Video: આ 4 રક્ષણાત્મક ઉપાયો કોરોનાને તમારાથી રાખશે દૂર, અજમાવી જુઓ

News18 Gujarati
Updated: July 13, 2020, 3:09 PM IST
Video: આ 4 રક્ષણાત્મક ઉપાયો કોરોનાને તમારાથી રાખશે દૂર, અજમાવી જુઓ
આયુર્વેદિક પગલા કે જેનાથી આપણે રોગપ્રતિકારક શક્તિ વધારી શકીએ.

આયુર્વેદિક પગલા કે જેનાથી આપણે રોગપ્રતિકારક શક્તિ વધારી શકીએ.

  • Share this:
રાજ્યની સાથે દેશભરમાં કોરોના સંક્રમણનાં (Coronavirus) કેસ વધી રહ્યાં છે. ત્યારે આપણે વધારે સાવધ રહેવાની જરૂર છે. ભારત સરકારે (Governmet) આપેલી ગાઇડલાઇન પ્રમાણે વર્તીને બહાર જવાનું ટાળવું જોઇએ. જો બહાર જવું જ પડે તેમ હોય તો થ્રી લેયર કે કાપડનાં લેયરવાળા માસ્ક પહેરવા જરૂરી છે. ઘરની બહાર સોશિયલ ડિસ્ટન્સ રાખવું જોઇએ અને વારંવાર સાબુ કે સેનેટાઇઝરથી હાથ ધોવા જોઇએ. આ સાથે આપણે કોરોનો સામે રક્ષણાત્મક ઉપાય કરીએ તે આપણા જ માટે સારૂં છે. તો આજે આપણે જોઇએ કે આયુષ મંત્રાલયે (Ayush Mantralay) કોરોના સામે કેવા આયુર્વેદિક પગલા દર્શાવ્યાં છે કે જેનાથી આપણે રોગપ્રતિકારક શક્તિ વધારી શકીએ.

આયુર્વેદ પધ્ધતિ દ્દારા રક્ષણાત્મક ઉપાય

- ક્વાથ : પથ્યાદીક્વાથ + દશમૂલ ક્વાથ + નિમ્બત્વક : પ્રક્ષેપ ત્રિકટુ

- તુલસીના બે ચમચી રસ માં બે મરીનો પાવડર નાખી સવાર સાંજ લેવું.
- ઔષધસિધ્ધ જલ : સૂંઠ 1 ચમચી અને નાગરમોથ 1 ચમચી (અથવા સૂંઠ 2 ચમચી)ને 10 ગ્લાસ પાણીમાં ઘીમા તાપે ઉકાળી 5 ગ્લાસ રહે ત્યારે ગાળવું. જરુરીયાત મુજબ નવસેકું પીવું.
- ધૂપન દ્રવ્ય : સલાઇ ગુગળ 50 ગ્રામ, ઘોડાવજ - 10 ગ્રા.,સરસવ - 10 ગ્રા. ,લીમડાના પાન - 10 ગ્રા. અને ગાયનું ઘી - 20 ગ્રા. મિશ્રણ બનાવી એક ચમચીનો ઇલેક્ટ્રીકલ ધૂપેલીયા અથવા ગાયના સૂકાયેલા છાણામાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે ધૂપ કરવો.

આ આયુષ મંત્રાલયમાં હોમિયોપથી સબંધિત રક્ષણાત્મક ઉપાયો પણ દર્શાવ્યા છે.

આર્સેનિક આલ્બમ 30 પોટેન્સી 4 ગોળી સવાર સાંજ ત્રણથી સાત દિવસ લેવી.
જો વાયરસનું સંક્રમણ ચાલુ જણાય તો મહિના પછી ફરીથી ઉપર મુજબ ગોળીઓ લેવી.

આ પણ વાંચો - લાંબા કાળા ભરાવદાર વાળ માટે આદુ અને ડુંગળીનાં રસનો કરો ઉપાય

આ પણ વાંચો - વરસાદી મોસમમાં બનાવો અળવીનાં પાનનાં ભજીયા, ફટાફટ જોઇલો રીત
Published by: Kaushal Pancholi
First published: July 13, 2020, 3:09 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading