કેલ્શિય અને વિટામિન ડી વચ્ચેનો જાણો મહત્વનો સંબંધ

Kaushal Pancholi
Updated: March 13, 2018, 11:04 PM IST
કેલ્શિય અને વિટામિન ડી વચ્ચેનો જાણો મહત્વનો સંબંધ
Kaushal Pancholi
Updated: March 13, 2018, 11:04 PM IST
આપને થાક ખૂબ લાગે છે, શરીરમાં તાકાત જ નથી રહી એવું લાગે, દાદરા ચડવા-ઊતરવામાં થાકી જવાય આ બઘા લક્ષણો કેલ્શિયમની ઊણપના છે.

તમને થાક લાગે છે? દાદરા ઉતર ચડ કરવામાં પણ થાક અનુભવો છો? તો આ લક્ષણો કેલ્શિયમની ઉણપના છે. કેલ્શિયમ આપણાં હાડકાંને મજબૂત કરવા માટે જરૂરી છે. તે ઉપરાંત હાર્ટ, નર્વ્સ અને મસલ્સ યોગ્ય રીતે કામ કરે એના માટે પણ પૂરતા પ્રમાણમાં કેલ્શિયમની જરૂર રહે છે. પીરિયડ્સ અને પ્રેગ્નન્સીના લીધે મહિલાઓને કેલ્શિયમની વધારે જરૂર રહે છે.

અનેક રિસર્ચમાં સાબિત થયું છે કે, કેલ્શિયમની ઉણપ હોય એવી મહિલાઓને ઘૂંટણમાં દુખાવો અને હાડકાંમાં નબળાઈ રહે છે. એટલું જ નહિ ભારતમાં આ જ કારણે ઓસ્ટિયોપોરોસિસ એટલે કે હાડકાં નબળાં થઈને તૂટવાના કેસ વધી રહ્યાં છે.

વધારે કેલ્શિયમ નુકસાનકારક

સામાન્ય રીતે જોવા મળ્યું છે કે, પોતાના શરીરમાં કેલ્શિયમની ઉણપ હોવાની ખબર પડ્યા પછી મહિલાઓ વધારે કેલ્શિયમ મળે એવા આહાર પર જ ધ્યાન આપે છે. આવી વ્યક્તિઓએ જાણવું જોઈએ કે, શરીરમાં કેલ્શિયમનું પ્રમાણ વધી જાય તો એનાથી નુકસાન થઈ શકે છે. શરીરમાં કેલ્શિયમનું પ્રમાણ વધી જાય તો પથરી જેવી બીમારી થવાની શક્યતા રહે છે. કેલ્શિયમ સપ્લિમેન્ટ્સ યૂઝ કરતા હોય તો તમને હાર્ટને સંબંધિત રોગો થવાની શક્યતા પણ રહે છે. આ કારણોથી બચવા માટે કેલ્શિયમ ધટ્યાં પછી તજજ્ઞોની સલાહ લઈને જ ડાયટ નક્કી કરવી.

વિટામિન ડીનું પ્રમાણ
આપણા શરીરમાં કેલ્શિયમનું પ્રમાણ બરાબર ત્યારે જ રહે છે જ્યારે વિટામિન ડીનું પ્રમાણ વધારે હોય. શરીરમાં વિટામિન ડીની ઉણપ હોય તો કેલ્શિયમ પણ યોગ્ય રીતે કામ ન કરી શકે.
Loading...

કેલ્શિયમયુક્ત આહાર
ફળો-બ્લેકબેરીઝ, બ્લૂબેરી, સ્ટ્રોબરી,નારંગી, કિવી
First published: March 13, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर