Home /News /lifestyle /

શું તમે પણ માથાના દુખાવાથી પરેશાન છો? તો અપનાવો આ ઉપાય મળશે રાહત

શું તમે પણ માથાના દુખાવાથી પરેશાન છો? તો અપનાવો આ ઉપાય મળશે રાહત

માથાના દુખાવાથી રાહત મેળવવા અપાનાવો આ ટિપ્સ

Headaches relief tips: માથાના દુખાવાથી રાહત મેળવવા કોફી અને દવાનુ સેવન કરી શકો છો.જો તમને હ્રદય અથવા કિડનીની બિમારી છે તો તમારે NSAIDs દવાઓનું સેવન ના કરવું જોઈએ. પ્રાકૃતિક બાબતોથી જેવી કે વધારે પાણી પીવું, મેગ્નેશિયમનું સેવન કરવાથી પણ તમે માથાના દુખાવાથી રાહત મેળવી શકો છો

વધુ જુઓ ...
  નવી દિલ્હીઃ ઘણા લોકોને એવી ફરિયાદ રહેતી હોય છે કે, તેમને માથું દુખે છે. મગજનો દુખાવો (headache) મગજની એક તરફ અથવા બંને તરફ હોઈ શકે છે. પહેલા સામાન્ય માથુ દુખે છે, ત્યારબાદ માથાનો દુખાવો ધીરે ધીરે વધતો જાય છે. માથાનો દુખાવો એક કલાકથી લઈને અનેક દિવસો સુધી રહી શકે છે. માથાના દુખાવાના અલગ અલગ પ્રકાર હોય છે. માથાના દુખાવાના પ્રકારમાં તણાવને કારણે થતો માથાનો દુખાવો સામાન્ય દુખાવો છે. વધુ પડતુ કામ કરવાને કારણે, પર્યાપ્ત ઊંઘ ના લેવાને કારણે, અનિયમિત ભોજન, શરાબનું સેવન કરવાથી તણાવ સંબંધિત માથાનો દુખાવો થવાની સંભાવના છે. અનેક લોકો પોતાની જીવનશૈલીમાં ફેરફાર કરીને, પર્યાપ્ત આરામ કરીને માથાના દુખાવાથી રાહત મળે છે. અહીંયા માથાના દુખાવાથી કેવી રીતે રાહત મેળવી શકાય તે અંગે વિગતવાર જાણકારી આપવામાં આવી છે.

  માથાના દુખાવાના પ્રકાર


  · ટેન્શન હેડેક

  · માઈગ્રેન હેડેક

  · ક્લસ્ટર હેડેક

  · ક્રોનિક ડેઈલી હેડેક

  · સાયનસ હેડેક

  · એક્સરસાઈઝ હેડેક

  · હૉર્મોન હેડેક

  · ન્યૂ ડેઈલી પરસિસ્ટેન્ટ હેડેક

  · રિબાઉન્ડ હેડેક

  · આઈસ પિક હેડેક

  · સ્પાઈનલ હેડેક

  · થન્ડરક્લેપ હેડેક

  માથાનો દુખાવો શા માટે થાય છે


  · સાઈનસિટિસ (સાઈનસમાં સોજો), ગળામાં ઈન્ફેક્શન, કાનમાં ઈન્ફેક્શનને કારણે માથાનો દુખાવો થઈ શકે છે.

  · તણાવ અને ચિંતા સાથે શરાબનું સેવન કરવું, અનિયમિત ભોજન, ઊંઘ પૂરી લેવામાં ના આવે તો માથાનો દુખાવો થઈ શકે છે.

  · તમાકુનો ધુમાડો, ઘરમાં વપરાતા કેમિકલ્સ અથવા પરફ્યૂમમાં આવતી સ્ટ્રોન્ગ સ્મેલ, પ્રદૂષણના કારણે માથું દુખી શકે છે.

  · અનેક લોકોના ઘરમાં માઈગ્રેનની હિસ્ટ્રી હોવાને કારણે તેમના બાળકોમાં પણ માથાના દુખાવાની સમસ્યા જોવા મળે છે. માતા-પિતા બંનેને માઈગ્રેન હોય તો બાળકને પણ માઈગ્રેન થવાની 70 ટકા સંભાવના હોય છે. માતા પિતા બંનેમાંથી કોઈ એકને માથાનો દુખાવો હોયતો માઈગ્રેન થવાના જોખમમાં 25% થી 50% નો ઘટાડો થાય છે.

  આ પણ વાંચોઃ  ભોજનના સમયની સ્વાસ્થ્ય પર અસર પડે છે, રાત્રિ ભોજન ડીપ્રેશન જેવા ગંભીર રોગો નોતરશે

  માથાના દુખાવાથી રાહત મેળવવાના ઉપાય


  હિટિંગ પેડનો ઉપયોગ કરો

  જો તમને ટેન્શન હેડેક હોય તો તમારા ગળા પર અથવા માથાના પાછળના ભાગ પર હીટિંગ પેડ મુકો. જો તમને સાઈનસના કારણે માથું દુખે છે તો દુખાવાની જગ્યા પર એક ગરમ કપડુ રાખો. ગરમ પાણીથી નહાવાથી પણ રાહત મળે છે.

  માથાને વધુ પ્રેશર આપવું નહીં

  ખૂબ જ ટાઈટ પોની વાળવાથી પણ માથાનો દુખાવો થઈ શકે છે. હેડબેન્ડ, સ્વિમિંગ ગોગલ્સ એકદમ ફીટ હોય તો તેના કારણે પણ માથું દુખી શકે છે. આ કારણોસર તમારે એકદમ લૂઝ પોની વાળવી.

  કોફીનું સેવન કરો

  જો તમને માથાનો દુખાવો શરૂ થાય તેના થોડા સમયમાં જ કોફીનું સેવન કરો તો તમને માથાના દુખાવાથી રાહત મળે છે. કોફીનું સીમિત માત્રામાં સેવન કરવું જોઈએ. કોફીનુ વધુ સેવન કરવાથી પણ માથાનો દુખાવો થઈ શકે છે.

  દવાઓનું સેવન કરો

  ફાર્મસી પાસે તમામ પ્રકારના માથાના દુખાવાની દવા હોય છે. માથાના દુખાવાથી રાહત મેળવવા માટે લેબલ પર જણાવેલ સૂચના અને અહીંયા જણાવેલ ગાઈડલાઈનનું પાલન કરવું જોઈએ.

  · લિક્વિડ દવાનું સેવન કરો.

  · જો તમને હ્રદય અથવા કિડનીની બિમારી છે તો તમારે NSAIDs દવાઓનું સેવન ના કરવું જોઈએ.

  · 18 વર્ષથી ઓછા બાળકને એસ્પિરિન આપવી નહીં.

  · દુખાવો શરૂ થાય તો તરત પેઈનકિલર દવા લઈ લેવી.

  · ડૉકટરની સલાહ ક્યારે લેવી જોઈએ.

  નીચે લક્ષણો જોવા મળે તો તમારે ડૉકટરની સલાહ લેવી જોઈએ.

  · મગજમાં ઈજા થયા બાદ દુખાવો થાય.

  · ચક્કર આવવા, બોલવામાં સમસ્યા થવી, ભ્રમ થવો અન્ય ન્યુરોલોજિકલ પ્રોબ્લેમ થવો.

  · અચાનક જ માથું દુખવા લાગવું.

  · દુખાવાની દવા લીધા બાદ પણ માથું દુખે.

  આ પણ વાંચોઃ  ઘરે બનાવીને પીવો આ Soup, માત્ર 15 દિવસમાં સડસડાટ ઉતરી જશે 3 કિલો વજન

  અહીંયા જણાવેલ પ્રાકૃતિક બાબતોથી પણ તમે માથાના દુખાવાથી રાહત મેળવી શકો છો.


  ખૂબ પાણી પીવો

  જો યોગ્ય માત્રામાં પાણી પીવામાં ના આવે તો માથાનો દુખાવો થઈ શકે છે. જો પૂરતા પ્રમાણમાં પાણીનું સેવન કરવામાં આવે તો 30 મિનિટથી લઈને ત્રણ કલાક સુધીમાં માથાના દુખાવાથી રાહત મળે છે.

  મેગ્નેશિયમનું સેવન કરો

  મેગ્નેશિયમનું પૂરતા પ્રમાણમાં સેવન કરવામાં આવે તો માથાના દુખાવાથી રાહત મળે છે. સ્ટડીઝ પરથી જાણવા મળ્યું છે કે, જે લોકો માઈગ્રેનથી પીડાઈ રહ્યા છે તે લોકોમાં મેગ્નેશિયમની ઊણપ જોવા મળી છે. આ કારણોસર શરીરને યોગ્ય માત્રામાં મેગ્નેશિયમ મળવું જરૂરી છે.

  આ પણ વાંચોઃ પાસપોર્ટ ખોવાઇ ગયો છે તો જરા પણ ચિંતા ના કરો, આ સરળ સ્ટેપ્સથી મેળવો નવો પાસપોર્ટ

  વિટામિન બી-કોમ્પલેક્ષનું સેવન કરો

  વિટામિન બી-કોમ્પલેક્ષમાં તમામ 8 વિટામિન બી રહેલા હોય છે. શરીરને વિટામિન બી કોમ્પલેક્ષ મળી રહે તો માથાના દુખાવાથી રાહત મળે છે. વિટામિન બી પાણીમાં ભળી જતા હોવાને કારણે તે શરીરમાં રહેલ કોઈપણ અનુચિત વસ્તુને મૂત્ર દ્વારા બહાર કાઢી નાખે છે.

  કો-એન્ઝાઈમ Q10 નું સેવન કરો

  કો-એન્ઝાઈમ Q10 ભોજનને શરીરની ઊર્જામાં પરિવર્તિત કરી દે છે. જે એક પાવરફુલ એન્ટીઓક્સિડેન્ટ તરીકે કામ કરે છે. કો-એન્ઝાઈમ Q10 નું સેવન કરવાથી માથાના દુખાવાથી રાહત મળે છે.
  Published by:Sahil Vaniya
  First published:

  Tags: Healthy tips, Lifestyle News, Lifestyle tips

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन