IIT મદ્રાસ અને MITના વૈજ્ઞાનિકોએ 3D પ્રિન્ટેડ બાયોરિએક્ટરની મદદથી બ્રેઈન ટીસ્યુ કર્યા વિકસિત

  • Share this:
નવી દિલ્લી:  ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી (IIT) મદ્રાસ અને USમાં મેસાચુસેટ્સ ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી (MIT)ના વૈજ્ઞાનિકોએ માનવ બ્રેઈન ટિસ્યુસનું ઉત્પાદન કર્યું છે, જેને ‘ઓર્ગેનોઈડ્સ’ કહેવામાં આવે છે. જેને 3D પ્રિન્ટેડ બાયોરિએક્ટરની મદદથી વિકસિત કરવામાં આવ્યું છે. તેનો હેતુ જ્યારે બ્રેઈન ટીસ્યુ ઉત્પાદિત થાય અને વિકસિત થાય ત્યારે તેનું ઓબ્ઝર્વ કરવાનો હતો. આ ટેકનોલોજી સંભવિતરૂપે કેન્સર અને ન્યુરોલોજીકલ બીમારી જેમ કે, અલ્ઝાઈમર અને પાર્કિસન્સ જેવા રોગોના નિદાન માટેના રિસર્ચમાં વૃદ્ધિ કરી શકે છે. કરન્ટ સેલ કલ્ચર પ્રોટોકોલમાં ઈંક્યુબેશન અને ઈમેજિંગ માટે અલગ અલગ ચેમ્બર રહેલા છે, તે કોશિકાઓને ફીઝીકલી ઈમેજિંગ ચેમ્બરમાં ટ્રાન્સફર કરવાની જરૂરિયાત રહે છે, જે ચેપ લાગવાનું જોખમ ઊભુ કરે છે.

વૈજ્ઞાનિકો એક અલગ સોલ્યુશન લઈને આવ્યા છે, જે કોઈપણ પ્રકારની સમસ્યા વગર સતત સેલનું ઉત્પાદન કરે છે. 3D પ્રિન્ટેડ માઈક્રો-ઈન્ક્યુબેટર અને ઈમેજિંગ ચેમ્બર હાથના આકારના પ્લેટફોર્મ પર બનાવવામાં આવ્યું હતું. જે લાંબા સમયના હ્યુમન બ્રેઈન સેલ અને રિઅલ ટાઈમ ઈમેજિંગ માટે સફળતાપૂર્વક દર્શાવવામાં આવ્યું હતું.

IIT મદ્રાસના ઈલેકટ્રીકલ એન્જિયરીંગ વિભાગના પ્રોફેસર અનિલ પ્રભાકરે કહ્યું, “આ રિસર્ચમાં ડિઝાઈન માઈક્રો ફ્લુઈડિક ટેકનોલોજી સ્કેલેબલ છે, જેમાં બેઝીક અને એપ્લાયડ વિજ્ઞાનમાં સ્ટડી માટે ઓર્ગેનોઈડ્સની કોપી એક બાદ એક અલગ અલગ જગ્યા પર ઉત્પાદિત કરી શકાય છે.”

“આ બાયોરિએક્ટરને વિભિન્ન પ્રોટોકોલ સાથે ઓટોમેટેડ કરી શકાય છે, જેને દવાની શોધ માટે ઉપયોગ કરી શકાય છે, આ પ્રકારે લેબર કોસ્ટ અને એરરને ઓછી કરી શકાય છે. વિભિન્ન પર્યાવરણીય સેન્સરને માઈક્રો-ઈન્ક્યુબેટર સાથે જોડવામાં આવે છે અને અમારુ ડિવાઈસ લાઈવ સેલ ઈમેજિંગ માટેના માઈક્રોસ્કોપ્સ સાથે એકદમ ફીટ બેસે છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે ભારતમાં આ ટેકનોલોજીને પેટન્ટ કરવામાં આવી છે.

આ રિસર્ચ ઈન્ટરનેશનલ જર્નલ બાયોમાઈક્રોફ્લુઈડ્સમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે.

સેલ કલ્ચર એ માનવીય અંગના મોડેલના વેલીડેશનમાં ખૂબ જ મહત્વનું છે, પછી ભલે એ કોવિડ-19 માટે પ્રી-ક્લીનિકલ અભ્યાસ હોય, કેન્સરની દવાની શોઘ હોય કે પછી માણસ ઉપર પ્રયોગ કરવામાં આવતી કોઈ દવા હોય. લાંબા સમય સુધી સેલનું ઉત્પાદન કરવું અને રિયલ-ટાઈમમાં વધુ સારા પરિણામ માટે સ્ટડી કરવી એ ખૂબ જ મોટો પડકાર છે.
First published: