Home /News /lifestyle /

35 વર્ષની વર્જિન યુવતીએ કહ્યું- ‘લગ્ન પહેલા તો શારીરિક સંબંધ નહીં જ બાંધુ...

35 વર્ષની વર્જિન યુવતીએ કહ્યું- ‘લગ્ન પહેલા તો શારીરિક સંબંધ નહીં જ બાંધુ...

યુવતીએ કહ્યું - વન નાઈટ સ્ટેન્ડ જેવા શબ્દો મને ડરાવે છે

Relationship - ભારતીય મૂળની અમેરિકન યુવતીએ કહ્યું- મારા જીવનમાં મેં જે નવ લોકોને ડેટ કર્યા છે તે બધા બેવકૂફ નીકળ્યા

હાલનો સમય ખૂબ ઝડપી છે. સમયની આ ઝડપ સાથે સંતુલન ન જાળવે તેવા સંબંધો સરળતાથી તૂટી જતા હોય છે. આ કારણે આજના યુવક યુવતીઓ વધુ મુક્ત વિચારસરણી ધરાવે છે અને તેમને સેક્સ જેવા શબ્દોનો આજની પેઢીને છોછ નથી. હવે પશ્ચિમી દેશોની (Western countries)જેમ ભારતમાં (India)પણ સેક્સ કરવા માટે લગ્ન (marriage)થયા છે કે નહીં? તે વાતને ધ્યાનમાં લેવાતી નથી. જોકે, ખૂબ ઓછા લોકો આજે પણ લગ્ન પહેલા સેક્સ કરવા માંગતા નથી. 35 વર્ષની ભારતીય-અમેરિકન મહિલાના વિચાર પણ કંઈક આવા જ છે. તેમનું કહેવું છે કે, તેમની ઉંમર ભલે ગમે તેટલી થઈ જાય, તે લગ્ન પહેલા સેક્સ નહીં જ કરે, તે પોતાના મૂલ્યો અને શરતો પર જ સંબંધોમાં આગળ વધશે.

વન નાઈટ સ્ટેન્ડ જેવા શબ્દો મને ડરાવે છે


તેઓ કહે છે કે, વન નાઈટ સ્ટેન્ડ જેવા શબ્દો મને ડરાવે છે. ફ્રેન્ડ વિથ બેનિફિટ અને નો સ્ટ્રીનગ્સ એટેચ રિલેશનશિપ મારા માટે નથી. હું મારા જીવનસાથીની શોધમાં છું. ભારતના પારંપરિક મૂલ્યોને અપનાવીને મને ખુશી થઈ રહી છે. ભારતમાં મારા માતાપિતા મોટા થયા છે અને લગ્ન પહેલા સેક્સ ભારતમાં હજી પણ વર્જિત છે. તેઓ વધુમાં કહે છે કે, હું મોટી થઈ રહી હતી, ત્યારે મારા માતાપિતાએ ક્યારેય સેક્સ વિશે વાત કરી ન હતી. હું અને મારી બહેન 90ના દાયકાની બોલિવૂડ ફિલ્મો જોઈએ છીએ. અમને તે પસંદ છે. હું રટગર્સ યુનિવર્સિટીમાંથી સ્નાતક થઈ છું. તે સમયે હું મારા પરિવાર સાથે રહેતી હતી. મારા પિતા પૂછતા કે કૉલેજ કેમ્પસમાં શું થાય છે? શું વિદ્યાર્થીઓ એકબીજાની સાથે ઊંઘે છે?

તેઓ વધુ કહે છે કે, વર્ષ 2009માં હું ગ્રેજ્યુએશન કરી રહી હતી, ત્યારે મારા પિતા મને કૉલેજથી ઘરે આવતી વખતે મારા એરેન્જ્ડ મેરેજ પ્લાન્સ કહેતા હતા. હું માત્ર 23 વર્ષની હતી અને કહેતી કે, તમે મને ક્યારેય બોયફ્રેન્ડ પણ બનાવવા નથી દેતા. તે કહેતા કે, હું તારા માટે કોઈકને શોધી કાઢીશ. અત્યારે તમામ પ્રકારની ભારતીય મેટ્રિમોનિયલ વેબસાઇટ્સ છે. આ વાતમાં હું ના પાડી દેતી હતી.

આ પણ વાંચો - શું બ્રા પહેરવાથી બ્રેસ્ટ કેન્સર થાય છે? જાણો નિષ્ણાંત પાસેથી તેનો જવાબ

તેઓ કહે છે કે, મારા પિતા ઇચ્છતા હતા કે હું ડેટિંગ વેબસાઇટ પર મારી પ્રોફાઇલ પર લખું કે હું ભારતીય મૂળની છું. મારા પિતાએ નક્કી કર્યું કે તેઓ મારા માટે અમેરિકામાં ભારતીય મૂલ્યો હોય તેવો કોઈ જીવનસાથી શોધી કાઢશે. તેમણે ન્યૂ જર્સીમાં અમારા ઘરે ડોકટરો અને વકીલો સાથે મારો પરિચય કરાવવાનો પ્રયત્ન કર્યો પણ હું તેમને ક્યારેય મળી નહીં. તેઓ મારા માટે જીવનસાથી નક્કી કરી શકે તે બાબતે મને મારા પિતા પર વિશ્વાસ ન હતો. તે પોતાના જેવા કોઈને પસંદ કરવા માગતા હતા. મારા પિતાએ અરેન્જ મેરેજ કર્યા હતા અને તેમાં ઘણી મુશ્કેલીઓ હતી. તેઓ ઉમેરે છે કે, હું બંગાળી મૈટ્રીમની ડોટ કોમ જેવી સાઇટ પર મારી પ્રોફાઇલ પોસ્ટ કરવા માંગતી ન હતી.

ઘણા યુવાનો મારા તરફ આકર્ષિત થયા


તેઓ વધુ કહે છે કે, મેં લગભગ 24 થી 29 વર્ષની ઉંમર સુધી વોલ સ્ટ્રીટમાં કામ કર્યું હતું. યુવાનો મારા તરફ આકર્ષિત થયા પણ મને લાગ્યું કે તે પુરુષો ફક્ત મને પથારીમાં લઈ જવા માંગે છે. જો તેઓએ મારો ઉપયોગ ફક્ત સેક્સ માટે કર્યો હોત અને મૂકીને ચાલ્યા ગયા હોત તો મને ખૂબ અપમાનિત લાગ્યું હોત.

તેઓ પોતાના અનુભવ વર્ણવતા કહે છે કે, હું 26 વર્ષની હતી ત્યારે મેં પહેલી વાર ચુંબન કર્યું હતું અને તે અનુભૂતિ અદ્ભુત હતી. પરંતુ બાદમાં વાત આગળ વધી ન હતી. મને લાગે છે કે મારા આદર્શોને કારણે રોમાંસ ક્યારેય આગળ વધ્યો નથી. હું ચાર વર્ષ પહેલાં એક અન્ય વ્યક્તિને મળી હતી. મને તે ખૂબ જ ગમ્યો. એક રાત્રે અમે હોટલના બારમાં ડ્રિન્ક લઈ રહ્યા હતા અને તે રાત માટે એક રૂમ ભાડે લેવા માંગતો હતો. મેં તેને કહ્યું કે, આ મારુ પ્રથમ સેક્સ હશે. આ બાબતે તેણે કહ્યું કે, તને એવી વ્યક્તિ જોઈએ છે જે હંમેશા તમારી સાથે હોય પરંતુ હું તમારી સાથે રહી શકું નહીં. ત્યારબાદ તેણે ક્યારેય મારા ફોન અથવા ટેક્સ્ટનો જવાબ આપ્યો નહીં. આ થયા બાદ હું કોઈ એવા વ્યક્તિ સાથે સેક્સ ન કરું જે મારાથી એકાએક દૂર થઈ જાય તેવી મારી થિયરીને બળ મળ્યું હતું.

તેઓ પોતાના ભૂતકાળના સંબંધો અંગે કહે છે કે, મારા જીવનમાં મેં જે નવ લોકોને ડેટ કર્યા છે તે બધા બેવકૂફ નીકળ્યા. વર્ષ 2017માં હું લોસ એન્જલસ શિફ્ટ થઈ ગઈ, જ્યાં મેં ઇક્વિનોક્સ જિમમાં ફ્રન્ટ ડેસ્ક મેનેજર તરીકે કામ કર્યું હતું. તે સમયે મેં મારી જાતને કહ્યું, બહુ થયું, હવે હું ફક્ત મારા કામને જ પ્રેમ કરીશ. તે કહે છે કે, મેં મારા જીવનમાં નવ લોકોને ડેટ કર્યા હતા. તેઓ મારા દેખાવને જોઈને મારો સંપર્ક કરતા, પરંતુ હું તેમને મારા મૂલ્યો વિશે કહેતી, તો તેઓ ગાયબ થઈ જતા હતા. આમાંના ત્રણ લોકોને તો યુ.એસ. માં કામ કરવા માટે વિઝાની જરૂર હતી, તેના કારણે મને પ્રપોઝ કર્યું હતું. આ વાત મને ખૂબ રમુજી લાગી. આ વાત મારા માટે સ્ટેન્ડ-અપ કોમેડીના કન્ટેન્ટ જેવી હતી.

હું જાન્યુઆરીથી સ્ટેન્ડ અપ કોમેડી કરી રહી છું


હું જાન્યુઆરીથી સ્ટેન્ડ અપ કોમેડી કરી રહી છું. હું મારી જાત પર પણ હસું છું કારણ કે હું મિલેનિયલ અને વર્જિન છું. ભારતમાં એક કહેવત છે ક, તમે જે રીતે નૃત્ય કરો છો તે બતાવે છે કે તમે કેવી રીતે પ્રેમ કરશો. હું ખૂબ સારી ડાન્સર છું, તેથી હું પ્રેમની દ્રષ્ટિએ અદ્ભુત બનીશ. તેઓ કહે છે કે, મારે પણ પાર્ટનરની જરૂર છે. હું એકલતામાં રડું છું. હું છેલ્લા એક દાયકાથી મારો દરેક જન્મદિવસ એકલા જ ઉજવું છું. મને ક્યારેક પ્રશ્ન થાય છે કે, મારા મૂલ્યોને કારણે પુરુષો મારાથી અંતર રાખતા હોવાના કારણે મારા ક્યારેય લગ્ન નહીં થાય. જ્યારે હું મોટી થઈ રહી હતી, ત્યારે કૌમાર્યને ગુણ માનવામાં આવતું હતું

મેં હજી સુધી લગ્ન કર્યા નથી તે વાત મારા પિતા માટે શરમજનક છે. આ વર્ષે માર્ચમાં દિલ્હીમાં મારી દાદીના અંતિમ સંસ્કારમાં અમારો પરિવાર એકસાથે હતો. એ વખતે મારા પિતાએ બધાને મારા લગ્ન અમેરિકામાં થઈ ગયા હોવાનું જૂઠું કહ્યું હતું. તેઓ અંતમાં ઉમેરે છે કે, મારા જેવા લોકોની મજાક ઉડાવવામાં આવે છે, પરંતુ હું યુવતીઓ અને યુવકોને સમાજના દબાણ સામે હથિયાર મૂકે નહીં તે માટે પ્રેરિત કરવા માંગુ છું.
First published:

Tags: Lifestyle, Lifestyle News

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन