ઇમરાન, સ્ત્રીઓ, સમૃદ્ધ, સંખ્યા, ભવિષ્યવેત્તા અને વિવાદો

અહીં વાત ઈમરાનના ક્રિકેટિંગ કે રાજકીય કેરિયરની નથી કરવી. વાત માંડવી છે એ મસ્ત મૌલા, બેફીકરા અને બંકા જુવાન ઇમરાન અને તેના જીવનમાં આવેલી ખુબસુરત સ્ત્રીઓની !

News18 Gujarati
Updated: July 12, 2018, 7:38 PM IST
ઇમરાન, સ્ત્રીઓ, સમૃદ્ધ, સંખ્યા, ભવિષ્યવેત્તા અને વિવાદો
અહીં વાત ઈમરાનના ક્રિકેટિંગ કે રાજકીય કેરિયરની નથી કરવી. વાત માંડવી છે એ મસ્ત મૌલા, બેફીકરા અને બંકા જુવાન ઇમરાન અને તેના જીવનમાં આવેલી ખુબસુરત સ્ત્રીઓની !
News18 Gujarati
Updated: July 12, 2018, 7:38 PM IST
સંજય કચોટ 

ઇમરાન અહેમદ ઈકરામુલ્લાહ ખાન નિયાઝી ઉર્ફ ઇમરાન ખાન. ક્રિકેટ વિશ્વનું એક જોશીલું,  જબરદસ્ત, જાંબાઝ અને મર્દાના નામ ! પાકિસ્તાનના પંજાબ પ્રાંતનો આ 'ટીપિકલ' દેખાવડો અને સશકત પઠાણ. 1951માં જન્મ્યો અને એટેચીસન, વોર્સેસ્ટર અને ઓક્સફોર્ડની કેબલે કોલેજમાં ભણ્યો.

13 વર્ષની ઉંમરે ક્રિકેટમાં હાથ અજમાવ્યો અને બાદમાં વૉર્સસ્ટશીર ક્રિકેટ ક્લબ, ઇંગ્લેન્ડમાં કોલેજ વતી જોડાયો. 1971માં 18 વર્ષની ઉંમરે પાકિસ્તાનની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમમાં પ્રવેશ મેળવીને બિર્મિંગહામમાં ઇંગ્લેન્ડ સામે જ શ્રેણી રમ્યો.

અહીં વાત ઈમરાનના ક્રિકેટિંગ કે રાજકીય કેરિયરની નથી કરવી. વાત માંડવી છે એ મસ્ત મૌલા, બેફીકરા અને બંકા જુવાન ઇમરાન અને તેના જીવનમાં આવેલી ખુબસુરત સ્ત્રીઓની ! ઇમરાન સ્ત્રીઓના મામલે એકાદ-બે મામલાને બાદ કરતા અત્યંત ખુશનસીબ અને ઈર્ષાનું પાત્ર બને તેવો રહ્યો છે !

આ વાત એટલે યાદ આવી કારણ પાકિસ્તાનમાં સામાન્ય ચુંટણીને બે અઠવાડિયાનો સમય પણ નથી રહ્યો ત્યાં 'પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ પાર્ટી'નાં વડા ઇમરાન ખાનની પૂર્વ પત્ની રેહમ ખાને તેના વિશે તેની બૂકમાં કેટલાંક ચોકાવનારા ખુલાસા કર્યા છે. જે ઇમરાન ખાનની છબી માટે ઘાતક સાબિત થઇ શકે છે.

રેહમ ખાનની બૂકનાં જે ખુલાસા સામે આવ્યા છે તે મુજબ ઇમરાન ખાન તેની પાર્ટીની મહિલા કાર્યકર્તાઓ સાથે શારીરિક સંબંધ ધરાવે છે. રેહમે દાવો કર્યો છે કે, ઇમરાન ખાન લાંબા સમય સુધી એક પુરૂષ સાથે લિવ-ઇનમાં પણ રહેલો છે. તેણે ઇમરાન વિશે તેની બૂકમાં લખ્યુ છે કે, તે નિયમિત ડ્રગ્સ લે છે અને દુનિયાભરમાં તેનાં ઘણાં બાળકો છે. રેહમનો દાવો છે કે ઇમરાનનાં પાંચ બાળકો તો ભારતમાં જ હશે !

ઇમરાનનો અર્થ જ થાય છે : સમૃદ્ધિ, જનસંખ્યા અથવા ભવિષ્યવેત્તા ! ઈમરાનના જાણીતા કહી શકાય તેવા સ્રીઓ સાથેના સંબંધોની શરૂઆત થઇ 1970થી. "કુરબાની" ફેમ ઝીનત અમાન તેને લંડનમાં મળે છે, બંને પ્રેમમાં પડે છે. પરંતુ ઝીનત ભારત છોડી ઇમરાન સાથે રહેવા તૈયાર ન હોઈ, આ સંબંધ ઉપર પૂર્ણવિરામ મુકાઈ જાય છે.
Loading...

ઓક્સફોર્ડમાં અભ્યાસ વેળા બેનઝીર ભુટ્ટો ઈમરાનના જીવનમાં આવે છે. ઇમરાન ખાન ઉપર પુસ્તક લખનારા ક્રિસ્ટોફર સેનફોર્ડ લખે છે કે બેનઝીરની માતા ઇમરાન-બેનઝીરના સંબંધો બાબતે ગંભીર હતી. પરંતુ કેટલાક અગમ્ય કારણોસર આ સંબંધ પણ કોઈ અંજામ ઉપર પહોંચ્યા વગર અંત પામે છે.

વધુ એક સ્ત્રી કરેન વિશર્ટ ઓક્સફોર્ડમાં જ ઈમરાનના જીવનમાં આવે છે, પરંતુ આ સંબંધ પણ ટૂંકા ગાળાનો સાબિત થાય છે. એમ્મા સેરજેરન્ટ નામની એક એવોર્ડ વિનિંગ કલાકાર સાથે ઇમરાન ખાનનું અફેર લગભગ ચાર વર્ષ સુધી ચાલ્યું। જો કે આ અફેર બહુ ચર્ચામાં ન  આવ્યું। હા, સીતા વાઈટ નામની હાફ હિન્દૂ-હાફ ક્રિશ્ચિયન સ્ત્રીએ ઇમરાન ખાનને તેમના સંબંધોમાં હેરાન-પરેશાન કરી મુક્યો ! કહેવાય છે કે આ બંન્નથી એક ટાઇરાન નામનું એક બાળક પણ જન્મ્યું. પણ આ સંબંધ ખટરાગપૂર્ણ રહ્યો। સંખ્યાબંધ કાયદાકીય લડાઈઓ બાદ બંને છુટા પડ્યા.

'આઈસીસી વર્લ્ડ કપ-1992' જીત્યા બાદ ઇમરાન ખાન પાકિસ્તાનમાં હીરો બની ગયો. 1993માં બ્રિટિશ ઉદ્યોગપતિની દીકરી જેમાઈમાં ગોલ્ડસ્મિથ સાથે 1993માં તે સંપર્કમાં આવ્યો અને બન્ને 1995માં પરણી ગયા. બાળકો થયા, ઇમરાન રાજકારણમાં આવ્યો પરંતુ લગ્નજીવન ડામાડોળ થયું અને બંને છુટા પડ્યા.

આ પછી ત્રણ બાળકોની માતા અને જાજરમાન ન્યૂઝ એન્કર રેહમ ખાન સાથે ઇમરાન ખાન પ્રેમમાં પડ્યો અને લગ્ન કર્યા. આ રેહમ ખાને ઇમરાન તેને ધીમું ઝેર આપી રહ્યો હોવાનો આરોપ મુક્યો અને લગ્ન તૂટ્યું. રેહમ ખાન પછી આયેશા નામની નવી છોકરી ઈમરાનના જીવનમાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ એ જ રેહમ ખાન છે જેને લખેલા પુસ્તકમાં ઇમરાન ઉપર ચિત્રવિચિત્ર આક્ષેપો કરવામાં આવ્યા છે.
First published: July 12, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...