યોગ કરતી વખતે આટલી વાતોનું ધ્યાન નહીં રાખો તો થશે મોટું નુકસાન

News18 Gujarati
Updated: January 18, 2020, 11:04 AM IST
યોગ કરતી વખતે આટલી વાતોનું ધ્યાન નહીં રાખો તો થશે મોટું નુકસાન
પ્રતિકાત્મક તસવીર

જો તમે કદી પણ અભ્યાસ ન કર્યો હોય અને આપનું શરીર બરાબર આસનનોનો અભ્યાસ ન કરી શકતું હોય તો તમારે શરૂઆત સૂક્ષ્મ વ્યાયામથી કરવી જોઈએ.

  • Share this:
અંકિત કારીઆ (HOD, Yog ફ્રેનીબેન દેસાઈ ફાઉન્ડેશન)

લાઇફસ્ટાઇલ ડેસ્ક : યોગનાં આસનનો અભ્યાસ કરવા દરમિયાન અમુક બાબતોનો ખ્યાલ રાખવો જરૂરી છે. અમુક નિયમોનું આપ ખ્યાલ રાખો તો તમે વધુ અસરકારક રીતે આસનનો અભ્યાસ કરી શકશો. જો તમે કદી પણ અભ્યાસ ન કર્યો હોય અને આપનું શરીર બરાબર આસનનોનો અભ્યાસ ન કરી શકતું હોય તો તમારે શરૂઆત સૂક્ષ્મ વ્યાયામથી કરવી જોઈએ. જેથી આપનાં શરીરનાં બધાં સાંધા બરાબર રીતે કેળવાય. શરીર આસનોનો અભ્યાસ માટે તૈયાર થાય.

થોડા દિવસ આ સૂક્ષ્મ વ્યાયામનાં અભ્યાસ બાદ આસનની અર્ધસ્થિતિનો અભ્યાસ કરતા શીખવું જોઈએ. આ જ કારણ છે કે, હંમેશા કહેવામાં આવે છે કે આસનનો અભ્યાસ કોઈ યોગ નિષ્ણાતની હાજરીમાં કરવો જોઈએ. આપ સારા અભ્યાસુ થાવ પછી જાતે જ અભ્યાસ કરતા આપે શરૂઆત કરવી જોઈએ.

આ પણ વાંચો : કડકડતી ઠંડીમાં કેવો ખોરાક છે સૌથી ઉત્તમ, જાણી લો

આપનો આસનોનો અભ્યાસ શરીરની જરૂરિયાત, ક્ષમતા મુજબ, રોગની તીવ્રતા મુજબ થવો જોઈએ. દેખાદેખી મુજબ બીલકુલ નહીં. અભ્યાસમાં પહેલા સરળ આસનોનો અભ્યાસ કરવો જોઈએ. તે પછી કઠિન આસનોનો અભ્યાસ કરવો જોઈએ.

અભ્યાસનો ક્રમ તૈયાર કરતી વખતે ધ્યાનમાં લેવું કે પહેલા હીપ ઓપનીગ અને થાઈ ઓપનિંગનાં આસન કરવા જોઈએ. જેવા કે, તીતલી આસન વગેરે અને આ પછી સુખાસન સમૂહ, વજ્રાસન સમૂહનાં આસન કરવા જોઈએ. આ આસનોનો અભ્યાસ બાદ પીઠનાં બળના આસન, પેટના બળના આસન કરવા. યાદ રહે આ પછી સવાસન અચૂક કરવાથી આપને વિશેષ લાભ થશે.આ પણ વાંચો : પીરિયડ્સના દુખાવામાં મળશે આરામ, મેથીનું આ રીતે કરો સેવન

અભ્યાસ દરમિયાન યાદ રાખવું કે એક દિશામાં આસન કરો તો વિપરીત દિશામાં આસનનો અભ્યાસ જરુરથી કરવો જોઈએ અને આપના આસન અભ્યાસમાં એક-એક આસન સ્પાઈનલ ટ્વીસ્ટીગ અને સાઈડ વાઈઝ સ્ટ્રેચનું જરુરથી હોવું જોઈએ.

યોગાસનનો અભ્યાસ કરવાની તુરંત બાદ આશરે 1 કલાક પછી આપ ભોજન લઈ શકો છો. આપે ભોજન જ્યારે પણ લીધુ હોય તેના બે-ચાર કલાક પછી યોગ અભ્યાસ કરી શકાય. ટૂંકમાં આપે ખાલી પેટે જ અભ્યાસ કરવો જોઈએ.

ફરી એક વાર કહેવું જ રહ્યું કે યોગનો અભ્યાસ કરી રહ્યા હો તો શરૂઆતમાં યોગ નિષ્ણાતના માર્ગદર્શનમાં જ કરવું. પુસ્તકો તથા વિડીયો પ્રેરણા લેવા માટે સારા છે પણ તેનુ અનુકરણ કરી અભ્યાસ કરવો ઠીક નથી. કોઈ નિષ્ણાત પાસેથી બરાબર શીખી લીધા બાદ તેમણે જેટલું શિખવાડ્યું હોય અને તેમણે જે રીતે માર્ગદર્શન આપ્યું હોય તે મુજબ અને તેટલો જ અભ્યાસ કરવો તે આપની માટે લાભદાયક છે.

આસનના અભ્યાસમાં ક્રમ અને શ્વાસ પ્રશ્વાસનું વિશેષ મહત્વ છે. આ ઉપરાંત આસનની સ્થિતિ બને તેટલી આદર્શની સાથે સાથે કમ્ફર્ટેબલ પણ હોવી જોઇએ. યોગ આસનોનો અભ્યાસ એક લયબદ્ધ રીતે થવો જોઈએ. દરેક સ્થિતિમાં લગભગ બે આસનનો અભ્યાસ કરતા લગભગ 30થી 40 મિનિટનો અભ્યાસ કરવો જોઈએ. કારણ કે આસનનો અભ્યાસ બાદ પ્રાણાયમનું વિશેષ મહત્વ છે. જેની હવે પછી ના લેખમાં ચર્ચા કરીશું.
First published: January 18, 2020, 11:00 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading