અમેરિકા ફરવા જવા ઇચ્છતા લોકો માટે ખુશખબર, IRCTC લાવ્યું પેકેજ

News18 Gujarati
Updated: March 25, 2019, 7:34 AM IST
અમેરિકા ફરવા જવા ઇચ્છતા લોકો માટે ખુશખબર, IRCTC લાવ્યું પેકેજ

  • Share this:
જો તમે અમેરિકા ફરવા જવા માગતા હોય તો આ તમારા માટે બેસ્ટ ટૂર પેકેજ છે. IRCTC (ઇન્ડિયન રેલવે કેટરિંગ અને ટૂરિઝમ કોર્પોરેશન) મુંબઈ યૂએસએનું ટૂર પેકેજ ઓફર કરી રહ્યું છે. આ પેકેજનું નામ 'યૂએસએ પેનોરમા' છે. યુએસએ 50 રાજ્યોનું ફેડરલ ગણરાજ્ય છે.

આ ટૂરની શરૂઆત મુંબઈથી થશે અને આ હવાઈ યાત્રા દ્વારા થશે. આ ટૂર પેકેજ દરમિયાન તમને વોશિંગ્ટન, ન્યૂયોર્ક, વોશિંગ્ટન-નીગ્રા(બફેલો), સાન ફ્રાંસિસ્કો, લાસ વેગાસ, લોસ એન્જલસ ફરવાની તક મળશે. આ પેકેજ 12 રાત અને 13 દિવસનું છે.

જો તમે આ ટૂર પર એકલા જવાનું વિચારી રહ્યા હોય તો તમારે 3 લાખ 69 હજાર 390 રૂપિયા ચૂકાવવા પડશે. ત્યાં જ બે લોકો માટે ટૂરના વ્યક્તિ દીઠ 2 લાખ 97 હજાર 990 હશે. આ ટૂરમાં 2થી 11 વર્ષના બાળકો માટે અલગથી બેડ લેવા પર 2 લાખ 74 હજાર 390 રૂપિયા ચૂકવવા પડશે. ત્યાં જ 2 વર્ષ સુધીના બાળકો માટે ચાર્જ ટૂર પેકેજની બુકિંગ સમયે આઈઆરસીટીસીની વેબસાઈટ પર કેશ જમા કરાવવા પડશે.
First published: March 24, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading