ભારતીય વૈજ્ઞાનિકોએ બનાવ્યું પુરુષો માટે ગર્ભનિરોધનક ઇન્જેક્શન

પ્રતિકાત્મક તસવીર

હવે પુરુષો પણ ગર્ભનિરોધકમાં બરોબરની જવાબદારીઓ નિભાવી શકશે. દુનિયાનું પહેલું મેલ બર્થ કંટ્રોલ એટલે કે પુરુષો માટે ગર્ભનિરોધક ઈન્જેક્શન તૈયાર કરવામાં આવ્યું છે.

 • Share this:
  જ્યારે ગર્ભનિરોધકની (Contraceptive) વાત આવે ત્યારે મોટાભાગે લોકો મહિલાઓની જવાબદારી માનવામાં આવે છે. જો પુરુષો કોન્ડમનો (Condom) ઉપયોગ ન કરે તો મહિલાઓને ગર્ભથી બચવા માટે ગર્ભનિરોધકની અલગ અલગ રીતોનો ઉપયોગ કરવો પડે છે. જેમાં ગર્ભનિરોધક ગોળીઓ, કોન્ટ્રેસેપ્ટિવ રિંગ લગાવવી, આઈયુડી એટલે કે ઇન્ટ્રાયૂટ્રાઈન ડિવાઈસ લગાવવું કે પછી ઇમરજન્સી કોન્ટ્રેસેપ્ટિવ ગોળીઓનો સમાવેશ થાય છે.

  હવે પુરુષો પણ ગર્ભનિરોધકમાં બરોબરની જવાબદારીઓ નિભાવી શકશે. દુનિયાનું પહેલું મેલ બર્થ કંટ્રોલ એટલે કે પુરુષો માટે ગર્ભનિરોધક ઈન્જેક્શન (Injection) તૈયાર કરવામાં આવ્યું છે.

  આ પણ વાંચોઃ-OMG! પતિ-પત્નીના ઝઘડામાં સસરાએ કાપી નાખ્યું જમાઈનું ગુપ્તાંગ

  બર્થ કંટ્રોલ ઇન્જેક્શન 13 વર્ષો સુધી અસર કરશે
  પુરુષોના groin એટલે કે પેટ અને જાંઘની વચ્ચેના ભાગ જેને પેડ કહેવાય છે તેમાં સીધું જ આપવામાં આવે છે. આ ઈન્જેક્શનનું ક્લિનિકલ ટ્રાયલ પણ સફળ રહ્યો છે. એક વખત આ ઈન્જેક્શન લગાવ્યા પછી બર્થ કંટ્રોલની આ રીતે 13 વર્ષ સુધી અસર કરશે.

  આ પણ વાંચોઃ-માત્ર 66 રૂપિયામાં આ હોટલમાં મળશે રૂમ, પરંતુ કરવું પડશે આ કામ

  આ ઈન્જેક્શન શરીરમાં એક પૉલિમર નાંખશે જેનાથી સ્પર્મને ટેસ્ટિકલ્સ બહાર નીકળવાથી રોકી શકાય છે. પુરુષોની ટ્રેડિશનલ નસબંધી રોકવા માટે આ ઈન્જેક્શનને તૈયાર કરવામાં આવ્યું છે. આ ઈન્જેક્શનને લોકસ એનાસ્થિસિયાના ડોઢ સાથે લગાવવામાં આવ્યા છે.

  આ પણ વાંચોઃ-ખોવાયેલા ફોનને હવે Xiaomiના સ્માર્ટ બેન્ડથી સરળતાથી શોધો! કિંમત જાણો

  ICMRના વૈજ્ઞાનિકોએ તૈયાર કર્યું આ ઈન્જેક્શન
  આ ઈન્જેક્શને ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચના (ICMR) વૈજ્ઞાનિકોએ તૈયાર કર્યું છે. આ મેલ કોન્ટ્રસેપ્ટિવ ઈન્જેક્શનનો ત્રણ રાઉન્ડ ક્લિનિકલ ટ્રાયલ સંપૂર્ણરીતે સફળ રહ્યો છે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે, આને ક્લિનિકલ ટ્રાયલ અંતર્ગત 300 દર્દીઓ ઉપર કરવામાં આવ્યું છે. જેમાં કોઈપણ પ્રકારની સાઈડ ઇફેક્ટ દેખાઈ નહીં. હિન્દુસ્તાન ટાઈમ્સના છપાયેલા રિપોર્ટ પ્રમાણે વૈજ્ઞાનિકોનો દાવો છે કે, એકવાર લગાવ્યા પછી આ ઈન્જેક્શન 13 વર્ષ સુધી અસર કરશે.
  Published by:ankit patel
  First published: