બેવડી ઋતુમાં શરદી-ઉધરસ થઇ ગઇ છે તો અજમાવો આ અસરદાર ઘરગથ્થુ ઉપચાર

News18 Gujarati
Updated: October 30, 2019, 11:43 AM IST
બેવડી ઋતુમાં શરદી-ઉધરસ થઇ ગઇ છે તો અજમાવો આ અસરદાર ઘરગથ્થુ ઉપચાર
પ્રતિકાત્મક તસવીર

વહેલી સવારે ઠંડી અને બપોરે તડકો અને ક્યારેય પણ વરસાદ ખાબકી જાય છે.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતી : વહેલી સવારે ઠંડી અને બપોરે તડકો અને ક્યારેય પણ વરસાદ ખાબકી જાય છે. આવી મિક્સ મોસમમાં તરત જ બીમાર થઇ જવાય છે. વાતાવરણમાં ફેરફાર થવાનાં કારણે હાલ બધી જ ઋતુઓ ભેગી જોવા મળે છે. તેમાં પણ તહેવારોના દિવસોમાં ખાણીપીણીની આદતો પણ બદલાતી હોય છે. જેના કારણે શરદી, ઉધરસ, તાવ જેવી સમસ્યાઓ સામાન્ય બની જાય છે.

બદલાતી અને મિક્સ ઋતુનાં કારણે લોકોને શરદી ઉધરસનો ચેપ પણ ઝડપથી લાગે છે. ખાંસીમાં છાતી, માથુ, પડખા, પાંસળા તથા લમણામાં દુઃખાવો થાય છે. અવાજ બેસી જાય, ગળું અને મોં સૂકાય છે. ખાંસી સૂકી હોવાથી કફ નીકળતો નથી અને તેનાથી દર્દીને અત્યંત તકલીફ થાય છે. આવી પરિસ્થિતિમાં કેટલાક ઘરગથ્થુ ઉપચાર કરી સ્વાસ્થ્યને સુધારી શકાય છે. તો જાણી લો કઈ રીતે આમાંથી બચી શકાય છે.

આ પણ વાંચો : શિળાયામાં જમણમાં લો લસણનું અથાણું, આ 5 મોટા ફાયદા થશે

ઘરગથ્થુ ઉપચારો

  • 10-15 તુલસીના પાન , 8-10 કાળી મરીને પાણીમાં ઉકાળીને તેવું પાણી પીવાથી ખાંસી, શરદી અને તાવ ઠીક થઈ જાય છે.
  • પાકેલા સફરજનનો રસ કાઢી અને તેમાં સાકર ઉમેરી દરરોજ તેને પીવાથી રાહત મળશે.

  • તુલસીનાં પાન, મીઠું અને લવિંગને પાણીમાં ઉકાળીને આ પાણી ગાળીને હુંફાળું હોય ત્યારે પી લેવું. ખાંસીથી કાયમી રાહત મળશે.

  • આમળાને સુકાવીને ચૂરણ બનાવીને તેમાં સમાન માત્રામાં સાકરનો પાવડર મિક્સ કરી લો. આ ચૂર્ણની એક ચમચી રોજ સવારે પાણી સાથે લેવી.

  • મધ અને ત્રિફળાને સમાન માત્રામાં મિક્સ કરી લેશો તો ખાંસીથી ઝડપથી છુટકારો મળશે.

  • દર ત્રણ કલાકે એક ચમચી માખણમાં વાટેલી સાકર ઉમેરી તેને ચાટી જવું. નાનાં બાળકો માટે આ ઉપાય અકસીર છે.

First published: October 30, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading