શું તમે 45+ છો અને કોરોનાની રસી લેવા માંગો છો? તો આ તમામ વિગતો તમારે જાણવી જોઇએ

પ્રતીકાત્મક તસવીર: Shutterstock

દેશમાં વેક્સીનનો અભાવ નથી, જે માટે કોઈપણ વ્યક્તિએ વેક્સીનના અભાવને લઈને ચિંતામાં રહેવાની જરૂર નથી.

  • Share this:
કોરોનાના કેસની સંખ્યામાં સતત વધારો થવાના કારણે સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, 1 એપ્રિલથી 45થી વધુ ઉંમર ધરાવતા લોકોને કોરોના વેક્સીન આપવામાં આવશે. જે માટે કેટલીક મહત્વની બાબતો ધ્યાને લેવાની રહેશે. 1 જાન્યુઆરી 1977થી પહેલા જન્મેલા વ્યક્તિની 45થી વધુ ઉંમર ગણવામાં આવશે.

બીજો ડોઝની તારીખ નક્કી કરી શકો

કોવિન પ્લેટફોર્મ પર વેક્સીન લીધાના 29 દિવસ બાદ ઓટો શિડ્યુલિંગની સુવિધા દૂર કરવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. હવે વેક્સીન લેનાર વ્યક્તિ વેક્સીન લીધાના ચારથી આઠ સપ્તાહમાં વેક્સીનનો બીજો ડોઝ લેવા માટે પોતાની જાતે તારીખ નક્કી કરી શકે છે. જોકે,આઠમા સપ્તાહથી વધુ મોડુ ન કરવાની સલાહ આપવામાં આવી છે, જો તેનાથી મોડુ થશે તો વેક્સીનનો લાભ મળવાની સંભાવના ઓછી રહે છે.

અમદાવાદ: પોલીસ બનવાનો શોખ ન પૂરો થતા બનાવટી PSI બિહોલા બની રૌફ જમાવતો યુવક ઝડપાયો

જો બીજા ડોઝ માટેની તારીખ સ્વસંચાલિત રૂપે નક્કી કરવામાં આવે, તો લાભાર્થી www.cowin.gov.in વેબસાઈટની મુલાકાત લઈને વેક્સીનના બીજા ડોઝ માટેની એપોઈન્ટમેન્ટ બુક કરી શકે છે.

રજિસ્ટ્રેશન 1 એપ્રિલથી શરૂ થશે

45 વર્ષથી વધુ ઉંમર ધરાવતી વ્યક્તિ માટે કોવિન સિસ્ટમ રજિસ્ટ્રેશન અને એપોઈન્ટમેન્ટ બૂક કરવા માટે 1 એપ્રિલ 2021થી ઉપલબ્ધ રહેશે.

દેશમાં વેક્સીનનો અભાવ નથી

દેશમાં વેક્સીનનો અભાવ નથી, જે માટે કોઈપણ વ્યક્તિએ વેક્સીનના અભાવને લઈને ચિંતામાં રહેવાની જરૂર નથી.

સુરતમાં દેખાયા કોરોનાના નવા લક્ષણો, આ સાતમાંથી કોઇપણ ફરિયાદ હોય તો ટેસ્ટ કરાવવો હિતાવહ

વેક્સીન લીધા બાદ પ્રમાણપત્ર મેળવવું

વેક્સીન લીધા બાદ તેની કોપી અથવા ડિજિટલ કોપી મેળવી લેવી. જો હોસ્પિટલ દ્વારા સર્ટિફિકેટ આપવામાં ન આવે, તો ટોલ ફ્રી નંબર 1075 પર ફોન કરીને ફરિયાદ નોંધાવવી. ખાનગી હોસ્પિટલમાં ફીની રિસિપ્ટમાં તેનો સમાવેશ કરવામાં આવે છે. સર્ટિફિકેટ મળ્યું છે તેની ખાતરી કરવા માટે 30 મિનિટ નિરીક્ષણમાં રાખવામાં આવી શકે છે. સર્ટિફિકેટ મેળવ્યા વગર ઘરે પરત ન ફરવું.

ફરિયાદ માટે 1075 પર કોલ કરો

જો વેક્સીન લેવા માટે કોવિન પર ઓનલાઈન એપોઈન્ટમેન્ટ લીધી છે, તો ખાનગી કે જાહેર હોસ્પિટલમાં એપોઈન્ટમેન્ટ લેવાની જરૂર નથી. જો કોઈપણ હોસ્પિટલ આ ગાઈડલાઈન પ્રમાણે કાર્ય ન કરે તો ટોલ ફ્રી નંબર 1075 નંબર પર ફોન કરીને ફરિયાદ નોંધાવી શકાય છે.
First published: