જન્મદિવસ વિશેષ: દેશની આઝાદી માટે પોતાની લેખન કળા પણ સમર્પિત કરી દીધી હતી બિસ્મિલે

જન્મદિવસ વિશેષ: દેશની આઝાદી માટે પોતાની લેખન કળા પણ સમર્પિત કરી દીધી હતી બિસ્મિલે
ફાઇલ તસવીર

બિસ્મિલ ચંદ્રશેખર આઝાદ અને ભગતસિંહ સાથે જોડાયા અને કાકોરી ષડયંત્રમાં મહત્વની ભૂમિકા ભજવી.

  • Share this:
ભારતની આઝાદીની લડતમાં ફાળો આપનારા ક્રાંતિકારીઓમાં પંડિત રામ પ્રસાદ બિસ્મિલનું નામ ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ સાથે લેવામાં આવે છે. આજે એટલે કે 11 જૂને બિસ્મિલનો જન્મદિવસ છે. એક લેખક તરીકે બિસ્મિલ ઘણી ભૂમિકામાં રહ્યા પરંતુ તેમનું મુખ્ય કાર્ય દેશના યુવાનોને પ્રેરણા આપવાનું હતું, જેમાં તે હંમેશા સફળ રહ્યા. પોતાના લખેલા પુસ્તકો વેચીને ક્રાંતિ માટે શસ્ત્રો ખરીદનારા બિસ્મિલ દેશના યુવાનો માટે હંમેશા પ્રેરણારૂપ રહ્યા છે.

બિસ્મિલ માત્ર ક્રાંતિકારી જ નહોતાબિસ્મિલનો જન્મ ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં 1897માં બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેની માતાનું નામ મૂલારાની અને પિતાનું નામ મુરલીધર હતું. બહુ ઓછા લોકો જાણે છે કે તેઓ ક્રાંતિકારી હોવા ઉપરાંત, કવિ જ નહીં, લેખક, સાહિત્યકાર, ઇતિહાસકાર અને બહુભાષી અનુવાદક પણ હતા. તેમણે લેખન અને કવિતાઓ માટે રામ અને અજ્ઞાત ઉપનામ પણ રાખ્યા હતા.

COVID-19 in India: સતત ચોથા દિવસે કોરોનાના એક લાખથી ઓછા કેસ, 3403 સંક્રમિતોની મોત

પુસ્તકોમાંથી આવકનો ઉપયોગ

કહેવાય છે કે બિસ્મિલ વિશ્વના એકમાત્ર ક્રાંતિકારી હતા, જેમણે પોતાના પુસ્તકોના વેચાણમાંથી મળેલી રકમનો ઉપયોગ ક્રાંતિકારી કાર્ય માટે કર્યો હતો. પરિણામે બ્રિટીશરોએ તેના બધા પુસ્તકો જપ્ત કરી લીધા હતા. બિસ્મિલનું એક પણ પુસ્તક આજે ઉપલબ્ધ નથી. તેમણે તેમના 30 વર્ષના ટૂંકા જીવનકાળમાં 11 પુસ્તકો પ્રકાશિત કર્યા હતા.

પરમાનંદને ફાંસી અને પરિવર્તન

બિસ્મિલના ક્રાંતિકારી બનવાનો શ્રેય આર્ય સમાજ અને તેમના સમયના વૈદિક ધર્મના અગ્રણી પ્રચારકોમાંના એક ભાઈ પરમાનંદને 1913માં અપાયેલી ફાંસીની સજાને આપવામાં આવે છે. અમેરિકાના કેલિફોર્નિયામાં ભાઈ પરમાનંદ તેમના બાળપણના મિત્ર લાલા હરદયાલની ગદર પાર્ટીમાં સક્રિય થયા પછી સ્વદેશ પરત ફરતા જ ગદરના પ્રખ્યાત ષડયંત્ર કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી અને ફાંસીની સજા આપવામાં આવી હતી. સજાથી નારાજ બિસ્મલે 'મેરા જનમ' નામની કવિતાની રચના કરી અને બ્રિટીશ શાસનનો નાશ કરવાનો સંકલ્પ કરીને ક્રાંતિકારી બન્યા હતા.

શ્રીલંકા પ્રવાસ પહેલા ભારતીય ટીમની જાહેરાત, શિખર ધવન કેપ્ટન, ચેતન સાકરીયા અને પડિક્કલને મળી તક

બિસ્મિલ ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં મગ્ન થઇ ગયા હતા

ભાઈ પરમાનંદની ફાંસી જેલની સજામાં ફેરવાઈ હતી અને પછીથી તેઓને મુક્ત પણ કરવામાં આવ્યા હતા, પરંતુ 1920માં તેઓને મુક્ત કરવામાં આવ્યા બાદ બિસ્મિલની દુનિયા સંપૂર્ણપણે બદલાઈ ગઈ હતી. આ પહેલા તેમણે બ્રિટિશરો વિરુદ્ધ ઘણા કામ કરીને કરીને તેઓને હાથતાળી આપી ચુક્યા હતા. બિસ્મિલના જીવનમાં કાકોરી કાંડ સાથે મૈનપુરી ષડયંત્ર પણ એટલું જ મહત્વનું છે.

જાણો, મૈનપુરી ષડયંત્ર વિશે

બિસ્મિલે ઓરૈયાના ક્રાંતિકારી પંડિત ગેંદાલાલ દિક્ષિત સાથે મળીને ઘોડેસવારો અને હથિયારોથી સજ્જ સૈનિકો સાથે માતૃદેવી સંગઠન હેઠળ બ્રિટિશરો વિરુદ્ધ આંદોલન કર્યું. કહેવાય છે કે આ એક એન્કાઉન્ટરમાં 50 બ્રિટિશ સૈનિકો માર્યા ગયા હતા. આ અભિયાનમાં બિસ્મિલની સંગઠનાત્મક અને નેતૃત્વની ક્ષમતાઓ ઉભરી આવી, જેમાં ઘણા યુવાનોએ બિસ્મિલને સ્વતંત્રતા સંગ્રામમાં ટેકો આપ્યો.

અંગ્રેજોના હાથમાં ન આવ્યા બિસ્મિલ

આ દરમિયાન બિસ્મિલની સંદેશ અને મૈનપુરીની પ્રતિજ્ઞા નામની કવિતા ખૂબ પ્રખ્યાત થઈ. ત્યારબાદ બ્રિટિશરો તેમની પાછળ પડી ગયા અને એક બાતમીદારની વિશ્વાસઘાતને લીધે, એક લડાઇમાં 35 ક્રાંતિકારીઓ શહીદ થયા અને આંદોલનની નિષ્ફળતા પછી બિસ્મિલને બે વર્ષ ભૂગર્ભમાં જવું પડ્યું. પરંતુ તેઓ અંગ્રેજોના હાથમાં ન આવ્યા. 1918માં ક્રાંતિકારીઓ સાહિત્ય વેચવા કોંગ્રેસના અધિવેશનમાં પહોંચ્યા, પરંતુ પોલીસ દરોડાને કારણે તેઓ ફરીથી ત્યાંથી છટકી ગયા.આ બાદ બિસ્મિલ ચંદ્રશેખર આઝાદ અને ભગતસિંહ સાથે જોડાયા અને કાકોરી ષડયંત્રમાં મહત્વની ભૂમિકા ભજવી. ચળવળના બધા સભ્યો બિસ્મિલના વ્યક્તિત્વના પ્રશંસક હતા. તેમને 19 ડિસેમ્બરે અશફાક ઉલ્લાહ ખાન, રાજેન્દ્રનાથ લાહિરી અને રોશન સિંહ સાથે ફાંસી આપવામાં આવી હતી.
Published by:News18 Gujarati
First published:June 11, 2021, 10:43 IST

ટૉપ ન્યૂઝ