#કામની વાતઃ હસ્તમૈથુનથી ટી.બી.ની સારવારમાં અસર થાય?

#કામની વાતઃ હસ્તમૈથુનથી ટી.બી.ની સારવારમાં અસર થાય?

 • Share this:
  હસ્તમૈથુનથી ટી.બી.ની સારવારમાં અસર થાય?

  ડૉ. પારસ શાહ (સેક્સોલોજીસ્ટ)  સમસ્યા-  હું એક 21 વર્ષનો યુવાન છું. મને ટી.બી. ની અસર થઇ ગઇ છે. મને 16 વર્ષની ઉંમરથી હસ્તમૈથુનની આદત છે. મિત્રોનું કહેવું છે કે હસ્તમૈથુન થી નબળાઇ આવે છે અને દવાની અસર થતી નથી. શું આ વાત સાચી છે? ડોક્ટર સાહેબ મને આ પ્રશ્નનો જવાબ તાત્કાલિક મોકલશો.

  ઉકેલ- દુનિયાના નવ્વાણું ટકા પુરુષોએ તેમના જીવનમાં ક્યારેક તો હસ્તમૈથુન કરેલ જ હોય છે. બાકીના એક ટકા કાંતો જુઠ્ઠુ બોલે છે અથવા તેમને ખબર જ નથી હોતી કે હસ્તમૈથુન શું છે. હસ્તમૈથુન વખતે ઇન્દ્રિય જે ક્રિયા હાથમાં કરે છે તે જ સંભોગ વખતે યોનિમાર્ગમાં થાય છે. જો સંભોગ ખરાબ ના હોય તો હસ્તમૈથુન પણ ખરાબ નથી જ. જો તમે પાંચ કિલોમિટર ચાલશો તો પગમાં દુ:ખાવો થશે, થાક લાગશે. કારણ કે ત્યાં હાડકું છે, સ્નાયુ છે. ઇન્દ્રિયમાં હાડકું કે સ્નાયુ છે નહી.માટે નબળાઇ આવવાનો સવાલ જ ઉત્પન્ન થતો નથી જેમ વધારે બોલવાથી જીભમાં કોઇ કમજોરી આવતી નથી. તેજ રીતે વધુ હસ્તમૈથુન કરવાથી કે સંભોગ કરવાથી ઇન્દ્રિયમાં પણ કોઇ જ નબળાઇ આવતી નથી યાદ રાખો વપરાશથી વૃધ્ધિ થાય છે. બિનવપરાશથી શિથિલતા આવે છે. હસ્તમૈથુનથી ટી.બી. ની સારવારમાં કોઇ જ રુકાવટ નહી આવે.
  Published by:News18 Gujarati
  First published:March 01, 2019, 17:23 pm

  ટૉપ ન્યૂઝ