દેશભરમાં થઈ રહી છે સેનામાં ભરતી, તમે કર્યું એપ્લાય?

News18 Gujarati
Updated: December 26, 2018, 7:27 AM IST
દેશભરમાં થઈ રહી છે સેનામાં ભરતી, તમે કર્યું એપ્લાય?
પ્રતિકાત્મક તસવીર

આ ભરતી રેલી વિભિન્ન પદો જેમ કે સોલ્જર જનરલ ડ્યૂટી, સોલ્જર ટેક્નિકલ, સોલ્જર નર્સિંગ આસિસ્ટન્ટ, સોલ્જર ક્લાર્ક, સોલ્જર ટ્રેડ્સમેન વગેરે પદો માટે થવાની છે.

  • Share this:
જો તમે ભારતીય સેનામાં જોઈન તવા ઈચ્છી રહ્યા હોવ તો તમારા માટે અત્યારે સારો મોકો છે. ભારતીય સેનાની ભરતી રેલી દેશભરમાં આયોજીત થઈ રહી છે. ઈન્ડીયન આર્મીની ભરતી આસામ, કાલીકટ, ગયા, ટીકમગઢમાં થવાની છે.

આ ભરતી રેલી વિભિન્ન પદો જેમ કે સોલ્જર જનરલ ડ્યૂટી, સોલ્જર ટેક્નિકલ, સોલ્જર નર્સિંગ આસિસ્ટન્ટ, સોલ્જર ક્લાર્ક, સોલ્જર ટ્રેડ્સમેન વગેરે પદો માટે થવાની છે. ઈચ્છુક કેન્ડીડેટ 31 ડિસેમ્બર સુધી ઈન્ડીયન આર્મીની ઓફિશિયલ વેબસાઈટ joinindianarmy.nic.in પર એપ્લાય કરી શકે છે.

યોગ્યતા

આ પદો માટે 10મા ધોરણથી લઈ ગ્રેજ્યુએટ સુધીના લોકો એપ્લાય કરી શકે છે. યોગ્યતા સંબંધી જાણકારીઓ માટે ઉમેદવાર ઓફિશિયલી વેબસાઈટ joinindianarmy.nic.in પર વિઝિટ કરી શકે છે.

ઉંમર મર્યાદા
સોલ્જર જનરલ ડ્યુટીના પદ માટે અરજી કરવા ઉમેદવારની ઉંમર સાડા 17 વર્ષથી 21 વર્ષ સુધીની હોવી જોઈએ. બીજા અન્ય પદો માટે ઉમેદવારની ઉંમર સાડા 17 વર્ષથી 23 વર્ષ વચ્ચે હોવી જોઈએ.આવી રીતે થશે પસંદગી
ઉમેદવારની પસંદગી લેખિત પરિક્ષા, ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ, ફિઝિકલ મેજરમેન્ટ ટેસ્ટ, મેડિકલ ટેસ્ટના આધારે કરવામાં આવશે.
First published: December 25, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading