વિશ્વભરમાં વધી રહેલી હિંસા પાછળ તાપમાન જવાબદાર છે : સ્ટડી

News18 Gujarati
Updated: January 29, 2020, 5:18 PM IST
વિશ્વભરમાં વધી રહેલી હિંસા પાછળ તાપમાન જવાબદાર છે : સ્ટડી
પ્રતિકાત્મક તસવીર

  • Share this:
વિશ્વમાં પ્રતિ દિવસ હિંસાનો ગ્રાફ વધી રહ્યો છે. હજી સુધી તેની પાછળનું કોઇ ખાસ કારણ સામે નથી આવ્યું. પણ હાલમાં જ વિશ્વમાં વધતી હિંસા માટે મૌસમથી વધતા તાપમાનને જવાબદાર કહેવામાં આવ્યું છે. એક નવી સ્ટડીમાં આ વાત સામે આવી છે. તાપમાન જે રીતે વધારો થઇ રહ્યો છે તેના કારણે આવનારી સદીમાં પણ હિંસાની ઘટના વધશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. શું છે આ રિસર્ચ તે અંગે વિગતવાર જાણો.

અમેરિકા સ્થિત કોલોરાડો બોલ્ડર વિશ્વવિદ્યાલયના કૉઓપરેટિવ ઇન્સ્ટીટ્યૂટ ફોર રિસર્ચ ઇન એન્વાયમેન્ટ સાઇસેજે (સીઆઇઆરઇએસ) તાપમાન વધતા હિંસક ઘટનાઓ પર અધ્યયન કર્યું હતું. અધ્યયનના પ્રમુખ રેયાન હાર્પે કહ્યું કે તાપમાન જે રીતે વધી રહ્યું છે તેના દેખતા લાગે છે કે આ સદીના અંત સુધી દુનિયાભરમાં 20 થી 30 લાખ હિંસક ઘટનાઓ થઇ શકે છે.

એન્વાયરમેન્ટલ રિસર્ચ લેટર્સ નામની પત્રિકામાં આ અધ્યયન પ્રકાશિત થયું હતું. હાર્પ અને ક્રિસ કર્ણોસ્કે તાપમાન અને અપરાધ દર તથા ક્ષેત્રીય સંબંધો વચ્ચે એક કડી ઓળખી પાડી છે. તેમણે અપરાધ ડેટાબેઝ અને નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફિયરિક એડમિનિસ્ટ્રેશનના જલવાયુ સંબંધિકત આંકડાની પણ આ કામ માટે ઉપયોગમાં લીધા હતા. વિશ્લેષણમાં તે પણ સામે આવ્યું કે શરદીના સમયે થનારી ઠંડી ઓછી થઇ રહી છે. અને આ મૌસમમાં પણ ગરમી વધી રહી છે. આ દરમિયાન ખાલી હિંસક હુમલા જ નહીં પણ ચોરી જેવી ઘટનાઓ પણ વધે છે.
First published: January 29, 2020, 5:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading