મધ અને લવિંગનો એક સાથે આવી રીતે કરો ઉપયોગ, ગંભીર સમસ્યાઓ સામે આપશે રક્ષણ

મધ અને લવિંગનો એકસાથે ઉપયોગ કરો. તો આ તમારી ઘણી સમસ્યાઓનો ઉકેલ લાવી શકે છે.

Honey and Clove Benefits in Winter: શિયાળો (Winter) શરૂ થઈ ગયો છે, આવી સ્થિતિમાં સ્વાસ્થ્યની દ્રષ્ટિએ કેટલીક વસ્તુઓ સારી માનવામાં આવે છે. તેમાં મધ અને લવિંગનો સમાવેશ થાય છે જે એન્ટી-બેક્ટેરિયલ, એન્ટી-ફંગલ અને એન્ટી-ઓક્સીડેન્ટ ગુણોથી ભરપૂર હોય છે.

  • Share this:
Honey and Clove Benefits in Winter: શિયાળામાં (Winter) મધ અને લવિંગના ફાયદાઃ તમે લવિંગ અને મધના (Honey and Clove) ફાયદા વિશે તો સાંભળ્યું જ હશે. ઘણી વખત તમે મધ (Honey) અને લવિંગનો અલગ-અલગ ઉપયોગ પણ કર્યો હશે. પરંતુ જણાવી દઈએ કે મધ અને લવિંગનો એકસાથે ઉપયોગ કરવામાં આવે તો તેના ફાયદા (Benefits) બમણા થઈ જાય છે. આ બંને વસ્તુઓ એન્ટી-બેક્ટેરિયલ, એન્ટી-ફંગલ અને એન્ટી-ઓક્સીડેન્ટ (Anti-oxidant) ગુણોથી ભરપૂર હોય છે.તેથી કેટલીક સમસ્યાઓને દૂર કરવામાં પણ ખૂબ જ ફાયદાકારક છે. શિયાળાની શરૂઆત થઈ રહી છે, આવી સ્થિતિમાં જો તમે મધ અને લવિંગનો એકસાથે ઉપયોગ કરો. તો આ તમારી ઘણી સમસ્યાઓનો ઉકેલ લાવી શકે છે. ચાલો જાણીએ કે મધ અને લવિંગ એકસાથે તમને કેવી રીતે ફાયદો કરી શકે છે.

શરદી-ઉધરસમાં આપશે રાહત

શિયાળો શરૂ થતા જ લોકોને શરદી -ઉધરસ થવી સામાન્ય બાબત છે. તેના માટે મોંઘીદાટ દવાઓ લેવા કરતા મધ અને લવિંગનો ઉપયોગ કરી શકો છો. તેના માટે 3 લવિંગને પીસીને તેમાં 1 ચમમી મધ ભેળવો અને ખાવ. આ ઉપાય તમને ઉધરસ ગળામાં ખરાશમાં રાહત આપવાની સાથે ગળાના દુ:ખાવા અને ઇન્ફેક્શનને દૂર કરવામાં પણ મદદ કરશે.

વજન ઘટાડવામાં મદદરૂપ

ઘણા લોકો વજન ઘટાડવા માટે ઘરેલું અને અસરકાર ઉપાયોની શોધમાં હશે. તો આપને જણાવી દઇએ કે વજન ઘટાડવા માટે પણ મધ અને લવિંગ ખૂબ અસરકારક છે. વજન ઘટાડવા માટે તમે મધ અને લવિંગની ચા બનાવીને પી શકો છો. આ બંને સામગ્રી કેલેરી બર્ન કરવામાં અને ભૂખ ઘટાડી પાચનક્રિયા સુધારવામાં મદદરૂપ થશે.

આ પણ વાંચો: Winter Tips: શિયાળામાં ગરમ પાણીથી સ્નાન કરવાથી થશે નુકશાન, આ 10 ભૂલો કરવાથી બચવું

લિવરને કરશે ડિટોક્સીફાઇ

મધ અને લવિંગનું મિશ્રણ લિવરને ડિટોક્સીફાઇ કરવામાં પણ મદદ કરે છે. સાથે જ બ્લડ શુગર લેવલને પણ કન્ટ્રોલમાં રાખશે. તે માટે 3 લવિંગ પીસીને તેમાં 1 ચમચી મધ મિક્સ કરીને ખાવ.

મોઢાના ચાંદાઓમાં રાહત

ઘણા લોકોને વારંવાર મોઢામાં ચાંદાઓ પડવાની સમસ્યા હોય છે. આવા લોકો માટે લવિંગ અને મદદ રામબાણ ઉપાય છે. એક ચમચી મધમાં લવિંગનો પાઉડર મિક્સ કરી તેની પેસ્ટ બનાવી લો. હવે તેને ચાંદાઓ પર લગાવો અને થોડી વાર માટે કોઇ પણ અન્ય વસ્તુનું સેવન ન કરવું. આ ઉપાયથી તમને તુરંત જ રાહત મળશે.

આ પણ વાંચો: સવારના સમયે એક ચમચી દેશી ધી આપશે જબરજસ્ત ફાયદા, તમે પણ જાણી લો

ખીલમાંથી આપશે છૂટકારો

લવિંગ અને મધમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ રહેલા છે, જે ત્વચાને ઇન્ફફેક્શનથી બચાવવામાં મદદરૂપ થાય છે અને ખીલની સમસ્યાથી પણ રાહત આપે છે. અડધી ચપટી લવિંગ પાઉડરમાં એક ચમચી મધ મિક્સ કરો. હવે સુતા પહેલા આ પેસ્ટને ખીલ પર લગાવો. સવારે ઉઠીને નવશેકા પાણીથી ચહેરો સાફ કરી લો. થોડા જ દિવસોમાં તમારા ચહેરા પરથી ખીલ ગાયબ થઇ જશે.
Published by:kuldipsinh barot
First published: