Home /News /lifestyle /શરીરમાં આ બિમારી હોય તો રીંગણને હાથ પણ ન લગાવતા, થઈ શકે છે જોખમી

શરીરમાં આ બિમારી હોય તો રીંગણને હાથ પણ ન લગાવતા, થઈ શકે છે જોખમી

રીંગણ પણ બની શકે છે હાનિકારક

રીંગણ ખૂબ જ ફાયદાકારક શાકભાજી છે. રીંગણથી કેન્સરનો ખતરો ઘટાડી શકાય છે, પરંતુ કેટલાક કિસ્સામાં રીંગણનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.

સામાન્ય રીતે રીંગણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક ગણાય છે. રીંગણમાં કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ અને અન્ય તત્વો ભરપૂર માત્રામાં જોવા મળે છે. એક કપ રીંગણ 20 કેલરી ઉર્જા પ્રદાન કરી શકે છે. રીંગણમાં 4.82 ગ્રામ પ્રોટીન અને 2.46 ગ્રામ ફાઈબર હોય છે, જે પાચન તંત્ર માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. રીંગણમાં કેન્સર સામે લડતા સંયોજનો પણ જોવા મળે છે. રીંગણનું સેવન કરવાથી હાડકાં પણ મજબૂત થાય છે. તેમજ રીંગણ આંખોની દ્રષ્ટિ વધારવામાં મદદરૂપ છે. તે જ સમયે રીંગણા બ્લડ સુગર લેવલને પણ ઘટાડી શકે છે. આટ-આટલા ફાયદા હોવા છતાં રીંગણના કેટલાક ગેરફાયદા પણ છે જે દરેક ચોક્કસથી ધ્યાને લેવા જોઈએ.

જોકે રીંગણના ગેરફાયદા બહુ ઓછા છે, પરંતુ જો તેનું વધારે માત્રામાં સેવન કરવામાં આવે તો થોડું નુકસાન જોવા મળે છે. આ ક્ષતિને આપણે ટાળી શકીએ છીએ. રીંગણના વધુ પડતા સેવનથી એલર્જી અને કિડનીમાં પથરીની સમસ્યા પણ ઉભી થઈ શકે છે.

આ પણ વાંચોઃ સ્વાસ્થ્યને જાદુઈ અસર કરે છે અખરોટનું દૂધ, કેન્સર અને હાર્ટની તકલીફો માટે છે રામબાણ ઈલાજ

રીંગણના ગેરફાયદા :

1. એલર્જીના કારણો

StyleCrazHealth વેબસાઈટ અનુસાર, રીંગણ કેટલાક લોકોમાં એલર્જીની સમસ્યા પેદા કરી શકે છે. અમુક કિસ્સામાં નાનપણથી જ રીંગણ ખાવાની એલર્જી હોય છે અને તેમછતા જો રીંગણ આરોગો તો જોખમકારક સાબિત થઈ શકે છે. એલર્જીના કિસ્સામાં શ્વાસ લેવામાં તકલીફ, સોજો અને ખંજવાળની ફરિયાદ પણ થઈ શકે છે.

2. પથરી

રીંગણમાં કેલ્શિયમનું પ્રમાણ વધુ હોય છે, એટલે કે રીંગણના વધુ પડતા સેવનથી કિડનીમાં પથરી પણ થઇ શકે છે. જોકે હજુ સુધી આ વિશે વધુ સંશોધન કરવામાં આવ્યું નથી, પરંતુ જો તમને કિડનીને લગતી કોઈ પણ સમસ્યા હોય તો પહેલા ડૉક્ટરની સલાહ લીધા પછી જ રીંગણનું સેવન કરો.

3. આયર્નની ઉણપ

રીંગણની છાલમાં નાસુનિન નામનું રસાયણ જોવા મળે છે જે એન્થોસાયનિન છે. તે આયર્ન સાથે જોડાય છે અને તેને કોષોમાંથી દૂર કરે છે એટલે કે આયર્નને ઘટાડે છે. આમ રીંગણ આરોગવાથી શરીરમાં આયર્નની ઉણપ થઈ શકે છે.

આ પણ વાંચોઃ સવારે ઉઠતાની સાથે જ આ લીલા પાંદડા ચાવવાથી ઘટશે બ્લડ સુગર, મીઠું ખાવાની ઈચ્છા પણ નહીં થાય



4. ઝેર 

રીંગણમાં કુદરતી ટૉક્સિન જોવા મળે છે. તેને સોલેનાઈન કહેવાય છે. બટાકા અને ટામેટાંમાં પણ સોલેનાઈન જોવા મળે છે. જો તમે વધુ પડતા રીંગણ ખાઓ તો આ ઝેર અસર કરી શકે છે પરંતુ તેની અસર થશે તેની કોઈ ગેરંટી નથી. બહુ ઓછા લોકો પર આ ઝેરની અસર જોવા મળે છે. આવી સ્થિતિમાં જો તમને રીંગણ ખાધા પછી ઉલટી, ઉબકા અને ઊંઘ આવે છે તો તમારે તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
First published:

Tags: લાઇફ સ્ટાઇલ

विज्ञापन