Independence Day 2021: કોરોના સહિતની બીમારીઓમાંથી આઝાદી મેળવવા આવી રીતે મનાવો સ્વતંત્રતા દિવસ

Independence Day 2021: કોરોના સહિતની બીમારીઓમાંથી આઝાદી મેળવવા આવી રીતે મનાવો સ્વતંત્રતા દિવસ Image-shutterstock.com

Independence Day 2021 : ચાલો આ વખતે સ્વતંત્રતા દિવસે કયા સંકલ્પ લેવા તે અંગે જાણકારી મેળવીએ

  • Share this:
Independence Day 2021: ભારતને આઝાદી મળ્યાને 75 વર્ષ થઈ ગયા (75th independence day)છે. દેશને આઝાદ કરવા માટે અનેક વીરોએ પોતાનું લોહી વહાવ્યું છે. આ દિવસ માત્ર સ્વતંત્ર રહીને ઉજવણી (Independence Day)કરવાનો દિવસ નથી, પણ તે બહાદુર વીરોના બલિદાનને યાદ કરવાનો દિવસ પણ છે. બ્રિટિશરોએ આપણા દેશમાં ખૂબ લાંબા સમય સુધી શાસન કર્યું અને 15મી ઓગસ્ટ 1947ના રોજ તેમની ગુલામીમાંથી આપણે આઝાદ થયા હતા.

સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં દેશની આઝાદીના ઉત્સવ સાથે સમાજને લાભ કરાવવાનો હેતુ પણ સમાયેલો છે. જેથી સમાજને બીમારીથી છુટકારો આપવાથી પણ આ વર્ષે સ્વતંત્રતા દિવસની ઉજવણીનો હેતુ સિદ્ધ થઈ શકે છે. બીમારીઓ સામેની લડતથી સ્વાસ્થ (Healthy)માં ફાયદો થશે અને તણાવ (Stress)થી પણ આઝાદી મળશે. તો ચાલો આ વખતે સ્વતંત્રતા દિવસે કયા સંકલ્પ લેવા તે અંગે જાણકારી મેળવીએ.

ઇલેક્ટ્રોનિક ગેજેટ્સમાંથી બહાર નીકળી પરિવારને સમય આપો

કોરોનાકાળમાં લોકો ઘરમાં એકબીજા સાથે હોવા છતાં ઇલેક્ટ્રોનિક ગેજેટમાં કારણે એકબીજાથી ઘણા દૂર થઈ રહ્યા છે. લોકો ઘરમાં તો છે, પણ મોબાઈલ, લેપટોપ, ટીવી જેવા સાધનોમાં કારણે એકબીજાથી અલગ થઈ રહ્યા છે. મિત્રો અને પરિવારજનો માટે સમય ફાળવી શકતા નથી. દરેક વ્યક્તિ મોબાઈલ ફોનમાં રચ્યાપચ્યા રહે છે અને પોતાની જાતને પણ ભૂલી જાય છે. આવું કરવાથી સ્વાસ્થ્ય અને સંબંધોને નુકસાન થાય છે. ગેજેટ્સનો વધુ પડતો ઉપયોગ કરતા લોકોમાં તણાવનું પ્રમાણ વધવા લાગે છે. જેના કારણે તેઓ આક્રમક વ્યવહાર કરે છે. જેથી આ વખતે સ્વતંત્રતા દિવસે ગેજેટ્સને દૂર રાખી પરિવાર સાથે સમય ગાળવાનો સંકલ્પ કરો.

આ પણ વાંચો - PPF, SCSS, KVP અને સુકન્યા સમૃદ્ધિ યોજનામાં કયું છે બેસ્ટ ઓપ્શન, ચેક કરો બધી ડિટેલ

તંદુરસ્ત રહેવા કસરત અને યોગ કરો

કસરત અને યોગના કારણે શરીર નિરોગી રહે છે. દરરોજ કસરત કરવાથી રોગપ્રતિકારક શક્તિ સારી રહે છે અને નાની મોટી બીમારીઓ દૂર ભાગે છે. રોજ 20 મિનિટ કસરત કરવાથી શરીર તંદુરસ્ત રહે છે.

સકારાત્મક વિચારો

મોટાભાગની તાણ અને હતાશા નેગેટિવ વિચારોના કારણે જ ઉભી થાય છે. બીજી તરફ સકારાત્મક વિચાર જીવનમાં અનેક લાભ આપે છે. જેથી તણાવ અને ડીપ્રેશનથી બચવા માટે આપણા વિચારો સકારાત્મક બનાવવા પડશે. સકારાત્મક વિચારસરણી વધારવા માટે તમારે રોજ ભ્રામરીનો અભ્યાસ કરવો જોઈએ. દરરોજ સવારે સૂર્યોદય પહેલા ઉઠી નિત્યક્રમ કરવો જોઈએ.

વૃક્ષારોપણ કરો

આ વર્ષે વધુને વધુ વૃક્ષારોપણનો સંકલ્પ કરો. વૃક્ષો વાવવાથી પ્રાણવાયુનું પ્રમાણ વધે છે. જેથી ઘરના બગીચા કે આસપાસના વિસ્તારોમાં વૃક્ષો વાવવા જોઈએ. આધુનિક સમયમાં હરિયાળીના કારણે પોઝિટિવ એનર્જીનો સંચાર થાય છે. આ વખતે સ્વતંત્રતા દિવસ નિમિત્તે લોકો ખુલ્લી હવામાં યોગ્ય રીતે શ્વાસ લઈ શકે તે માટે તમારા ઘરમાં અથવા તમારા આસપાસના વિસ્તારોમાં હરિયાળી વધારો.

સ્વચ્છતા જાળવો

ગંદકી રોગોનું ઘર છે. જેથી તમે સ્વતંત્રતા પર્વ પ્રસંગે તમારા આસપાસના વિસ્તારોની ગંદકી દૂર કરી શકો છો. ગંદકીમાંથી ઘણા પ્રકારના રોગો જન્મે છે અને તે શરીરને અંદરથી નબળું પાડે છે. જેથી આ વખતે સ્વતંત્રતા દિવસ નિમિત્તે તમારા આજુબાજુના વિસ્તારોમાંથી ગંદકી દૂર કરો.
Published by:Ashish Goyal
First published: