Home /News /lifestyle /

જો જીભ આવી દેખાય તો સમજવું કે શરીરમાં છે આ વસ્તુની ઘણી ઉણપ

જો જીભ આવી દેખાય તો સમજવું કે શરીરમાં છે આ વસ્તુની ઘણી ઉણપ

જો જીભ આવી દેખાય તો સમજવું કે શરીરમાં છે આ વસ્તુની ઘણી ઉણપ

Vitamin B12 Deficiency: ઘણીવાર શરીરમાં વિટામિનની ઉણપની જાણ કરવી મુશ્કેલ હોય છે. કારણ કે તેના લક્ષણો ખૂબ મોડેથી દેખાવાના શરૂ થાય છે. પરંતુ યોગ્ય સમયે જો તેની જાણ ન થાય તો ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. એવામાં જરૂરી છે કે તમે શરીરમાં થનારા નાના નાના બદલાવોને અવગણો નહીં.

વધુ જુઓ ...
  Vitamin B12 Deficiency: વિટામીન(vitamins) એ કુદરતી તત્વો હોય છે જેની જરૂર લોકોને શરીરમાં ખૂબ ઓછી માત્રામાં હોય છે. આપણા શરીરમાં વિટામીન નું ઉત્પાદન ન બરાબર થતું હોય છે. એવામાં તેની કમી પૂરી કરવા માટે આપણે ખોરાક માંથી વિટામિન લેવું પડતું હોય છે. સ્વસ્થ રહેવા માટે એક વ્યક્તિને અલગ અલગ પ્રકારના વિટામિન્સની જરૂર હોય છે. વિવિધ પ્રકારના વિટામીન આપણા શરીરમાં અલગ અલગ કામ કરતા હોય છે. શરીરમાં વિટામિનની ઉણપ થવાથી ઘણી તકલીફોનો સામનો કરવો પડી શકે છે.

  ઘણીવાર શરીરમાં વિટામિનની ઉણપની જાણ કરવી મુશ્કેલ હોય છે. કારણ કે તેના લક્ષણો ખૂબ મોડેથી દેખાવાના શરૂ થાય છે. પરંતુ યોગ્ય સમયે જો તેની જાણ ન થાય તો ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. એવામાં જરૂરી છે કે તમે શરીરમાં થનારા નાના નાના બદલાવોને અવગણો નહીં.

  આ પણ વાંચો: શું તમારો પાર્ટનર તમને આપી રહ્યો છે દગો? આ સંકેતો સમજી થઇ જાવ સાવધાન

  બધા જ વિટામીનની જેમ વિટામીન B12 શરીર માટે ખૂબ જરૂરી માનવામાં આવે છે. આ વિટામીન રક્તકણ અને ડીએનએના નિર્માણ માં ખૂબ આવશ્યક હોય છે. તેમજ મગજના વિકાસમાં પણ તેની ભૂમિકા મહત્વની હોય છે માસ, ઈંડા અને ડેરી પ્રોડક્ટમાંથી વિટામીન B12 ભરપૂર પ્રમાણમાં મળે છે. શરીરમાં B12ની ઉણપથી હાર્ટ પ્રોબ્લેમ, ઈનફર્ટિલિટી, થાક, સ્નાયુની નબળાઈ અને નર્વસ સિસ્ટમ સાથે જોડાયેલી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ સાથે જ શરીરમાં B12 ની કમી થવાથી તેના લક્ષણ જીભ પર પણ દેખાઈ આવે છે.

  જીભ પર દેખાય છે વિટામીન B12 ની ઉણપના આ લક્ષણ


  હેલ્થ વેબસાઈટ વેબમેડના જણવ્યા પ્રમાણે, શરીરમાં વિટામીન B12ની ઉણપથી લોકોની જીભ પર અલ્સરની સમસ્યાઓ જોવા મળે છે. એવામાં તમારી જીભ કે દાઢ પર અલ્સર થઈ શકે છે. જીભ પરના અલ્સરના ઘા સામાન્ય રીતે એની જાતે જ ઠીક થઈ જતા હોય છે. પરંતુ તેની પીડા અને બળતરાથી બચવા માટે વધારે ખાટી અને મરચાવાળી ચીજ વસ્તુઓ ખાવાનું ટાળો. તે માટે માર્કેટમાં ઘણા પ્રકારની દવાઓ પણ મળતી હોય છે જેનાથી તમે પીડા ઓછી કરી શકો છો.

  આ પણ વાંચો: તમારા પગમાં તો નથી ને આવા લક્ષણો? તો સમજી જવું કે વધી ગયું છે કોલેસ્ટ્રોલ

  વેબમેડના કેહવા અનુસાર, જીભ પર અલસર થવા ઉપરાંત તેના પર વધુ ચિકાસનું હોવું પણ વિટામીન B12ની ઉણપનું એક લક્ષણ છે. જીભ પર રહેલા ઝીણા દાણાઓને પ્રેપીલા કહેવામાં આવે છે. પરંતુ શરીરમાં વિટામીન B12ની ઉણપ હોવાથી આ ઝીણા દાણા એકદમ ગાયબ થઈ જાય છે અને આ તમારી જીભ એકદમ સ્મૂથ થઈ જાય છે. પરંતુ જીભ બીજી ચીકણી હોવાનું કારણ B12ની ઉણપ જ નથી હોતું, પરંતુ ઘણીવાર ઇન્ફેક્શન અથવા દવાની આડઅસરના કારણે પણ જીવ ચીકણી થતી હોય છે.

  શરીરમાં વિટામીન B12ની ઉણપના બીજા ઘણા લક્ષણો છે. આવો તે વિશે જાણીએ.

  B12 ની ઉણપના લક્ષણો:

  શરીરમાં અશક્તિ લાગવી

  સ્નાયુ નબળા હોવા

  આછું દેખાવું

  સાયકોલોજીકલ સમસ્યાઓ જેવી કે ડિપ્રેશન અને કન્ફ્યુઝન

  યાદશક્તિ કમજોર થવી અને વસ્તુઓ સમજવામાં વાર લાગવી.

  શરીરમાં કંપન

  વસ્તુઓમાં ભરપૂર પ્રમાણમાં હોય છે વિટામીન

  નેશનલ હેલ્થ સર્વિસ(NHS) મુજબ 19 થી 64 વર્ષની ઉંમરના લોકોએ દરરોજ 1.5 માઇક્રોગ્રામ વિટામીન B12ની જરૂર હોય છે. તેથી જાણીએ કે કઈ ચીજ વસ્તુઓમાં હોય છે ભરપૂર વિટામીન B12

  માંસ, ફિશ, દૂધ થી બનેલી વસ્તુઓ, ચીઝ, ઈંડા,અનાજ વગેરે માં ભરપૂર B12 હોય છે. આ સિવાય માર્કેટમાં B12ના કેટલાક તૈયાર સપ્લિમેન્ટ્સ પણ મળે છે, પરંતુ તે લેતા પહેલા એકવાર તમારા ડોક્ટરને અવશ્ય પૂછી લેવું.
  First published:

  Tags: Lifestyle, Vitamin B12

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन