઓ આપણને મૉલથી ઓછી કિંમતે મળી શકે છે.

બચત કરો: જીવનમાં કોઈને કોઈ ઈમરજન્સી અવશ્ય આવતી રહે છે. તેથી સારું રહેશે કે આપણે તે માટે પહેલેથી જ તૈયાર રહીએ અને થોડી થોડી બચત કરીએ. જેથી જ્યારે પણ અચાનક આપણને પૈસાની જરૂર પડે તો આપણે કોઈ પાસે ઉધાર ન લેવા પડે.

ચોમાસામાં તો ડુમ્મસ ઘણાં લોકો ખાસ આ ભજીયાં ખાવા જ જાય છે
લિસ્ટ બનાવો: શોપિંગ કરતા પહેલાં તે વસ્તુઓની એક યાદી બનાવો, જેની તમને વાસ્તવિકત માં જરૂર છે. આ યાદી અનુસાર ખરીદી કરો. ઘણી વખત એવું થાય છે કે બજારમાં આપણે કોઈ એક અથવા બે ચીજ ખરીદવા જઈએ છીએ. પરંતુ કંઇક સારું દેખાઈ જવા પર વિચાર્યા વગર તેને ખરીદી લઈએ છે. આમ કરવાથી બજેટ વિખાઈ જાય છે.
First published: July 5, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...