Home /News /lifestyle /જો તમે સિંગલથી મિંગલ થવા જઈ રહ્યા છો, તો કેટલીક બાબતોનું રાખો ધ્યાન, સારી થશે શરૂઆત
જો તમે સિંગલથી મિંગલ થવા જઈ રહ્યા છો, તો કેટલીક બાબતોનું રાખો ધ્યાન, સારી થશે શરૂઆત
લગ્ન કરવા જીવનનું સૌથી મહત્વનું કામ છે. (તસવીર- shutterstock)
Relationship Tips: જો તમે લગ્ન (Marriage)ની આ સિઝન( Wedding Season)માં સિંગલથી મિંગલ (going to mingle) થવા જઈ રહ્યા છો, તો ફક્ત કેટલીક બાબતોને ધ્યાનમાં રાખો અને નવા સંબંધ સાથે તમારા નવા જીવનની શરૂઆત કરો.
Wedding Season 2021 Relationship Tips: લગ્ન કરવા એ જીવનનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. લગ્ન (Marriage) કર્યા પછી પછી ઘણી વસ્તુઓ બદલાય છે જેમાં કેટલીક અપેક્ષિત હોય છે, તો કંઈક અણધાર્યું. તમારા જીવનમાં બીજી એક વ્યક્તિની અન્ટ્રી થઈ જાય છે જે તમારા તમામ નિર્ણય, કામ અને તમારા સામાનના પણ હિસ્સેદાર બની જાય છે. જેના પહેલા તમે એકલા માલિક હતા. પરંતુ તેનો અર્થ એ નથી કે તમારું જીવન અવ્યવસ્થિત થવાનું છે અથવા તમારી ગોપનીયતા સમાપ્ત થઈ જશે.
જો લગ્નની આ સીઝનમાં તમે સિંગલથી મિંગલ થવાના હોવ, તો ફક્ત કેટલીક બાબતોને ધ્યાનમાં રાખો અને નવા સંબંધથી તમારા નવા જીવનની શરૂઆત કરો.
રિલેશનશિપ ટિપ્સ- પાર્ટનર સાથે વાત કરો લગ્ન બાદ દરેકને બીજા ઘરમાં સેટ થવામાં થોડો સમય લાગે છે. તમારા ઘરના વાતાવરણથી અલગ વાતાવરણમાં અનુકૂળ થવું થોડું પડકારજનક હોઈ શકે છે. પણ ચિંતા કરવાની કોઈ વાત નથી. તમે તમારા નવા સંબંધોમાં વિશ્વાસ જાળવી રાખો અને જ્યાં પણ તમે અસહજ અનુભવો છો ત્યાં તમારા જીવનસાથી સાથે ચર્ચા કરો. તેમને તમારા વિશે કહો અને ઘર વિશે જાણીવામાં સંકોચ ના કરશો.
સકારાત્મક શરૂઆત કરો સ્થિતિ ગમે તેવી હોય તમારુ વલણ ખૂબ સકારાત્મક રાખો. આમ કરવાથી તમારો આત્મવિશ્વાસ મજબૂત થશે અને વસ્તુઓ સાથે સરળતાથી વ્યવહાર કરવામાં મદદ મળશે.
મોબાઇલથી અંતર રાખો લગ્ન પછી અલબત્ત તમે થોડા સમય માટે તમારા પરિવાર અને મિત્રોથી દૂર થઈ જાઓ છો. આવી સ્થિતિમાં તેમને તમારા વિશે જાણવાની પણ ઇચ્છા હોય છે. પરંતુ જો તમે મોબાઇલમાં વ્યસ્ત છો, તો નવા ઘરના સભ્યો પર તમારી નકારાત્મક અસર પડશે. દિવસમાં એક કે બે વાર મોબાઇલ ચેક કરવાનો પ્રયાસ કરો. જો કોઈ વસ્તુ ખૂબ જ મહત્વપૂર્ણ હોય તો જ રિસ્પોન્ડ કરો નહિંતર સાઈલન્ટ જ રહેવા દો.
તમારા જીવનસાથી કંઈ પણ ના છુપાવશો જ્યારે તમે હમણાં જ પરણેલા હો ત્યારે તમારા જીવનસાથી તમારા વિશે બધું જાણવા માંગશે. તમારા જીવનસાથીથી જૂઠું ન બોલવાનો અથવા કંઈ પણ ના છુપાવવાનો પ્રયાસ કરો. આમ કરવાથી બંને વચ્ચેના સંબંધો વધુ ગાઢ બને છે.
ભરોસો અપાવો બે જુદી જુદી માનસિકતાવાળા વ્યક્તિ માટે એક થવું અને પછી સાથે મળીને નવી શરૂઆત કરવી થોડી મુશ્કેલ છે. પરંતુ તમારા જીવનસાથીને ખાતરી આપો કે તમે તેમની સાથે છો. અને તેની સાથે આગળ વધશો. ક્યાંક કોઈ સમસ્યા હશે તો સાથે મળીને સમાધાન શોધી કાઢશો.