ક્યાંક તમને તો નથી ને 'સેલ્ફાઇટિસ' બીમારી...!

ઢિંચાક પૂજાના ફેમસ સેલ્ફી ગીત પહેલાથી જ ભારતમાં સેલ્ફીનું ગાંડપણ જોવા મળતું આવ્યું છે. દુનિયાભરમાં સેલ્ફીને કારણે થતા મોતમાંથી 60% મોત આપણા દેશમાં થાય છે.

ઢિંચાક પૂજાના ફેમસ સેલ્ફી ગીત પહેલાથી જ ભારતમાં સેલ્ફીનું ગાંડપણ જોવા મળતું આવ્યું છે. દુનિયાભરમાં સેલ્ફીને કારણે થતા મોતમાંથી 60% મોત આપણા દેશમાં થાય છે.

  • Share this:
ઢિંચાક પૂજાના ફેમસ સેલ્ફી ગીત પહેલાથી જ ભારતમાં સેલ્ફીનું ગાંડપણ જોવા મળતું આવ્યું છે. દુનિયાભરમાં સેલ્ફીને કારણે થતા મોતમાંથી 60% મોત આપણા દેશમાં થાય છે. ગત બે વર્ષના આંકડા પરથી આવું તારણ નીકળી રહ્યું છે. આંકડાને બાજુ પર મૂકી દો તો પણ આપણી આસપાસ રોજ સેલ્ફી લેતા લોકો કંઈ ઓછી સંખ્યામાં નથી. બની શકે કે તમે પણ સેલ્ફીના ઘેલા હોવ. જો આવું છે તો જરા સંભાળી લેજો, કારણ કે તમે પણ સેલ્ફાઇટિસની બીમારીના શિકાર બની શકો છો.

એક રિસર્ચ સામે આવ્યું છે. જેમાં સેલ્ફીને માનસિક બીમારી જાહેર કરવામાં આવી છે. યૂકેની નોટિંગ્હામ ટ્રેન્ટ યુનિવર્સિટીએ મદુરૈના થિયાગરાઝાર મેનેજમેન્ટ સ્કૂલ સાથે મળીને સંશોધન કર્યું. જેમાં જાહેર થયું કે જરૂર કરતા વધારે સેલ્ફી ક્લિક કરવી અને તેને ઇન્ટરનેટ પર અપલોડ કરવી એ એક માનસિક બીમારી છે. આને સેલ્ફાઇટિસ કહે છે.

સેલ્ફાઇટિસ છેલ્લા ઘણા વર્ષોથી પ્રચલિત છે. બહુ વધારે સેલ્ફી ખેંચનાર વ્યક્તિ માટે અવાર નવાર મજાકમાં આ શબ્દનો ઉપયોગ થતો આવ્યો છે. જોકે, હવે રિસર્ચમાં તેને ખરેખર માનસિક સ્થિતિ માનવામાં આવી છે. સંશોધન માટે સેલ્ફાઇટિસ બિહેવિયર સ્કેલ બનાવવામાં આવ્યો. જેનાથી ખબર પડી શકે કે સેલ્ફીની બીમારી કેટલી ઊંડી છે. સેલ્ફાઇટિઝના ત્રણ ફેઝ હોય છે. શરૂઆતના લક્ષણમાં દિવસમાં ત્રણ સેલ્ફી હોય છે પરંતુ તે સોશિયલ મીડિયામાં અપલોડ નથી કરવામાં આવતી.

બીજા તબક્કામાં આ લક્ષણો થોડા વધે છે. હવે તમે તમારી સેલ્ફીને સોશિયલ મીડિયામાં શેર કરવા લાગો છો. ત્યાર પછીના સ્ટેજમાં વ્યક્તિ 24 કલાક પોતાની સેલ્ફી સોશિયલ મીડિયા પર અપલોડ કરવાના પ્રયાસમાં રહે છે. આવા લોકો ઓછામાં ઓછી છ સેલ્ફી દરરોજ સોશિયલ મીડિયામાં અપલોડ કરે છે.

જોકે, સેલ્ફીની બાબતમાં અન્ય કેસની જેમ ચીન ભારતને ટક્કર આપી રહ્યું છે. એટલે હદ સુધી કે ચીનમાં તો એવી પ્રથા બની ગઈ છે કે સેલ્ફીને ક્લિક કર્યા પછી તેને ફોટોશોપ કરવી જરૂરી છે. એટલું જ નહીં સેલ્ફી સાથે જોડાયેલી અનેક બ્યૂટી એપ્લિકેશનનો રાફડો ફાટ્યો છે. આ એપ્સ તમને વધારે સુંદર દેખાડવામાં મદદ કરતી હોવાનો દાવો કરે છે. અમેરિકાના મેગેઝીન ધ ન્યૂ યોર્કરે તાજેતરમાં જ ચીનના સેલ્ફી ગાંડપણ પર એક લેખ પ્રસિદ્ધ કર્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે કેવી રીતે સેલ્ફીમાં ચાર ચાંદ લગાડવા માટે બ્યૂટી એપ્સ ઇન્ડસ્ટ્રિઝ મોટી થઈ રહી છે.

સવાલ એ છે કે સેલ્ફીને લઈને આ હદે ગાંડપણનું કારણ શું છે. આત્મવિશ્વાસનો અભાવ, ધ્યાન આકર્ષિત કરવું, જાતને સ્વીકૃત બતાવવી અને બીજા લોકોથી આગળ રહેવાનો પ્રયાસ કરવો મુખ્ય કારણ બતાવવામાં આવી રહ્યા છે. શું આ બીમારીથી બચી શકાય છે? તેનો જવાબ એટલો જ છે કે જો ઈચ્છાશક્તિ હોય તો તમે આનાથી બચી શકો છો. જો તમે આ બીમારીમાં સપડાઈ રહ્યા છો તો તમારા ફોનથી દૂર રહેવાનો પ્રયાસ કરો. તમને બહુ ઝડપથી સમજાઈ જશે કે દુનિયા વધારે સુંદર છે.
First published: