વધુ પડતો ગેજેટ્સનો ઉપયોગ કરતાં પહેલા ચેતજો, વહેલી આવી શકે છે વૃદ્ધાવસ્થા, જુઓ આ ટીપ્સ

કોરોનામાં લોકોએ ગેજેટ્સનો ઉપયોગ વધાર્યો હતો.

કોરોના મહામારીના (Corona epidemic) કારણે લોકોને નીત નવી ટેવો પડી ગઈ છે જેમાં સૌથી વધારે ટેકનિકલ વસ્તુઓનો ઉપયોગ વધ્યો (use of technical items increased)છે, બાળકોથી લઈને મોટા માણસો પણ મોબાઈલના ઉપયોગ (Use of mobile) કરતા વધ્યા છે.

  • Share this:
    નવી દિલ્હી: કોરોના મહામારીના (Corona epidemic) કારણે લોકોને નીત નવી ટેવો પડી ગઈ છે જેમાં સૌથી વધારે ટેકનિકલ વસ્તુઓનો ઉપયોગ વધ્યો (use of technical items increased)છે, બાળકોથી લઈને મોટા માણસો પણ મોબાઈલના ઉપયોગ (Use of mobile) કરતા વધ્યા છે. લોકોએ સ્વપ્નેય નહોતો વિચાર કર્યો કે આટલા બધા દિવસો સુધી તેમણે ઘરમાં પૂરાઈ રહેવું પડશે. કોરોના આવ્યા બાદ વર્ક ફ્રોમ હોમ (Work from home) અને ઓનલાઈન અભ્યાસ (Online study)એકમાત્ર રસ્તો હતો ખોરવાઈ ગયેલી ગાડી પાટે લાવવાનો. તેને કારણે કોરોનાની એન્ટ્રી બાદ ડિજિટ લાઈફ વધી ગઈ.

    સતત સ્ક્રીન સામે બેસવાથી થશે સાઈડ ઈફેક્ટ

    ઓનલાઈન ક્લાસ અને વર્ક ફ્રોમ હોમમાં એ જરૂરી છે કે, તમે કયા પોશ્ચરમાં તમારું કામ કરી રહ્યા છો. તમારે એવી પોઝિશનમાં બેસવાનું છે જેમાં તમારી ડોક વધારે પડતી નમેલી ન હોય. પોશ્ચર યોગ્ય ન રાખવાથી આ સિન્ડ્રોમ વધારે તકલીફ દાયક બની શકે છે. વધારે કામ કરવા અને કોમ્પ્યુટર, લેપટોપ કે, મોબાઈલનો વધુ પડતો ઉપયગો તમારા જીવનમાં મોટી ઉપાદી લાવી શકે છે.

    આ પણ વાંચો: પુરુષોની સરખામણીમાં મહિલાઓને છે યોગ પર વધુ ભરોસો, સર્વેમાં સામે આવી આ વાત

    ઈલેક્ટ્રોનિક ગેજેટ્સનો ઉપયોગ વધ્યો 

    અમસ્તાં ટાઈમ પાસ, ઓનલાઈન અભ્યાસ, ક્લાસિસ કે પછી વર્ક ફ્રોમ હોમ માટે દરેક લોકો ઈલેક્ટ્રોનિક ગેજેટ્સના શરણે આવી ગયા. આ કારણે કોરોના આવ્યા બાદ 'ટેક્સ્ટ નેક' સિન્ડ્રોમે માજા મુકી. આ સિન્ડ્રોમ શું છે અને તેનાથી કેવી રીતે બચી શકાય જાણો ઓર્થોપેડિક અને સ્પાઈન સર્જન શક્તિ વઘી શકે છે.

    નિષ્ણાંતોનું માનવું છે કે, ટેક્સ્ટ નેકની સમસ્યા ગેજેટ્સના ઉપયોગને કારણે વધી રહી છે. પહેલાં હાડકાં, ગરદન અને સ્પાઈન સંબંધિત સમસ્યા માત્ર વૃદ્ધોમાં જોવા મળતી હતી. હવે આવી સમસ્યાઓ યંગસ્ટર્સને થવા લાગી છે. તેનું કારણ કલાકો સુધી એક જ પોશ્ચરમાં બેસી અથવા સૂઈ રહેવાનું છે.

    આ પણ વાંચો: Health: વિટામિન બી12ની ઉણપના કારણે ઉભી થતી સમસ્યાઓ, આટલા લક્ષણો દેખાય તો ચેતજો

    • ફોન પકડાવાની રીત બદલો. ફોનને છાતીની નીચે રાખવાને બદલે આંખના લેવલે રાખી ઉપયોગ કરો.

    • કામ દરમિયાન ખુરશી અને ડેસ્કનું લેવલિંગ ધ્યાનમાં રાખો. લેપટોપ નાનાં ટેબલ પર રાખવાથી બચો.

    • સમયાંતરે બ્રેક લો અને આંખો સતત સ્ક્રીન પર રાખવાથી બચો.

    • તમે જે ખુરશીમાં બેઠા હો તે તમારી કરોડરજ્જુ સીધી રાખે છે કે કેમ તેનું ધ્યાન રાખો.

    • ગેજેટ્સનો ઉપયોગ કરતાં સમયે અથવા કમ્પ્યુટર પર કામ કરતાં સમયે સમયાંતરે ગરદન, હાથ અને બોડી ઉપરની બાજુ સ્ટ્રેચ કરો.

    • વૉકિંગ કરતાં સમયે ખભા સીધા અને ગરદન ઊંચી રાખો. દરરોજ એક્સર્સાઈઝ કરો અને ડાયટમાં હેલ્ધી ફૂટ લો.

    Published by:kuldipsinh barot
    First published: