શું તમને ભૂખ નથી લાગી રહી? ઘરેલુ ઉપાયો અપનાવીને મેળવો આ સમસ્યાથી રાહત

શું તમને ભૂખ નથી લાગી રહી? ઘરેલુ ઉપાયો અપનાવીને મેળવો આ સમસ્યાથી રાહત
Image-shutterstock.com

અનેક લોકોને ભૂખ નથી લાગતી અને જ્યારે લાગે છે, ત્યારે તેઓ વધુ ખાઈ શકતા નથી. જો તમને પણ આ પ્રકારની સમસ્યા છે તો તમે ઘરેલુ ઉપાયો અપનાવીને આ સમસ્યાથી રાહત મેળવી શકો છો

  • Share this:
શું તમને જમવામાં સમસ્યા થઈ રહી છે અથવા ભૂખ નથી લાગી રહી? આજકાલ લોકો આ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. અનેક લોકોને ભૂખ નથી લાગતી અને જ્યારે લાગે છે, ત્યારે તેઓ વધુ ખાઈ શકતા નથી. જો તમને પણ આ પ્રકારની સમસ્યા છે તો તમે ઘરેલુ ઉપાયો અપનાવીને આ સમસ્યાથી રાહત મેળવી શકો છો. અનેક લોકોને ભોજનની સુગંધ અને જમવાનું જોઈને ભૂખ નથી લાગતી. ક્યારેક પેટની સમસ્યાને કારણે ભૂખ નથી લાગતી. આ કારણોસર અનેક લોકોમાં નબળાઈ જોવા મળે છે. અહીં જણાવેલ ઘરેલુ નુસ્ખા અપનાવીને તમે આ સમસ્યાથી રાહત મેળવી શકો છો.

ત્રિફળા ચૂર્ણત્રિફળા ચૂર્ણ અનેક સમસ્યાઓ માટે લાભદાયી છે. મોટાભાગના લોકો કબજિયાતની સમસ્યામાં ત્રિફળા ચૂર્ણનો ઉપયોગ કરે છે. જો તમને સમયસર ભૂખ નથી લાગી રહી તો તમે ત્રિફળા ચૂર્ણનો ઉપયોગ કરી શકો છો. હુંફાળા દૂધ સાથે એક ચમચી ત્રિફળા ચૂર્ણનું સેવન કરો. ત્રિફળા ચૂર્ણનું સેવન કરવાથી ભૂખ લાગે છે.

ગ્રીન ટીનું સેવન કરો

ભૂખ વધારવા માટે ગ્રીન ટીને શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે. નિયમિત ગ્રીન ટીનું સેવન કરવાથી ભૂખ વધવાની સાથે અનેક બીમારીઓથી રાહત પણ મળે છે. જો તમે નિયમિત સવાર-સાંજ ચા પીવો છો, તો તમે ચાની જગ્યાએ ગ્રીન ટીનું સેવન કરી શકો છો. ઠંડીમાં લોકો ગ્રીન ટીનું વધુ સેવન કરે છે.

આ પણ વાંચો - WhatsApp યૂઝર્સ માટે ખુશખબરી! થોડા સમયમાં આવશે આ ત્રણ નવા ફીચર

લીંબુ પાણી

ગરમીમાં શરીરમાં યોગ્ય માત્રામાં પાણી હોવું જરૂરી છે. નિયમિતરૂપે પાણી પર જોર રાખવું ખૂબ જરૂરી છે. ભૂખ વધવાની સાથે શરીરમાં પાણીની કમી પણ દૂર થાય છે. પાણીમાં લીંબુનો રસ ભેળવીને લીંબુ પાણીનું સેવન કરો.

અજમો

અજમાનું સેવન કરવાથી પેટની સમસ્યા દૂર થાય છે. અપચો અથવા ભૂખ ના લાગવા જેવી સમસ્યામાં તમે અજમાનું સેવન કરી શકો છો. અજમાનું સેવન કરવાથી પેટ સાફ રહે છે. અનેક ભારતીયો અજમો શેકીને તેમાં મીઠુ નાખીને સેવન કરે છે. જો તમને ભૂખ નથી લાગી રહી તો દિવસમાં એકથી બે વાર તેનું સેવન કરો.

જ્યૂસ

જો તમને સમયસર ભૂખ નથી લાગી રહી તો અને કંઈ ખાવાની ઈચ્છા નથી થતી તો તમે જ્યૂસનું સેવન કરી શકો છો. જ્યૂસમાં મીઠુ અથવા સિંધાલૂણ નાખીને સેવન કરવું જોઈએ. જેનાથી પેટ સાફ રહે છે અને ભૂખ પણ લાગે છે.

(નોંધ- આ લેખમાં આપવામાં આવેલ જાણકારીઓ અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. ગુજરાતી ન્યૂઝ 18 આ બાબતની પુષ્ટી કરતું નથી. તેના પર અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતનો સંપર્ક કરો.)
Published by:News18 Gujarati
First published:June 07, 2021, 19:33 IST

ટૉપ ન્યૂઝ