ગર્ભનિરોધક વિષે યુવાનોમાં ચર્ચા થવી આ માટે આજના સમયમાં જરૂરી છે

RedWomb
Updated: February 26, 2020, 4:47 PM IST
ગર્ભનિરોધક વિષે યુવાનોમાં ચર્ચા થવી આ માટે આજના સમયમાં જરૂરી છે
પ્રતિકાત્મક તસવીર

"તમે વિવાહિત હોવ કે અવિવાહિત, કોન્ડોમ ખરીદતી વખતે લોકો તમને તેવી રીતે જુઓ છે કે..."

  • RedWomb
  • Last Updated: February 26, 2020, 4:47 PM IST
  • Share this:
ભારતમાં તરુણ ઉંમરે ઊભેલા યુવા/યુવતીઓની સંખ્યા 253 મિલિયન છે. (WHO મુજબ 10 થી 19 વર્ષની ઉંમર વચ્ચેના બાળકો તરુણની શ્રેણીમાં આવે છે.) આ સંખ્યા દુનિયાના બીજા કોઇ પણ દેશની સંખ્યા કરતા અનેકગણી છે. એટલું જ નહીં આ સંખ્યા જર્મની, સ્પેન, જાપાનની કુલ જનસંખ્યાના બરાબર છે. વળી આમાંથી મોટી સંખ્યામાં નવ યુવક/યુવતીઓ સેક્સ્યુઅલી સક્રિય (Sexually Active) છે. અન્ય દેશોની જેમ જ સેક્સ્યુઅલી સક્રિયતાની ઉંમર ભારતમાં પણ નીચેની તરફ જઇ રહી છે.

મોટાભાગના યુવાનો તેમનાથી મોટી ઉંમરના યુવા યુવતીઓથી સેક્સ્યુઆલિટી વિશે જાણી લે છે. અને સગીર ઉંમરે આ તે આ પ્રકારની ગતિવિધિમાં જોડાઇ જાય છે. જો કે જ્યાં મિત્રો તમને સેક્સ વિષે તો અનેક રસપ્રદ વાતો કહે છે પણ ગર્ભનિરોધક વિષે જાણકારી કે પછી સુરક્ષિત યૌન સંબંધ કેવી રીતે બનાવવો તે વાત વિષે ભાગ્યેજ કોઇ વધુ કહે છે.

શું વિવાહિત છે તો સુરક્ષિત છે?

ભારતમાં સગીર બાળકીઓના લગ્ન થવા આજે પણ સામાન્ય વાત છે. દેશમાં આજની તારીખે પણ બાળ વિવાહ થાય છે. આ બાળકોનો યૌન સક્રિયતા આ પછી તરત વધી જાય છે. અને તે વાતની પણ સંભાવના વધુ હોય છે કે આ લોકો કોઇ પણ પ્રકારના ગર્ભનિરોધક ઉપાયનો પ્રયોગ ન કરે. મોટાભાગના કિસ્સામાં તો તેવું થાય છે તેમને આની કોઇ જાણકારી જ નથી હોતી. આપણે ત્યાં યુવતીનું કૌમાર્ય ન ભાગે તે પર વધુ જોર આપવામાં આવે છે. આજ કારણે યુવતીઓના લગ્ન જલ્દી કરી દેવામાં આવે છે. અને તેમના પર બાળકોને જલ્દી જન્મ આપવા માટે પણ દબાવ કરવામાં આવે છે.

"અમારા લગ્ન થયા તો હું 22 વર્ષ હતો અને મારી પત્ની 18 વર્ષની. ચાર વર્ષમાં અમે 3 બાળકોને જન્મ આપ્યો. ગર્ભનિરોધક માટે મારા મનમાં અનેક ભ્રમણા હતી. જેમ કે એક સાચો પુરુષ કદી કોન્ડોમનો પ્રયોગ નથી કરતો. ત્રીજા બાળક પછી મારી પત્નીએ ગર્ભનિરોધક મામલે થોડીક સલાહ લીધી અને ખાલી આર્થિક કારણોથી અમે તેનો સીમિત પ્રયોગ કર્યો. જો અમારા પરિવારમાં આ અંગે કોઇને ખબર પડે કે તો અમારા માટે આ એક મોટી સમસ્યા બની જશે."- જુનૈદ, 28, ઇન્દૌરનો દુકાનદાર.

વધુમાં વ્યસ્ક થતા પહેલા અને લગ્ન સંબંધમાં બધાયા પહેલા જે કપલ્સમાં અનિચ્છનીય ગર્ભ ધારણ થવાથી પણ અનેક મુશ્કેલીઓ ઊભી થાય છે. જે લોકો ડેટિંગ અને પ્રેમના વિવિધ ચરણમાંથી પસાર થાય છે. અને જે વિવાહિત કે અવિવાહિત છે તે તમામ અસુરક્ષિત યૌન સંબંધ બાંધી પોતાની જાતને મુશ્કેલીમાં મૂકી રહ્યા છે. આનાથી અનિચ્છનીય ગર્ભધારણ, એચઆઇવી, એઇડ્સ જેવા યૌન સંક્રમણની સંભાવના રહેલી છે.ભારતીય સમાજમાં યુવાઓ પર અનેક પ્રતિબંધો છે. જેના કારણે ગર્ભનિરોધકનો ઉપયોગ ન કરીને તે લોકો અસુરક્ષિત યૌન સંબંધના ચક્કરમાં ફસાઇ જાય છે. અનેક યુવાનોને ગર્ભનિરોધક વિષે ખૂબ જ ઓછી જાણકારી છે. વળી અનેક યુવાનો પાસે કાં તો પૈસા નથી હોતા કે પછી સમાજમાં બદનામી કે દવાની દુકાને દવા લેવા જવાનો ભય જેવા અનેક કારણો હોય છે જે તેમની મુશ્કેલી વધારે છે.વળી આવા સમયે તેમના પરિવારજનોથી પણ તેમને યોગ્ય જાણકારી અને મદદ નથી મળતી. અને મોટા ભાગના બાળકો આ તમામ વાત તેમના માતા પિતા અને પરિવારથી છુપાવે છે. ભારતમાં મોટેભાગે જનસંખ્યામાં પ્રજનન માટે સક્રિય ઉંમર 15 થી 49ની વચ્ચેની છે. જો તમે ગર્ભપાત ન કરવા ઇચ્છતા હોવ તો ગર્ભનિરોધકના ઉપાયો વિષે તમને ખબર હોવી જ જોઇએ. લગભગ 4.5 કરોડ મહિલાઓ કોઇ પણ પ્રકારના આધુનિક ગર્ભ નિરોધકનો પ્રયોગ નથી કરતી.

"હું કેમિસ્ટની દુકાને ગર્ભનિરોધક દવા ખરીદવા ત્યારે જ જઉં છું જ્યારે તે દુકાન પર ઓછામાં ઓછા ગ્રાહક હોય. આ ખૂબ જ મુશ્કેલીમાં નાખતો અનુભવ છે. મને અનેક વાર ખૂબ સંકોચ થાય છે. અને મને તે વાતની પણ ડર સતાવે છે કે કોઇ જાણતી વ્યક્તિને આ વિષે ખબર ના પડી જાય. હું દવાનું નામ પણ કાગળ પર લખી કેમિસ્ટને આપી દઉં છું. અને તે કાગળમાં લપેટીને મને દવા આપી દે છે. તમે વિવાહિત હોવ કે અવિવાહિત, કોન્ડોમ ખરીદતી વખતે કે ઇમરજન્સી પિલ ખરીદતી વખતે લોકો તમને તેવી રીતે જુઓ છે કે જાણો સેક્સ કોઇ ખરાબ વસ્તુ હોય અને મહિલા માટે તો તે પાપ જ હોય!" - શાલિની,22, આરજે, મોહલી

યુવાનોમાં આ અંગે યોગ્ય જાણકારી યોગ્ય સમયે મળે તે ખૂબ જ જરૂરી છે. વળી ભારતીય સમાજમાં અનેક લોકો ગર્ભનિરોધક વિષે અનેક ભ્રમણાઓ ફેલાવે છે જેમ કે કોન્ડોમથી નપુંસકતા આવે છે. સ્ટરલાઇજેશનથી શારિરીક નબળાઇ આવે છે. ગર્ભનિરોધક દવાથી વજન વધે છે. આજ કારણે ગર્ભનિરોધકથી યુવાઓ દૂરી જ રાખવાનું પસંદ કરે છે જે ખોટું છે.

અનેક સોશિયલ વર્કર અને સર્વે કહે છે કે પહેલા કરતા હવે યુવાનોમાં આ અંગે જાગૃતતા વધી છે. અનેક યંગ કપલ્સ આ વિશે એકબીજા સાથે ખુલીને વાત કરે છે. પણ આજે પણ આ મુદ્દે લોકોની અલગ અલગ વિચારો છે. પણ તેમ છતાં શાળા, ધાર્મિક સંસ્થાઓ અને યુવા સંગઠનો આ વિષય પર વાત કરવાનું હંમેશા ટાળે છે. પણ આપણે તે વાતને નજરઅંદાજ ન કરી સકીએ કે ગર્ભનિરોધકનો ઉપયોગ નહીં કરીએ તો અનિચ્છનીય ગર્ભધારણ, એઇડ્સ જેવા રોગની સંભાવના તમારા અને તમારા પાર્ટનર પર બની રહે છે. વળી વિવિધ ગર્ભનિરોધક અને તેમની મેથડ વિષે સારી-ખરાબ સંપૂર્ણ માહિતી વિષે પણ તમારી જાણકારી હોવી જરૂરી છે.

(લેખક- પૂજા પ્રિયંવદા સેક્સ્યુઅલ વેલનેસ પર લખે છે અને રેડવોમ્બથી જોડાયેલી છે.)
First published: February 26, 2020, 4:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading