દરરોજ breakfast કરવાના છે આ 9 મૅજિકલ ફાયદા

નાસ્તો કરવો જેટલો જરૂરી છે તેટલું જ જરૂરી છે નાસ્તામાં તમે શું ખાવ છો તે વાતને નક્કી કરવું. મોટા ભાગે લોકો યોગ્ય ડાયેટિંગ અને કસરત કરવા છતાં વજન વધવાની વાત કરે છે. જેની પાછળ સવારના નાસ્તામાં તેમણે શું ખાધું તે વાત પણ જવાબદાર હોઇ શકે.

આપણી દિનચર્યામાં સવારનાં નાસ્તાનું મહત્વ ઘણું જ છે. આપણે બપોર અને રાતનો આહાર જેટલી નિયમિત્તાથી કરીએ છીએ તેનાથી વધારે સારી રીતે સવારનો નાસ્તો કરવો જરૂરી છે.

 • Share this:
  આપણી દિનચર્યામાં સવારનાં નાસ્તાનું મહત્વ ઘણું જ છે. આપણે બપોર અને રાતનો આહાર જેટલી નિયમિત્તાથી કરીએ છીએ તેનાથી વધારે સારી રીતે સવારનો નાસ્તો કરવો જરૂરી છે. આખા દિવસની ઉર્જા અને શરીરની તંદુરસ્તીનો આધાર રહેલો છે. રોજ સવારે નિયમિત રીતે હળવો નહીં પરંતુ ભારે નાસ્તાની શરીરને જરૂર પડે છે. ભારે મતલબ એ નહીં કે તમે મીઠાઈ કે એવું કઈક ખાઓ. નાસ્તામાં પૌષ્ટીક અને તરોતાજા ખોરાક લેવો આવશ્યક છે. સવારે તમે જે નાસ્તો કરો તેના શું લાભ શરીરને મળે છે તે પણ આપણે આજે જોઇએ.

  1.શરીરનું મેટાબોલિઝમ ચુસ્ત રહે
  રોજ પૌષ્ટિક નાસ્તો કરવાથી શરીરનું મેટાબોલિઝમ એટલે કે ચયાપચનની ક્રિયા વ્યવસ્થિત રહે છે.

  2.સુગર સંતુલિત
  સવારનો નાસ્તો શરીરમાં સુગર એટલે કે સાકરના પ્રમાણને સપ્રમાણ રાખે છે. જે લોકોને ડાયાબિટીસ હોય છે તેમના માટે સવારનો નાસ્તો ખૂબ જ જરૂરી હોય છે. જો તેઓ નાસ્તો ન કરે તો તેમના શરીરમાં સુગર લેવલ વધવાની સમસ્યા જોવા મળે છે.

  આ પણવાંચો : સલમાનના સ્ટાઇલિસ્ટે કહ્યું આ કારણે 'ભાઇ'નો વૉડરોબ હોય છે ખાલી!

  3.વધુ ખાવાની સમસ્યાથી બચી શકો
  જે લોકો સવારે નાસ્તો નથી કરતા તેમને દિવસમાં કઈક ને કઈક ખાવાની આદત રહે છે. નાસ્તો ન કરે એટલે કમજોરી પણ રહે છે. જો સવારે ભર પેટ નાસ્તો કરી લો તો તમને કમજોરી પણ ન લાગે અને આખો દિવસ ખાધા કરવાની આદતમાંથી પણ બચી શકો.

  4.વજન ઉતારવા માટે ઉપયોગી
  સવારે ભરપેટ નાસ્તો કરી લેવાથી તમને દિવસભરની ઉર્જાનો સંચાર થઈ જાય છે. જે લોકોને વજન વધવાની સમસ્યા હોય તેમણે સવારે નાસ્તો પેટ ભરીને કરવો જોઈએ. જેમ જેમ દિવસ આથમે તેમ તેમ વધુ ખોરાકનું પ્રમાણ ઓછું કરવું જોઇએ.

  5.નાસ્તો શરીરની ઉર્જા માટે ખૂબ જરૂરી
  દિવસભરની શરીરની ઉર્જાનો આધાર નાસ્તા પર રહેલો છે. જો તમે યોગ્ય નાસ્તો ન કરો તો આખો દિવસ તમને સુસ્તી રહેશે અને બિલકુલ ઉર્જા નહીં અનુભવાય.

  6.એકાગ્રતામાં મદદરૂપ
  રાત્રે આઠ કલાકની ઊંઘ પછી મગજ એકદમ શાંત થઈ જાય છે. જો સવારે યોગ્ય નાસ્તો લેવામાં આવે તો તેમાથી પ્રાપ્ત થયેલી ઉર્જાથી એકાગ્રતા પણ વધે છે.

  7.મૂડ સ્વિંગનું કારણ નાસ્તો ન કરવો હોઈ શકે
  જો તમારો વારંવાર મૂડ બદલાઈ જતો હોય તો તેની પાછળનું એક કારણ સવારે નાસ્તો ન કરવો પણ હોઈ શકે. જો તમે નાસ્તો કરો તો તમારા મૂડ બદલાઈ જવાની સમસ્યામાં હકારાત્મક વલણ જોવા મળશે.

  આ પણવાંચો : યુવકોની છ બૉડી લેંગ્વેજ જેના ઉપર યુવતીઓ સૌથી વધારે ધ્યાન આપે છે

  8.મેમરી પણ વધારે
  સવારે યોગ્ય નાસ્તો કરવાથી શરીરમાં ભરપૂર ઉર્જાનો સંચાર થવાથી મેમરી પાવર પણ વધે છે.

  9.હ્રદયનું સ્વાસ્થ્ય સુધરે
  સવારે જે નાસ્તો કરો તેનાથી શરીરમાં જે ઉર્જાનો સંચય થાય છે તે આખા દિવસ તમને સ્વસ્થ રાખે છે. ખાસ કરીને હ્રદય પણ સ્વસ્થ રહે છે.
  Published by:Kaushal Pancholi
  First published: