શારિરીક સંબંધોને લઇને આ રીતે બોલ્ડ બની રહ્યા છે ભારતીય કપલ : સર્વે

News18 Gujarati
Updated: November 21, 2019, 5:37 PM IST
શારિરીક સંબંધોને લઇને આ રીતે બોલ્ડ બની રહ્યા છે ભારતીય કપલ : સર્વે
પ્રતિકાત્મક તસવીર

  • Share this:
ઇન્ટરનેટના કારણે લોકોની લાઇફસ્ટાઇલમાં મોટો બદલાવ આવ્યો છે. લોકો રિયલ લાઇફમાં પણ ફેન્ટસી શોધી રહ્યા છે. આજ કારણ છે કે ભારતીય લોકોની સેક્સ ફેન્ટસી એક અલગ જ દિશામાં જઇ રહી છે. ભારતીય કપલ હવે તેમના બેડરૂમમાં પોતાના સેક્સુઅલ સંબંધોને લઇને ખૂબ જ બોલ્ડ થઇ ગયા છે. અને કંઇક અલગ કે કંઇક નવું કરવાની ચાહના લોકોમાં વધી રહી છે. આજતકમાં છપાયેલી ખબર મુજબ ઇન્ડિયા ટુડે સેક્સ સર્વે 2019માં લોકો પોતાના પાર્ટનર જોડે 'બીડીએસએમ' કરવા તૈયારી બતાવી છે.

શું છે બીડીએસએમ?

સર્વે મુજબ ભારતમાં લોકો બીડીએસએમ એટલે કે સેક્સ દરમિયાન પાર્ટનર સાથે મારપીટ કે ઉગ્ર વ્યવહાર કરવામાં સહમતિ બતાવી છે. ત્યાં જ સેક્સોલોજીસ્ટ માને છે કે આવું કરવાથી લોકોની અંદર સેક્સુઅલ સંબંધોને લઇને અલગ જ એક્સાઇટમેન્ટ નજરે પડે છે. સર્વેમાં ગત 10 વર્ષના આંકડાના આધારે જાણકારી મેળવી હોવાનું જણાવાયું છે. આંકડા દેખ્યા પછી તે સાબિત થાય છે કે ભારતીય કપલમાં સેક્સ લાઇફને લઇને પહેલા કરતા ક્રેઝ વધ્યો છે. 2009માં ખાલી 14 ટકા લોકો પાર્ટનર જોડે બીડીએસએમ કરવા તૈયાર હતા. હવે 80 ટકા લોકોને આનાથી કોઇ વાંધો નથી!

મસાજ કરવો

વર્ષ 2019માં સેક્સુઅલ સંબંધો દરમિયાન પાર્ટનર સાથે મારપીટ કરવામાં 57 ટકા લોકો સહમતિ બતાવી હતી. જ્યારે 31 ટકા લોકો આજે પણ પાર્ટનર સાથે આવું કરતા હસે છે. હવે ભારતમાં બીડીએમએસ કરનાર લોકોની કમી નથી. 31 ટકા લોકો આ પ્રક્રિયા દરમિયાન પાર્ટનરને હાથથી પીટવું, થપ્પડ મારવી કે લગામથી મારવાની વાતને સામાન્ય સમજે છે. એકલા જયપુરમાં જ 50 ટકા લોકો શારિરીક સંબંધ દરમિયાન પાર્ટનરને થપ્પડ મારવા અને વાળ ખેંચવા તૈયાર છે.
વળી ભારતના લોકો શારિરીક સંબંધો બાંધતી વખતે એકબીજાને મસાજ કરવાનું પણ પસંદ કરે છે. ખાલી ઇન્દોરમાં જ 85 ટકા લોકો શારિરીક સંબંધ દરમિયાન પાર્ટનરને મસાજ કરવા તૈયાર છે. નાના શહેરના લોકો પણ હવે આ બધી વાતોથી વાકેફ છે. અને 82 ટકા કપલ્સ બંધ દરવાજે એક બીજાને મસાજ કરવા તૈયાર છે.અંધારામાં પ્રેમ

60 ટકા લોકોએ કહ્યું કે તેમને અંધારા શારિરીક સંબંધ બાંધવો વધુ ગમે છે. આ સંખ્યામાં મોટા ભાગની મહિલાઓ હતી. વળી 64 ટકા મહિલાઓનું કહેવું હતું કે તે લાઇટ બંધ થઇ જવાથી પાર્ટનર સાથે વધુ કર્મફર્ટ અનુભવે છે. જો કે આ સર્વેમાં સૌથી ચોંકવનારી વાત એ બહાર આવી કે હવે લોકોને થ્રીસમ કરવામાં પણ વાંધો નથી.

થ્રીસમ!

લગભગ 23 ટકા લોકોનું કહેવું છે કે તેમને ત્રણ લોકોની સાથે મળીને શારિરીક સંબંધ બાંધવામાં કોઇ વાંધો નથી. અને આવું વિચારવામાં 19 ટકા મહિલાઓ પણ સામેલ છે. ભુવનેશ્વરમાં 40 ટકા લોકોએ થ્રીસમ સામે કોઇ પરેશાની ન હોવાની વાત કહી છે. ભુવનેશ્વરમાં લગભગ 75 ટકા કપલ્સ સવારે ઉઠીને શારિરીક સંબંધ બાંધવાનું પસંદ કરે છે.
First published: November 21, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading