આમળાનો આ ફેસપેક તમારા ચહેરાની કાળશ દૂર કરી લાવશે નિખાર

News18 Gujarati
Updated: February 18, 2020, 5:59 PM IST
આમળાનો આ ફેસપેક તમારા ચહેરાની કાળશ દૂર કરી લાવશે નિખાર
આમળા

  • Share this:
આમળા સ્વાસ્થય માટે લાભદાયક છે. તેમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. વળી તે કાર્બોહાઇડ્રેટ અને ફાઇબરનું પણ સારું સ્ત્રોત માનવામાં આવે છે. શિયાળામાં ખાસ આમળાનું સેવન કરવામાં આવે છે. અને તેને પાચન તંત્રથી લઇને શરીર માટે લાભકારી માનવામાં આવી છે. ચોક્કસથી આમળાનો રસ કે આમળા ખાવાથી તમારા શરીરને લાભ મળશે. પણ આજે અમે તમને આમળાના એક ફેસપેક વિષે જણાવી રહ્યા છે. જે તમારી ત્વચાને આપશે નિખાર. આ ફેસપેકનો ફાયદો તે છે કે આમળામાં વિટામિન સી ભરપૂર હોય છે જે લાંબા સમય સુધી તમારી ત્વચાને યુવાન અને ચમકતી રાખવામાં મદદરૂપ થઇ શકે છે. વળી તે ચહેરાની કાળશને પણ દૂર કરી સ્કીનને લાઇટ કરવામાં મદદરૂપ થાય છે.

આ માટે તમારે કાચા આમળાના છીણમાં અડધી ચમચી મધ અને એકદમ નાની ચપટી હળદળ મિક્સ કરો. પછી ચહેરાને પાણીથી સ્વચ્છ કરી લો. અને તે પછી આ જાડી પેસ્ટ ચહેરા પર લગાવો. 10 મિનિટ આ પેસ્ટને ચહેરા પર રાખ્યા પછી પાંચ મિનિટ માટે હળવા હાથે મસાજ કરો. અને તે પછી ચહેરાને હૂંફાળા પાણીથી સાફ કરી લો.

આ ફેસપેકથી તમારી ત્વચાની કાળશ પણ જશે અને ત્વચા કોમળ અને ચમકદાર બનશે. સપ્તાહમાં બે વાર તમે આ ફેશપેકનો ઉપયોગ કરી શકો છો. જે જતા શિયાળા તમારા શરીરની કાળાશ ઓછી કરવામાં મદદરૂરપ સાબિત થઇ શકે છે. Disclaimer : ઉપરોક્ત જાણકારી સર્વસામાન્ય માહિતી દ્વારા મેળવવામાં આવી છે. ન્યૂઝ 18 ગુજરાતી તેની પુષ્ટિ નથી કરતું. તેનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત જાણકારીની સલાહ લેવી જરૂરી છે.
First published: February 18, 2020, 5:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading