Home /News /lifestyle /

નવરાત્રીમાં બેકલેસ બ્લાઉઝ પહેરતા પહેલા આ રીતે ચમકાવી દો પીઠ, નહીં તો ગંદી લાગશે

નવરાત્રીમાં બેકલેસ બ્લાઉઝ પહેરતા પહેલા આ રીતે ચમકાવી દો પીઠ, નહીં તો ગંદી લાગશે

નવરાત્રી પહેલા આ રીતે ચમકાવો પીઠ

Navratri tips: નવરાત્રીને હવે થોડા દિવસો બાખી છે ત્યાં અનેક લોકો મસ્ત તૈયારીઓમાં લાગી ગયા છે. નવરાત્રીના દિવસોમાં તમે પણ બેકલેસ બ્લાઉઝ પહેરો છો તો આ રીતે તમારી પીઠને ચમકાવી દો, નહીં તો પીઠ ખરાબ લાગશે અને લોકો મજાક કરશે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: થોડા દિવસો પછી નવરાત્રીનો ધમધમાટ શરૂ થઇ જશે. અનેક લોકો નવરાત્રીની તૈયારીઓમાં લાગી ગયા છે. નવરાત્રી એક એવો તહેવાર છે જેમાં આપણાં ઘરનું વાતાવરણ પણ આખું બદલાઇ જાય છે. આ નવ દિવસો દરમિયાન ગરબા ગાઇને એન્જોય કરવાની પણ એટલી જ મજા આવતી હોય છે. નોરતા પૂરાં થાય એટલે દરેક લોકોને નિસાસો પડે એવું થઇ જાય છે. આમ, જો તમે પણ નવરાત્રીમાં બેકલેસ બ્લાઉઝ પહેરા છો તો પીઠને ચમકાવવી ખાસ જરૂરી છે. જો તમે પીઠ પર આ દિવસોમાં ધ્યાન આપતા નથી પીઠ બહુ ગંદી લાગે છે. તો જાણો પીઠને ચમકાવવા માટે શું કરશો.

    પીઠમાં ક્લિન-અપ કરાવો


    નવરાત્રીને હવે થોડા દિવસો બાખી છે ત્યાં તમે એકથી બે વાર પીઠમાં ક્લિન અપ કરાવી દો. ક્લિન અપ કરાવવાથી સ્કિન સારી થાય છે અને સાથે મેલ પણ નિકળી જાય છે. જો તમે બે વાર ક્લિન અપ કરાવી દો છો તો બેકલેસ બ્લાઉઝ પહેર્યા પછી પણ તમારી પીઠ મસ્ત લાગે છે.

    આ પણ વાંચો: નવરાત્રી પહેલા નખ પર આ રીતે લગાવો મધ

    બ્લીચ કરાવો


    પીઠમાં તમે બ્લીચ પણ કરાવી શકો છો. બ્લીચ તમારી પીઠ પર જલદી રિઝલ્ટ આપવાનું કામ કરે છે. બ્લીચ કરાવવાથી તમારા પીઠમાં રહેલી કાળાશ નિકળી જાય છે અને સાથે ચમકે પણ છે. બ્લીચ કરાવ્યા પછી તમારી પીઠ મસ્ત લાગે છે જેથી કરીને તમે બેકલેસ બ્લાઉઝ પહેરો છો તો એ ખરાબ લાગતો નથી.

    પીઠમાં ખીલ હોય તો મુલ્તાની માટી લગાવો


    બેક પરથી ખીલ દૂર કરવા માટે તમે મુલ્તાની માટીનો ઉપયોગ કરી શકો છો. આ માટે મુલ્તાની માટી લો અને એમાં જરૂર મુજબ ગુલાબજળ નાંખીને આ બન્ને વસ્તુને બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ આ મુલ્તાની માટી પીઠ પર લગાવો અને સુકાઇ જાય એટલે સ્નાન કરી લો.

    આ પણ વાંચો: નવરાત્રી પહેલા વાળનો ગ્રોથ વધારી દો આ તેલથી

    જો તમે આજથી જ આ રીતે મુલ્તાની માટી લગાવવાનું શરૂ કરી દો છો તો પીઠ પરના બધા ખીલ દૂર થઇ જશે અને પીઠ ગ્લો પણ કરશે. આ ઘરેલું ઉપાય તમારા માટે સૌથી બેસ્ટ ઓપ્શન છે. મુલ્તાની માટીમાં તમે હળદર પણ મિક્સ કરી શકો છો. હળદર મિક્સ કરવાથી સ્કિન પર ગ્લો આવે છે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Navratri 2022, Navratri Culture, Navratri Culture and Tradition, લાઇફ સ્ટાઇલ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन