Lockdown: સુષ્મિતા આવા વર્કઆઉટથી પોતાની જાતને રાખે છે ફિટ, જુઓ Video

News18 Gujarati
Updated: April 19, 2020, 3:02 PM IST
Lockdown: સુષ્મિતા આવા વર્કઆઉટથી પોતાની જાતને રાખે છે ફિટ, જુઓ Video
સુષ્મિતા સેન

સુષ્મિતાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ટો-સ્ટેન્ડ કરીને એક વીડિયો શેર કર્યો છે.

  • Share this:
મુંબઇ :લૉકડાઉનમાં બોલિવૂડ સિતારા જુદી જુદી રીતે પોતાની જાતને બિઝી રાખે છે. કેટલાક ફિટનેસ માટે વર્કઆઉટ કરે છે તો કેટલાક નવી નવી વાનગીઓ બનાવે છે. આ દરમિયાન મિસ યુનિવર્સ અને બોલિવૂડની ફિટ એક્ટ્રેસ સુષ્મિતા સેનનાં (Sushmita Sen) વર્કઆઉટ વીડિયો ઘણાં જ વાયરલ થઇ રહ્યાં છે. સુષ્મિતા ઇન્સ્ટાગ્રામ પર #fitspo અંતર્ગત પોતાના વીડિયો અને તસવીરો શેર કરી રહી છે.

સુષ્મિતાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ટો-સ્ટેન્ડ કરીને એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોને જોઇને દરેક જણ હેરાન થઇ ગયા છે. સુસ્મિતાએ કરેલો આ પોઝ એટલો મુશ્કેલ છે કે ફોલોવર્સનાં જોઇને જ હોશ ઉડી જાય છે. આ આસનને પાદાંગુષ્ઠાસન પણ કહેવામાં આવે છે. આ આસન પર પગની માંસપેશીઓમાં ખેંચાણ થાય છે.








જો તમને સ્ટ્રેચિંગ ન ગમતી હોય તો, તમારે આ આસનને અજમાવવું જોઇએ. વીડિયોમાં સુષ્મિતાએ પોતાની શરીરને એ રીતે ખેંચ્યું છે કે સ્ટ્રેચિંગ ઘણી સરળતાથી થઇ ગયું છે. પહેલો પોઝ ડોગ સ્ટાઇલમાં છે તો બીજો પોઝ કોબરા સ્ટાઇલમાં છે. આ વર્કઆઉટમાં શરીરનાં તમામ અંગોની કસરત થઇ જાય છે.




લૉકડાઉન પિરીયડમાં રેજિસ્ટેન્સ બેંડનો ઉપયોગ કરીને એક્સસાઇઝ કરવી ઘણી જ ફાયદાકારક છે. આ વીડિયોમાં સુષ્મિતા સેન આની મદદથી આ કસરત કરી રહી છે.




આ તસવીરો સુષ્મિતા સેને થોડા દિવસ પહેલા શેર કરી હતી.
First published: April 19, 2020, 3:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading