ત્વચાની શુષ્કતા દૂર કરવા માટે અને પિમ્પલ ફ્રી બનાવવા અજમાવો આંબલીનું ફેસપેક

પરંતુ શું તમે જાણો છો તેનો ઉપયોગ તમે ચહેરા પર કરી શકો છો?

પરંતુ શું તમે જાણો છો તેનો ઉપયોગ તમે ચહેરા પર કરી શકો છો?

  • Share this:
આંબલી (Tamarind)નું નામ લેતા જ મોઢામાં પાણી આવવા લાગે તે સ્વાભાવિક છે. સાઉથ ઇન્ડિયન ડિશમાં તેનો ઉપયોગ ખાસ કરવામાં આવે છે. તો ઘણા લોકો ખાટો-મીઠો સ્વાદ માણવા માટે સીધી આંબલી ખાવાનું પણ પસંદ કરે છે. પરંતુ શું તમે જાણો છો તેનો ઉપયોગ તમે ચહેરા પર કરી શકો છો? હવે તમે વિચારી રહ્યા હશો કે આ કેવો સવાલ છે, તો આપને જણાવી દઇએ કે આંબલી માત્ર સ્વાદ વધારવાનું જ કામ નથી કરતી, પરંતુ તે ફેસ પેક (Face Pack) દ્વારા તમારી ત્વચા ડ્રાયનેસ ફ્રી અને પિમ્પલ ફ્રી કરવામાં પણ ખૂબ સારી ભૂમિકા (Role) ભજવે છે. આવો જાણીએ આંબલીનું ફેસપેક કઇ રીતે તૈયાર થાય છે અને તેનો ઉપયોગ કઈ રીતે કરી શકાય છે.

આંબલી-પપૈયા ફેસ પેક

આંબલી અને પપૈયાનું ફેસ પેક બનાવવા માટે પાકી આંબલીને અમુક કલાક પલાળીને રાખી દો. પછી તેને મસળીને તેના બીજ કાઢીને ફેંકી દો અને પલ્પ અલગ કરી દો. હવે એક મોટો ટુકડો પપૈયાનો લઇને મિક્સરમાં બ્લેન્ડ કરી લો. હવે એક મોટી ચમચી આંબલીનો પલ્પ અને તેટલો જ પપૈયાનો પલ્પ લઇને બંનેને સારી રીતે મિક્સ કરી લો. હવે આ પેકને ચહેરા અને ગળા પર લગાવીને 20-25 મીનિટ માટે રાખો. ત્યાર બાદ એક-બે મિનિટની મસાજ કરો અને પછી સાદા પાણીથી સાફ કરી લો.

સરકારી નોકરી: IT ડિપાર્ટમેન્ટમાં 10મું પાસ અને સ્નાતક માટે છે નોકરીની તક, 155 પદ માટે થશે ભરતી

આંબલી-દહીં ફેસ પેક

આંબલી અને દહીં ફેસ પેક બનાવવા માટે સૌથી પહેલા પાકી આંબલીને નવશેકા પાણીમાં એક રાત પલાળી રાખો. આગામી દિવસે આંબલી મસળીને તેના બીજ કાઢીને અલગ કરી દો અને તેના પલ્પમાં એક નાની ચમચી દહીં મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરી લો. હવે આ પેકને ચહેરા અને ગળા પર લગાવી અને 20 મિનીટ સુધી રહેવા દો. ત્યાર બાદ 1-2 મિનિટ ચહેરા પર હળવા હાથે મસાજ કરીને તેને સાફ કરી લો.

beauty અને healthને લગતા અન્ય આર્ટિકલ્સ માટે અહીં કરો ક્લિક

આંબલી-લીંબુ ફેસપેક

આંબલી અને લીંબુના ફેસ પેકનો ઉપયોગ પણ તમે ત્વચાને ડ્રાઇનેસ અને પિમ્પલથી બચાવવા માટે કરી શકો છો. તેના માટે પણ તમે આંબલીને પલાળીને તેની બીજ કાઢી તેમાં એક ચમચી લીંબુનો રસ ભેળવી લો.

હવે આ પેસ્ટને ચહેરા અને ગળા પર લગાવીને 2 મિનિટ મસાજ કરો. ત્યારબાદ તેને 20 મિનિટ માટે રાખો અને પછી સાફ પાણી વડે ચહેરો સાફ કરી લો.
First published: