Home /News /lifestyle /પોતાના લગ્નમાં જો જાતે કરી રહ્યા છો મેકઅપ, તો આ ટિપ્સને કરો ફોલો

પોતાના લગ્નમાં જો જાતે કરી રહ્યા છો મેકઅપ, તો આ ટિપ્સને કરો ફોલો

આ ટિપ્સનો ઉપયોગ કરીને ઘરે જ કરી શોક છો જોરદાર મેકઅપ

How To Do Wedding Makeup Yourself: લગ્ન (Wedding)નો દિવસ કોઈ પણ છોકરી માટે તેના જીવનનો મોટો દિવસ છે. ગ્રાન્ડ ફંક્શન(grand function)`ની તૈયારીઓ માટે ઘણો ખર્ચો થતો હોય છે પરંતુ જો તમે સારો મેકઅપ કરો છો અને મેકઅપ ખર્ચ બચાવવા માટે તમારા પોતાના લગ્નનો મેકઅપ (wedding makeup) કરવાનું વિચારી રહ્યા છો, તો તે સરળ નિર્ણય નથી. ત્યારે અહીં અમે તમને વેડિંગ મેકઅપ ટિપ્સ (makeup tips) વિશે જણાવી રહ્યાં છીએ.

વધુ જુઓ ...
How To Do Wedding Makeup Yourself: સામાન્ય મેકઅપની તુલનામાં વેડિંગ મેકઅપ ખાસ અને ભારે હોય છે. વેડિંગ મેકઅપ ફોટોગ્રાફી (Wedding Photography) અને લાઇટિંગને ધ્યાનમાં રાખીને પણ કરવામાં આવે છે જેથી દુલ્હન (Bride)ના ફોટા દરેક ફ્રેમમાં સુંદર આવે.

જો તમે ઘરે જ તમારા પોતાના વેડિંગ મેકઅપ (self wedding makeup) કરવાનું વિચારી રહ્યા છો, તો અહીં અમે તમારા માટે કેટલીક એક્સપર્ટ મેકઅપ ટિપ્સ લાવ્યા છીએ જે તમારા બ્રાઇડલ મેકઅપને ખાસ અને સરળ બનાવવામાં મદદ કરશે. તો ચાલો જાણીએ તમારા લગ્ન માટે લગ્નના મેકઅપની તૈયારી કેવી રીતે કરવી.

જો પોતાના લગ્નમાં પોતે મેકઅપ કરવા માંગો છો તો આ ટીપ્સને કરો ફોલો

1. પ્રેક્ટિસ પ્રેક્ટિસ પ્રેક્ટિસ

તમે ભલે સારો મેકઅપ કરી શકતા હોવ પરંતુ બ્રાઇડલ મેકઅપ કરતા પહેલા તમે સંપૂર્ણ વેડિંગ મેકઅપની પ્રેક્ટિસ કરો તે મહત્વપૂર્ણ છે. એટલું જ નહિ જો પ્રોડક્ટમાં તમારો મેકઅપ પૂર્ણ થાય છે તેને લખતા પણ જાઉં. સારુ થશે જો તમે મેકઅપ સ્ટેપ્સ લખતા પણ જાઉ. આવું કરવાથી લગ્નના દિવસે સ્ટ્રેસ નહિ થાય અને વઘુ સારી રીતે મેકઅપ કરી શકશો.

આ પણ વાંચો:  Weight Loss Tips: આ 10 ફૂડ સડસડાટ ઉતારશે વજન, આજે જ કરો ડાયટમાં સામેલ

2. શાંત જગ્યા પસંદ કરો

ક્યારેક મહેમાનો મેકઅપ રૂમમાં આવતા રહે છે અને ઉતાવળ પણ થાય છે. આવા કિસ્સામાં, બ્રાઇડલ મેકઅપ માટે તમે શાંત, એકલતા અને આરામદાયક ઓરડો પસંદ કરો. ધ્યાન રાખો કે ત્યાં પ્રકાશની સંપૂર્ણ વ્યવસ્થા હોય.

3.ફેશિયલ જરૂરી

સંપૂર્ણ મેકઅપ માટે તમારા ચહેરાને સાદા કેનવાસની જેમ તૈયાર રહેવાની જરૂર છે. આ માટે તમારે લગ્નના 3થી 4 મહિના પહેલા રેગ્યુલર ફેશિયલ કરાવવું જરૂરી છે. આનાથી મેકઅપ સ્કિનમાં સરળતાથી ફિટ થઈ જશે.

4. મેકઅપ પ્રોડક્ટ્સને ધ્યાનમાં રાખો

લગ્નના દિવસ પહેલા તમારા મેકઅપ પ્રોડક્ટ્સ તૈયાર રાખો. તમારી ત્વચાના બંધારણને અનુરૂપ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરો.

5. એસપીએફ પ્રોડક્ટ્સથી રહો દૂર

એસપીએફ ઉત્પાદનોમાં ઝિંક અને ટાઇટેનિયમ ઓક્સાઇડ હોય છે જે સ્કીન પર વાઈટ કાસ્ટ કરે છે. આ કારણથી ફોટોગ્રાફી દરમિયાન ફ્લેશ લાઇટમાં ખરાબ ફોટો આવી શકે છે.

આ પણ વાંચો:  69 વર્ષના વ્લાદિમીર પુતિન આજે પણ લાગે છે ફિટ, ફિટનેસ ફ્રિક રશિયન રાષ્ટ્રપતિ જાણો શોખ વિશે

6.પ્રાઇમરનો કરો ઉપયોગ

જો તમે મેકઅપ પહેલાં પ્રાઇમરનો ઉપયોગ કરશો, તો તે તમારી ત્વચાને વધુ ટેક્સચર અને સેટલ્ડ બનાવશે. તે તમારા મેકઅપને લાંબા સમય સુધી ફ્રેશ રાખશે.

7. આઇ પ્રાઇમરનો પણ કરો ઉપયોગ

આંખોની સુંદરતા વધારવા માટે તમારે આંખના પ્રાઇમરની જરૂર છે. તમારી પાંપણો પર આઇ-પ્રેડ સારી રીતે સેટ કરવા માટે આઇ-પ્રાઇમરનો ઉપયોગ કરવાનું ભૂલશો નહીં.

8. યોગ્ય ફાઉન્ડેશન અને કન્સીલર કરો પસંદ

તમારી ત્વચા અનુસાર ફાઉન્ડેશન ખરીદો. નહીંતર તમારી ત્વચા કાં તો ચીકણી અથવા સૂકી લાગી શકે છે. આ ઉપરાંત ફોટોગ્રાફીના સમયમાં સફેદ પાવડરનો વધુ પડતો ઉપયોગ સફેદ દેખાઈ શકે છે. હંમેશાં ક્રીમી કન્સીલરનો ઉપયોગ એ લગ્ન માટે પરફેક્ટ હોય છે.

આ પણ વાંચો:  Skincare Tips: ત્વચાને નુકસાન ન કરે તેવા સૌંદર્ય ઉત્પાદનોની પસંદગી કેવી રીતે કરશો?

આ બાબતોનુ પણ ધ્યાન રાખો

- હંમેશા વોટરપ્રૂફ મસ્કરાનો ઉપયોગ કરો.

- મેકઅપ પછી સેટિંગ સ્પ્રે જરુર કરો.

- લીપ કલર પર વઘારે લેયર કરો.

- હંમેશા બ્લોટિંગ શીટ સાથે રાખો અને મેકઅપને ટચ અપ આપતા રહો.

- ચમકતા પ્રોડક્ટ્સનો ઉપયોગ ન કરો.

- આઈબ્રો જરુર ડિફાઈન કરો
Published by:Riya Upadhay
First published:

Tags: Fashion, Lifestyle, Makeup, Wedding Photos

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन