શુદ્ધ શાકાહારી થતા પહેલા જાણી લેજો આ વાતો, નહીં તો થઇ શકે છે પરેશાની

Vegan થતાં પહેલા થોડું ધ્યાન રાખો. Image Credit: pexels-any-lane

જો તમે Vegan Diet પર જવાનો નિર્ણય કર્યો છે તો તે પહેલા આપના આરોગ્ય માટે કેટલીક વાતો જાણવી ખૂબ જરૂરી છે

 • Share this:
  આજના સમયમાં શુદ્ધ શાકાહારી (Vegan) થવું નવું ચલણ બની ગયું છે. જેમાં તમે પ્લાન્ટ આધારિત આહાર જ ખાઈ શકો છો. ઉલ્લેખનીય છે કે, તેમ ડેરી પ્રોડક્ટ્સ (Dairy Products) પણ નથી લઇ શકાતી. આવો શાકાહારી આહાર (Vegetarian Food) લેવામાં ઘણા ફાયદા છે, પરંતુ તેને કાયદેસર ન લેવાતા તેની ખરાબ અસર ભોગવવી પડી શકે છે. આવા આહારમાં મીટ, ઈંડા અને ડેરી પ્રોડક્ટથી સંપૂર્ણપણે દૂર રહેવાનું હોવાથી તમારા શરીરમાં ઘણા પોષક તત્વોની ઉણપ સર્જાઈ શકે છે. જો તમે આવો આહાર લેવાનું પ્લાનિંગ કરી રહ્યા હોય તો તમારે ઘણી બાબતોથી અવગત થવું જરૂરી છે.

  B12 સપ્લીમેન્ટ- વિટામિન બી12 પ્રાકૃતિક રીતે જાનવરોમાં જોવા મળે છે. જો તમે પશુ આધારિત આહાર નથી લેતા તો શરીરમાં બી12 વિટામિનની ઉણપ થઇ શકે છે. જેથી આવો આહાર લેતા લોકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ રોજ વિટામિન બી12 સપ્લીમેન્ટનું સેવન કરે. આ વિટામિન તમારી નર્વ અને બોલ્ડ સેલ્સને હેલ્ધી રાખે છે.

  આ પણ વાંચો, અનેક બીમારીમાં રામબાણ યારસા ગંબૂની 1 કિલોગ્રામની કિંમત 20 લાખથી વધુ, જાણો કેમ છે તેને લઈને ચિંતા

  પ્રોટીન- વેગન ડાયેટમાં તમારે માછલી, મીટ અને ઈંડાથી દૂર રહેવું પડશે. જેથી તમારા શરીરમાં પ્રોટીનની કમી થઇ શકે છે. જેથી તમારા ડાયટમાં પ્રોટીનથી ભરપૂર ખોરાક સામેલ કરવો જોઈએ. જેનાથી તમારા શરીરને પ્રોટીન મળી શકે. ઉલ્લેખનીય છે કે, પ્રોટીનનો સારો સ્ત્રોત સોયા, દાળ, બીન્સ, કવીનોઆ અને પનીર છે.

  જંક ફૂડને કહો ના- પશુ આધારિત ખોરાક ન ખાવાનો મતલબ એવો નથી કે તમે પેટ ભરીને બ્રેડ અને પાસ્તા ખાઓ. આ ખોરાક માત્ર તમારું વજન વધારવાનું કામ કરશે. વજન વધવાથી તમને ચીડચીડા થવાનો અનુભવ થઇ શકે છે.
  સીમિત માત્રામાં લો સોયા- સોયા મીટનો સારો વિકલ્પ છે, પરંતુ તેનું અધિક સેવન શરીર પર ખરાબ અસર કરી શકે છે. સોયાના સૌથી સારા સ્ત્રોત ટોફૂ, ટેમ્ફ, સોયા દૂધ અને મીસો છે. જેને તમારા ડાયટમાં સામેલ કરવા જોઈએ.

  આ પણ વાંચો, લોકોની ઊંઘ હરામ કરી દેતો સોશ્યલ મીડિયાનો આંધળો ઉપયોગ, આવી થાય છે ગંભીર અસર

  વીગન થવામાં લાગશે સમય- તમે એકદમ સંપૂર્ણપણે વીગન નહીં થઇ શકો. સંપૂર્ણ રીતે શાકાહારી થવામાં અને પશુ આધારિત બધી જ પ્રોડક્ટ્સ છોડવામાં તમને સમય લાગશે. જેથી ધીરે-ધીરે ભોજનમાં વધુ વેજ અને ઓછું મીટ લેવાનું શરુ કરો.

  (Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યૂઝ18 આની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો.)
  First published: