જો તમારુ વજન અચાનક ઘટવા લાગે તો હોઇ શકે છે આ બીમારી

જો તમારૂ વજન અચાનક ઘટવા લાગે તો બીમારીનો ભોગ બની શકો છો!

News18 Gujarati
Updated: January 2, 2019, 3:59 PM IST
જો તમારુ વજન અચાનક ઘટવા લાગે તો હોઇ શકે છે આ બીમારી
જો તમારૂ વજન અચાનક ઘટવા લાગે તો બીમારીનો ભોગ બની શકો છો!
News18 Gujarati
Updated: January 2, 2019, 3:59 PM IST
વજન વધવાની સમસ્યાથી મોટાભાગના લોકો પીડાય છે. જેમાંથી ઘણા લોકો વજન ઘટાડવા માટે અચાનક જાગૃત થઈ જાય છે અને પછી ખાવા પર નિયંત્રણો અને કસરતો કરીને એક-બે મહીનામાં જ વજન ઉતારી નાખે છે. પણ આનાથી ઉલટું જો અચનાક જ તમારુ વજન ઘટવા લાગે તો...?

આ રોગની નિશાની હોઇ શકે

રાત્રે સુતા સમયે પગના સ્નાયુઓ ખેંચાય અથવા તો વિવિધ પ્રકારના મલમ લીધા પછી હોઠ સુકાઇ રહ્યા છે. તો એ સંકત બતાવી રહ્યા છે કે તમારા શરીરમાં પોષક તત્વોની અછત છે. વિટામિન્સ, કેલ્શિયમ અને ખનિજની ઉણપ જેવા વિવિધ પ્રકારના પોષક તત્વો શરીર પર અસર કરે છે. હોઠ સુકાવવા અથવા પગમાં દુખાવો અથવા કોઈ અન્ય સમસ્યા કોઈ બીમારીની નિશાની છે.

કેવી રીતે જાણી શકાય

જો હોઠ સતત ફાટી જાય છે તો ધ્યાન આપવાની જરૂર છે. શરીરમાં પાણીનો અભાવ મુખ્ય કારણ હોઇ શકે છે. આ ઉપરાંત, વિટામિન બી 12 અને આયરનની ઉણપથી પણ હોઠ સુકાઇ રહ્યા છે. જો તમને આ સમસ્યા હોય તો ખોરાકમાં ઇંડા, કોબી, બ્રોકોલી,મગફળી અને કઠોળનો સમાવેશ કરો.

રાત્રિના સમયે કોઈ પણ આરામદાયક સ્થિતિ પર બેસવાથી પગના સ્નાયુઓ ખેંચાવાનું શરૂ કરે છે. આ એક નિશાની છે કે તમારા શરીરમાં કેલ્શિયમ અને પોટેશિયમનો અભાવ છે. આ સાથે છુટકારો મેળવવા માટે, ખોરાક પર ધ્યાન કેન્દ્રિત કરો. ખોરાકમાં કેળા, કોળા, લીલા શાકભાજી લેવાનું રાખો.
Loading...

વાળને નુકસાન એ શરીરમાં પ્રોટીનનો અભાવ છે. પ્રોટીનના અભાવથી વાળની ચમક ચાલી જાય છે. વાળને નુકાસાન એ મોટુ કારણ બને છે. જેને સુરક્ષિત રાખવા માટે ખોરાકમાં ઇંડા,મસૂર, બદામ, ચણા લેવાની ટેવ પાડો.

જો અચાનક જ વજન ઓછુ થઇ રહ્યું હોય તો ધ્યાન આપવાની જરૂર છે. આ વિટામિન ડીની ઉણપ પણ થઈ શકે છે. તેને સંતુલનમાં લાવવા માટે ખાવામાં ઇંડા, માછલી લઈ શકો છો. અને જે લોકો શાકાહારી છે તેઓ ચીઝ, મશરૂમ પણ લઇ શકે છે.
First published: January 2, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...